________________
૧૬૯)
સપુરુષની શોધ કરી, તેનો નિર્ણય તે જ્ઞાની દ્વારા કરી લે છે એટલે જ્ઞાનીએ કહેલું આત્માનું સ્વરૂપ તેને માન્ય થાય છે :
“છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0'' “મૂળમાર્ગમાં કહેલાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મા એ સાત તત્ત્વનું પહેલું તત્ત્વ છે. જીવને કર્મનો સંગ છે તેથી બંધદશામાં છે; તે કર્મનું મૂળ કારણ જીવના અશુદ્ધભાવ અને તેથી પુદ્ગલ-વર્ગણાનું (જડ, સૂક્ષ્મ પરમાણુઓના જથ્થાનું) આવવું થાય છે. તે તે જડ-પુદ્ગલ દ્રવ્ય અજીવ છે. તેવા જ બીજાં આકાશ, કાળ, ધર્મ (ગતિમાં સહાયક), અધર્મ (સ્થિતિમાં સહાયક) અજીવ દ્રવ્યો છે. આમ (૧) પુદ્ગલ (રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દવાળા પદાર્થો), (૨) આકાશ, (૩) કાળ, (૪) ધર્મ અને (૫) અધર્મ - આ પાંચ અજીવ છે. તે બીજું તત્ત્વ છે. જીવના અશુદ્ધભાવ અને તે નિમિત્તે આવતા પરમાણુઓના સમુહને આસ્રવ નામનું ત્રીજું તત્ત્વ કહે છે. તે અશુદ્ધભાવને લઈને આવેલાં પરમાણુ આત્માના પ્રદેશોની સાથે, દૂધ અને પાણીની પેઠે, એકમેક થઈને રહે છે. તેને ચોથું બંધ તત્ત્વ કહે છે.
મૂળમાર્ગ'માં કહેલા ખાસ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં જીવ રહે છે ત્યારે સંવર નામનું પાંચમું તત્ત્વ પ્રાપ્ત થયું એમ કહ્યું છે; તેથી નવાં કર્મ-પરમાણુ આવતાં નથી કે બંધાતાં નથી. સંવરના પ્રભાવે પૂર્વે બાંધેલાં કર્મો પણ આત્માની સાથેનો સંબંધ છોડીને અનુક્રમે ખરી જાય છે. દૂધપાણીને ઉકાળી, પાણી બાળી મૂકીએ તેમ પૂર્વકર્મ ધીમે-ધીમે બળી જાય છે, તેને નિર્જરા નામનું છઠ્ઠું તત્ત્વ કહે છે. બધાં કર્મ છૂટી જાય તેવા ભાવ થયે, આઠે કર્મ આત્માથી છૂટાં પડી જાય અને શુદ્ધ આત્મદશા સદા કાળ રહે, તે અવસ્થાને મોક્ષ નામનું સાતમું તત્ત્વ કહ્યું છે. આ સાત તત્ત્વમાં પુણ્ય અને પાપરૂપે બે તત્ત્વો ઉમેરીને, કોઈ-કોઈ આચાર્યો નવ પદાર્થની સંખ્યા પણ કરે છે. આત્માને જાણવો અને આત્મારૂપે વર્તવું, એ સર્વ તત્ત્વોનો સાર છે; તેથી મોક્ષ-
નિશુદ્ધતા પ્રાપ્ત થાય છે. (બો-૩, પૃ.૧૮૬, આંક ૧૯૦)
કાળ
D આ કાળનું સ્વરૂપ કેવું છે, તે શ્રી મહાવીરસ્વામીએ તેમની હયાતીમાં વર્ણવી બતાવ્યું, તે સાંભળતાં ઘણા તો મુનિ બની, રાતદિવસ ધર્મધ્યાનમાં લાગી ગયા; કેટલાક તેવી શક્તિવાળા ન હતા, તે નિયમિત, અમુક પોતાના અવકાશ પ્રમાણે ધર્મ આરાધી શકાય, તેવા મર્યાદાધર્મને આરાધવા લાગ્યા. બધાનો લક્ષ એવો હતો કે એવા હડહડતા કળિકાળમાં આપણો જન્મ ન થાય. જે વાત સાંભળતાં ત્રાસ છૂટે, તેવા પ્રસંગોમાં આપણા રાતદિવસ જાય છે, છતાં ત્રાસ છૂટતો નથી, છૂટવાની ભાવના જાગતી