________________
૨૭૪
વીતરાગભાવથી સંવર થાય છે. કષાય ઘટે તેથી સંવર થાય છે. જેટલા રાગ-દ્વેષ ઓછા, તેટલો બંધ ઓછો. વીતરાગતા વધે તેમ તેમ બંધ મંદ થાય. જેને છૂટવું હોય, તેને કોઇ પર રાગ કે દ્વેષ કરવાના નથી. વીતરાગદશામાં જેટલી ખામી છે, તેટલો બંધ વધારે પડે છે.
વીતરાગતા સહિત જે વિચાર થાય, તે નિર્વિકલ્પદશા છે. ધર્મધ્યાનમાં વસ્તુને સમજવા માટે વિચાર કરે, એ કંઇ વિકલ્પદશા નથી. વિચાર ન હોય । જ્ઞાન પણ ન હોય. જ્યાં રાગ-દ્વેષ છે, ત્યાં વિકલ્પ છે. રાગ-દ્વેષ રહિત નિર્વિકલ્પદશા છે. વિકલ્પમાં રાગ-દ્વેષની હાજરી હોય છે. રાગ-દ્વેષ રહિત જે વસ્તુનો વિચાર કરે, તે વિકલ્પ નથી. ઉપયોગ વારંવાર ફરે, તેનું નામ વિકલ્પ છે. એક વસ્તુમાં ઉપયોગ રોકાય, બીજી વસ્તુમાં ઉપયોગ ન જાય, તે ધ્યાન છે.
નિમિત્તને લઇને જેને રાગ-દ્વેષ થાય છે, તેને આત્મચિંતન રહે તો રાગ-દ્વેષ ઘટે. નીચી દશાવાળા જીવોને એ ઉપદેશ કર્યો છે. દશા વધ્યા પછી દેવલોકનું, નરકનું ચિંતન કરે તો કંઇ રાગ-દ્વેષ ન થાય.
વસ્તુને જાણવાથી દોષ નથી, પણ રાગ-દ્વેષ કરવાથી દોષ છે. જેટલા અંશે વીતરાગતા છે, તેટલા અંશે સમ્યક્દર્શન છે. જેટલી વીતરાગતા, તેટલું નિર્વિકલ્પપણું છે. (બો-૧, પૃ.૧૫૬, આંક ૨૮)
D પરદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તો વિકલ્પ શાને કહે છે ? રાગ-દ્વેષસહિત કોઇ પણ શેયને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો, તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય-અન્ય જ્ઞેય પદાર્થને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે, ત્યાં નિર્વિકલ્પદશા જાણવી.
કોઇ એમ કહે કે છદ્મસ્થનો ઉપયોગ તો જુદા-જુદા ક્ષેય પદાર્થોમાં પલટાયા કરે, ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેનો ઉત્તર : જેટલો કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય, તેટલો કાળ નિર્વિકલ્પદશા કહી છે.
વિચાર માત્ર રોકાય તો જડપણું પ્રાપ્ત થાય; પણ રાગ-દ્વેષવશ ઉપયોગ પલટાવે, તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રોકાય, તે નિર્વિકલ્પતા. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) વીતરાગભાવ છે, તેટલો મોક્ષમાર્ગ છે. એ વીતરાગભાવ શાથી આવે ? તો કે વ્રત, શીલ આદિથી. એ નિમિત્ત માત્ર છે. એ હોય અને વીતરાગતા ન પણ હોય.
વીતરાગભાવ રાખવો પોતાને આધીન છે. વ્રત, શીલ આદિ શરીરને આધીન છે. વીતરાગભાવ ઉપાદેય છે, વ્રતનિયમ ઉપાદેય નથી. વીતરાગભાવ રાખશે તો મોક્ષ થશે. (બો-૧, પૃ.૧૭૨, આંક ૪૦) વીતરાગભગવાન પાસે આવવું શા માટે ? વીતરાગતા માટે. જન્મમરણ ઘટે, એ માટે ભગવાન પાસે જવાનું છે. ભક્તિ કરે અને ઇચ્છે કે મને ધન મળો, નોકરી મળો, પુત્ર મળો. એવી ઇચ્છા ન કરવી. ભગવાન પાસે માગે તેથી કંઇ મળે નહીં, પુણ્ય હોય તો મળે.
વીતરાગદેવ અલૌકિક છે. ભગવાન પાસે જઇને માગવું, એ અલૌકિક મિથ્યાત્વ છે. તેમની પાસે માગે તેથી મિથ્યાત્વ દૃઢ થાય છે. ભગવાન પાસે જઇને માગવું, તે તીવ્ર લોભ છે. તેથી પાપ બંધાય છે. રોગ આવે ધન ન મળે ત્યારે રોગ મટવા કે ધન મળવા લોકો અંતરાયકર્મની પૂજા ભણાવે છે, તેથી મિથ્યાત્વ દૃઢ થાય છે. ભગવાન પાસે તો વીતરાગતાની માગણી કરવી. (બો-૧, પૃ.૨૮૫, આંક ૩૦)