________________
૨૬૭) પરમકૃપાળુદેવનાં વચનો ગમે તેના કાનમાં પડશે તોપણ તે હિતકારી જ થવા સંભવ છે. તમારા નાના ગામમાં તો એક કુટુંબ જેવો સંપ રાખી કામ લેવા ધારો તો ગમે તેવું કામ સહેલાઇથી થઈ શકે. પરગામ છોકરા પરણાવી જે વહુઓ આવે તે ઘણીખરી અભણ પણ હોય, તેવાને અક્ષરજ્ઞાન અને વીસ દોહરા આદિ શીખવવાનું કામ આ શાળા કરે તો થોડા વર્ષમાં તમારા ગામમાં કોઈ અભણ ન રહે અને વીસ દોહરા આદિ ન જાણતું હોય તેવું પણ કોઇ ન રહે. નિશાળનું કામ સારું થાય અને લોકોને વિશ્વાસ
બેસે કે ત્યાં જાય તે સુધરે છે તો કામ સફળ ગણાય. (બો-૩, પૃ.૨૭૩, આંક ૨૬૬) I પૂ. ....એ થોડા દિવસ ઉપર દેહત્યાગ કર્યો. તેમની મોટી ઉંમર હતી, છતાં માળા ફેરવવાનો એમણે
એટલો બધો અભ્યાસ રાખેલો કે પથારીમાં સૂતાં હોય તોપણ હાથ માળા ફેરવતા હોય તેમ ચાલ્યા કરતો. પૂછે કે શું કરો છો, તો માળા ફેરવું છું એમ જવાબ આપતાં. બીજું મારે હવે શું કરવાનું છે? આટલુંય નહીં કરું? એમ કહેતાં. શું બોલો છો એમ પૂછે તો મંત્ર બોલી બતાવતાં. આ વાત ગઈ કાલે સાંભળી, તે ઉપરથી વિશેષ દ્રઢતા થઈ કે જેણે ધર્મની સંભાળ જિંદગીપર્યંત લીધી હોય, તેની સંભાળ, ધર્મ જરૂર આખર સુધી લે છે અને પરભવમાં પણ તે સાથે આવે છે. આવી અગત્યની વાત જેણે વિસારી મૂકી છે અને ધંધા તથા વ્યવહારમાં જે ગૂંચાઈ રહેલા હોય તે આખરે પસ્તાય છે, તેમણે કંઈ કર્યું હોતું નથી, કંઈ વિશ્વાસનું બળ હોતું નથી તેથી મરણ વખતે નારકી જીવોની પેઠે પોકાર કર્યા કરે છે; દુઃખી થઈ, શોકસહિત, વાસનાસહિત મરી અધોગતિએ જાય છે. આમ ઘણા પ્રસંગો નજરે જોયા છતાં આ જીવ પોતાની અનાદિની વૃત્તિ પલટાવી, જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, ધર્મનું શરણ કેમ દ્રઢ નહીં કરતો હોય ? આ મનુષ્યભવ કમાણી કરવા જેવી ખરી મોસમ છે, તેને શામાં વાપરે છે તે પણ જીવને લક્ષમાં રહેતું નથી. દેખતભૂલી'માં અનંતકાળ વ્યતીત થયો છતાં તેનો વિશ્વાસ જીવ તજતો નથી, અને જેથી જરૂર આત્માનું હિત થાય, આંટા ઊકલે તેવો જ્ઞાનીનો માર્ગ સમજતો નથી છતાં સમજવા પ્રયત્ન પણ કરતો નથી. બફમમાં ને બફમમાં હું સમજું છું, મને ખબર છે એમ માની ઠગાયા જાય છે. પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ઘરમાં ચોર પેઠા ત્યારે શેઠાણી કહે, કોઈ ખાતર પાડવા પેઠા છે. શેઠ કહે, હું જાણું છું. આ બધી મિલકત લઈ જાય છે, તો કહે, હું જાણું છું. આ ગયા હવે તો કંઈ બૂમ પાડો, ઊઠો, અટકાવો; તોપણ કહે, હું જાણું છું. આખરે શેઠાણી અકળાયાં અને કહે, ““ધૂળ પડી તમારા જાણવામાં. બધું ગયું તોય તમારું હું જાણું છું એ ગાફેલપણું ગયું નહીં.” આપણને ચેતાવવા આવા ગતકડાં, ઘણાં, તે પરમ ઉપકારી પુરુષ કહેતા, પણ જીવને જાગવાનો પ્રસંગ ન બન્યો; એ જ બતાવે છે કે જીવ પ્રયત્ન કરે છે પણ કંઈક એવી ભૂલ રહી જાય છે કે જેથી આખર સરવાળે તેની પાસે કંઈ બચ્યું જણાતું નથી. તે ટાળવા હવે કંઈક ઊંડા ઊતરી વિચારવું ઘટે છે અને આખરની તૈયારી માટે વિશેષ તૈયારી કરી રાખવી ઘટે છે, નહીં તો કૃપાળુદેવ જેવાએ પણ ભય દર્શાવ્યો છે કે માઠું થશે. માટે જાગ્રત થાઓ, જાગ્રત થાઓ એવો પ.પૂ. પ્રભુશ્રીજીનો બોધ બધાને ગ્રાહ્ય થાય
એવી ભાવનાસહિત પત્ર પૂર્ણ કરું છુંજી, (બો-૩, પૃ.૫૫૪, આંક ૬૧૨) | ઉન્માદ એટલે ધર્મનું અભિમાન, તે પણ પ્રમાદ છે. ધર્મ ન કરે તોય ખોટું અને ધર્મ કરી અભિમાન કરે
તોય ખોટું છે. બધે સાચવવાનું છે. રોટલી તવા ઉપર બળી ન જવા દેવી અને કાચી પણ ન રાખવી. ધર્મ