________________
(૨૪૭) T આપણે વૈરાગ્ય-ઉપશમનું બળ વધારી, સદ્ગુરુના શરણે, તેની આજ્ઞા પ્રાપ્ત કરી, આત્મ-ઓળખાણ
કરવાનું છેજ. 3TTU ધમાં બાપ તવી' એમ આચારાંગસૂત્રમાં પાઠ છે. જ્ઞાનીની આજ્ઞા જીવને પ્રાપ્ત થઈ નથી અથવા તેણે રૂડી રીતે આજ્ઞા ઉઠાવી નથી, નહીં તો જન્મમરણ કરવાનાં રહે નહીં. સપુરુષની શ્રદ્ધા એટલે આ જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપને પામ્યા છે, તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, જો હું તેમના કહ્યા પ્રમાણે વર્તે તો અવશ્ય મોક્ષ થાય, એવી આત્મજ્ઞાની ગુરુ પ્રત્યે પ્રતીતિ થાય, તેને બીજરૂચિ સમ્યકત્વ કહે છે. તત્ત્વાર્થ શ્રદ્ધાનું તે બીજ છે. એવા પુરુષનો યોગ થયે, તેવી શ્રદ્ધા થયે, જીવ દેહાદિ પદાર્થો પ્રત્યેનું માહાસ્ય ભૂલી, આત્મપ્રાપ્તિ માટે તેની આજ્ઞાએ પુરુષાર્થ કરે તો પરમાર્થ સમ્યક્ત્વ કે આત્મપ્રાપ્તિરૂપ શુદ્ધ સમ્યક્ત્વની તેને પ્રાપ્તિ થાય છે; કારણ કે જેના ચરણને તે ઉપાસે છે, તેની દશાને, તે ભક્તિના ફળરૂપે પામે છે. જો પુરુષ પર જીવને પ્રતીતિ આવે તો તેની આજ્ઞા શી છે ? મને ક્યારે પ્રાપ્ત થાય ? તે શું કરવાથી સફળ થાય ? એમ મુમુક્ષુ જીવ વિચારે છે, તેનો પુરુષાર્થ કરવામાં વીર્ય ફોરવે છે. બીજાં તેને વિઘ્ન કરનારાં કારણો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી, તેને ગૌણ કરી આ ભવમાં પુરુષની આજ્ઞા માટે દેહ ગાળવો છે, એવો દ્રઢ નિશ્ચય કરે છે. પુરુષ પ્રત્યે પ્રેમ વધે તેવાં નિમિત્તો સત્સંગ આદિની ઉપાસના કરે છે, અને એટલો બળવાન થાય છે કે ‘ાર્થ સાધવમિ વા ૪ પતિયા - કાર્ય સાધતાં દેહ પડી જાય તો ભલે, પણ આ ભવમાં સમ્યક્દર્શન અવશ્ય પ્રગટ કરવું છે, એટલી તૈયારી તે મુમુક્ષુને હોય તો પુરુષની આજ્ઞા ઉઠાવવામાં ઢીલ ન થાય, સફળતા મેળવે. (બો-૩, પૃ.૧૪૭, આંક ૧૪૭) જેનું ચિત્ત સત્સંગ-સન્શાસ્ત્રના યોગે સંસારના ભાવોથી પલટો ખાઈ, સદ્ગુરુશરણમાં કર્યું, જગત ઝેર જેવું જેના ચિત્તને લાગ્યું હોય, તે ઝાઝો વખત સંસારમાં રહી શકે નહીં; થોડા ભવે (પંદર તો વધારેમાં વધારે) તેને મોક્ષની સર્વ સામગ્રી પ્રાપ્ત થાય, એમ અનેક પુરુષોએ સ્વીકાર્યું છેજી. તેવી દશા આવ્યા પહેલાં, આપણે માટે પંદર ભવ માની લઇએ, તે ભૂલ સમજાય છે. સંસાર પ્રત્યેથી ઉદાસીનતા વધારતા જઈ, પોતાના દોષો દેખાય તેમ તેમ ટાળવા કટિબદ્ધ થવાની જરૂર છેજી, સંસાર નહીં જ ગમે એવી દશા આવ્ય, સંસાર વધે તેવાં કર્મ નહીં બંધાય, એ ચોક્કસ છે. હાલ તો પરમકૃપાળુદેવનાં વચનને આધારે વૈરાગ્ય-ઉપશમ વધારો, એવી ભલામણ છે. કોઈ પણ પ્રકારનો પોતાના સંબંધી માન્યતારૂપ અહંકાર કરવો પડી મૂકી, હું તો પામર છું.' એમ ધારો. પરમકૃપાળુદેવ ઉપરનો વિશ્વાસ દૃઢ કરો. આટલા સુધી તેની કૃપાથી અવાયું છે, તો નિરાશ થવા જેવું નથી; પણ અહંકાર સૂક્ષ્મપણે પણ ન પોષાય, તેવી કાળજી રાખી બોલવું, વર્તવું ઘટે છેજી. (બી-૩, પૃ.૭૧૮, આંક ૮૭૨) D ગમે તેવા સંયોગોમાં પણ સદૂગુરુશરણ દયમાં રહે, તેવા અભ્યાસની આ ભવમાં કમાણી કરી લેવી ઘટે
છેજી, સદ્ગુરુ કરતાં કોઈ પણ બાબત પ્રત્યે વિશેષ પ્રેમ ન થાય, એટલું થાય તો કશાની ફિકર-ચિંતા ન રહે. તેનો માર્ગ, અલ્પ પણ કાર્ય કરતાં તેના ઉપકારની કે આજ્ઞાની સ્મૃતિ કરી, આત્મા પ્રત્યે વૃત્તિ વાળવી, એ છે.