________________
(૨૬૧) I પરમકૃપાળુદેવ ઉપર જેને ગુરુભાવ હોય તે ભાઈ કે બાઈ આપણા ધર્મભાઈ કે ધર્મભગિની છે. તેમની
સાથે વાંચન, પત્રવ્યવહાર ધર્મ અર્થે કરવાથી લાભ જ હોય. ભાઈ તરીકેનો મોહ કે પત્ની તરીકેનો મોહ ઓછો કરી, તે પરમકૃપાળુદેવને માને છે તેથી તેનાં ધનભાગ્ય છે, મારે માનવા યોગ્ય છે. પરમકૃપાળુદેવ તેના મારફતે મારું કલ્યાણ સૂઝાડશે એવા ભાવે વર્તવાથી ધર્મની વૃદ્ધિ થાય. આ લક્ષમાં રાખી ધર્મકર્મમાં એવી પ્રવૃત્તિ કરશો કે જેથી આખરે છુટાય. છૂટવા માટે જીવવું છે એ ધ્યેય, નિશાન દ્ધયમાં રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૬૯૭, આંક ૮૩૬). 0 ધર્મ એ શાંતિનું કારણ છે. સર્વને શાંતિ પ્રાપ્ત થાઓ એવી ભાવના અને બનતું વર્તન રાખવું ઘટે છેજી.
તેથી બીજાને પણ કોઇ વખતે ધર્મપ્રાપ્તિનું કારણ બનવા યોગ્ય છેજી. ધર્મને કારણે ક્લેશ કરવો નથી પણ સમજાવીને, સન્માર્ગે દોરીને ધર્મ કરવો તથા કરાવવો ઘટે છેજી. પોતાનું આથી હિત થશે એમ જેને Æયમાં બેસે, તેને વગર કહ્યું હિત કે સુખનું કારણ ગમે છે, અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. માટે આચરણ કરતાં સમજણ ઉપર ધર્મમાં વધારે ભાર મુકાય છેજી.
(બો-૩, પૃ.૭૮૬, આંક ૧૦૦૨). D ધર્મ વસ્તુ ભાગ્યશાળીને જ ગમે છે. પૂર્વના સંસ્કાર હોય તેને ગમે. દુઃખમાં વધારે લાભ થાય છે. દુઃખ આવે ત્યારે ધર્મ સાંભરે, સ્મરણમાં ચિત્ત રહે. અત્યારે દેહ છૂટે તો જીવ શું લઈ જાય? કંઈક ભક્તિ કરી હોય, વાંચન-વિચાર કર્યા હોય, તે સાથે આવે. પૈસાટકા કંઈ સાથે ન આવે. ધર્મના ભાવ કરેલા, સાથે આવશે. મનુષ્યભવમાં ખાઇએ, લહેર કરીએ, એવું ન કરવું. ધર્મથી આત્માનું હિત થાય છે. જેમ જેમ ધર્મની ગરજ જાગશે, તેમ તેમ ધર્મ વધારે સમજાશે. જીવને સત્સંગની ખામી છે. જેટલું જીવવું છે, તેટલું સારું જીવવું છે. તે માટે મને સત્સંગ થાય તો સારું, એવી ગરજ રાખવી. (બો-૧, પૃ.૧૩૦, આંક ૧૧) જે આપણી વાત માને તેવા ન હોય, તેમને ધર્મની વાત કરવા જતાં પણ વિક્ષેપનું કારણ બને છે તે લક્ષ રાખી, બને ત્યાં સુધી ધર્મની બાબતમાં ઓછું બોલવાનું થાય તેમ રાખી, આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવા પુરુષની બને તેટલી આજ્ઞાનું આરાધન કરતા રહેવાની જરૂર છેજી. (બી-૩, પૃ.૩૪૯, આંક ૩૫૧) T કંઈક પૂર્વના સંસ્કાર હોય તો ધર્મની ગરજ જાગે છે; નહીં તો તે વાત ગમતી પણ નથી. જેને ધર્મની જિજ્ઞાસા જાગી છે, તેણે સત્સંગ, સન્શાસ્ત્ર અને સદાચારથી તે પોષવી ઘટે છેજી. વારંવાર વરસાદ થાય ત્યારે પાક થાય છે, તેમ ઉપર જણાવેલા પુરુષાર્થથી ધર્મજિજ્ઞાસા પુષ્ટ બને છે
અને સફળ થાય છે. (બી-૩, પૃ.૧૮, આંક ૭૧૭) T કાલે શું થશે તેની આપણને ખબર નથી, માટે જે જે ક્ષણ મનુષ્યભવની જીવવાની મળે છે તે રત્નચિંતામણિતુલ્ય ગણી જ્ઞાનીની આજ્ઞામાં ગાળવાનો દ્રઢ નિશ્ચય કરવો ઘટે છે તથા દેહ-મોહ વિસારી ધર્મપ્રેમમાં ચિત્ત ચોંટાડવું ઘટે છેજી.