________________
(૨૪)
દેહ તે જ હું, દેહના સંબંધી તે મારા સંબંધી, દેહ રોગી થાય ત્યારે હું માંદો છું અને જે દેહની ક્રિયા થાય તે મારી જ ક્રિયા થાય છે – એને જ જ્ઞાની પુરુષોએ ખરું મિથ્યાત્વ કહ્યું છે. હવે જો સમકિત કરવું હોય તો એથી ઊલટો પાઠ ભણાય કે હું તો આત્મા છું, દેહ નહીં; દેહના સંબંધી, તે મારાં નહીં; દેહના રોગથી મને રોગ નથી; દેહ સડે, પડે કે નાશ થાય, તેથી મારો નાશ થવાનો નથી. એવો અભ્યાસ જ્યારે એકતાન થઈને સમયે-સમયે કરે ત્યારે સમકિત થાય. પ્રબળ પુરુષાર્થ કર્યા વિના અને જગત પ્રત્યેથી પ્રેમ છોડ્યા વિના, એ અભ્યાસ ટકવો મુશ્કેલ છે. એવો જે વિવેક, તે માત્ર મનુષ્યદેહમાં જ થાય છે. બીજા કોઈ દેહમાં એવી ભેદબુદ્ધિ કરવાનો વિવેક આવતો નથી. માટે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી એ વિવેકરૂપી ભેદજ્ઞાન કરી લેવાય તો પછી પસ્તાવું ન પડે. (બો-૧, પૃ.૩૫, આંક ૫) | તમે સમ્યક્દર્શન અને ભેદજ્ઞાનને એકરૂપે જણાવ્યું છે, તે એક રીતે ઠીક છે, પરંતુ –
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦.
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ0 એમાં સદ્ગુરુના ઉપદેશથી, તેમણે જણાવ્યો છે તેવો ઉપયોગસ્વરૂપ, અવિનાશી એવો હું આત્મા છું, એમ વારંવાર વૃત્તિમાં લાવી અભ્યાસ કરે, તેનું નામ પણ ભેદજ્ઞાન કહ્યું છે અને તેનું ફળ સમ્યક્ત્વ પણ કહેલું છે; એટલે સમ્યક્દર્શનને અર્થે જ્ઞાનીએ કરેલી આજ્ઞા આત્મામાં પરિણામ પામે તેવો અંતરંગ પુરુષાર્થ, તે ભેદજ્ઞાનનો અભ્યાસ કહેવાય છે. તેનું ફળ ખાસ જ્ઞાન અને સમ્યકજ્ઞાન બંને સાથે પ્રગટે છે - જેમ બળદને બંને શિંગડાં સાથે ફૂટે તેમ. આપે દ્રષ્ટિ ફેરવવાનો ઉપાય પૂછયો છે, તે એ જ છે. અતિ તીવ્ર વૈરાગ્યસહ, તે આત્મભાવના કર્તવ્ય છેજી. કોઈક જીવ કરેડિયા કરી આગળ આવી જાય છે, એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. હવે ઢીલા પડવું નહીં, પણ વૃદ્ધમાંથી યુવાન થવું, શરીરબળની તેમાં જરૂર નથી, ઝૂરણાની જરૂર છે. સંસાર ઝેર જેવો લાગે તેવો વૈરાગ્ય અને સદ્ગના આત્માની ચેષ્ટા પ્રત્યે વૃત્તિ નિરંતર વહે તે પુરુષાર્થ; ટૂંકામાં, જગતનું વિસ્મરણ અને સપુરુષના ચરણમાં વૃત્તિની લીનતા કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૨૯, આંક ૮૯૦) D પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું : ‘અભવ્ય જીવને અગિયાર અંગ ભણ્યા છતાં સમકિત નથી તે આમ
સમજવું: દુઃખ આદિ પ્રસંગે જોનાર તે હું છું, કર્મફળરૂપ દુઃખ તો શરીરમાં છે – એમ ભેદજ્ઞાન સરુ દ્વારા ન થયું, તેથી અગિયાર અંગનો અભ્યાસ નિષ્ફળ થયો. દુઃખાદિ વખતે દેખનાર જુદો રહે તો સમકિત છે.'' (ઉપદેશામૃત પૃ.૩૩૯) આ વાત વારંવાર વિચારી, દેહથી ભિન્ન આત્મા પરમકૃપાળુદેવે જોયો છે તે મારે માનવો છે; આ વાત ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે, અભ્યાસ કરવા યોગ્ય છે, પકડ કરવા યોગ્ય છે. - (બો-૩, પૃ.૭૪૧, આંક ૯૬૨), D પ્રશ્ન : ભેદનો ભેદ એટલે શું? પૂજ્યશ્રી : ભેદનો ભેદ તો આ બધું ભિન્ન-ભિન્ન દેખાય છે, તે આત્મારૂપે જુએ, તો ભેદનો ભેદ કહેવાય. (બો-૧, પૃ. ૨૩૯, આંક ૧૨૭)