________________
(૨૪૪) T બને તો આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરી, તેનો એકાંતમાં વિચાર કરતા રહેવા ભલામણ છેજી, એમાં
જણાવેલ છે પદમાં જે નિઃશંક થાય છે, તેને જરૂર સમ્યક્દર્શન થાય છે, તે સાચી પ્રતીતિ છે જી. (બો-૩, પૃ.૧૫૩, આંક ૧૫૪). D જે સમીપમુક્તિગામી છે, તેને છ પદની શ્રદ્ધા છે. સમ્યક્ત્વ લાવવું પડશે. એમાં કંઈ આપવાનું નથી,
માન્યતા કરવાની છે. આત્મા સિવાય ક્યાંય દૃષ્ટિ રાખવા જેવી નથી. કર્મ પ્રત્યેથી વૃત્તિ અટકાવી, ધર્મ પ્રત્યે વૃત્તિ કરવી. એટલું કરવાનું છે, તો ધર્માત્મા થઇ જાય. સમીપમુક્તિગામી થાય તો મોક્ષ જીવની નજીક આવે. પગ મૂકતાં પાપ છે, તેને બદલે પગ મૂકતાં અમૃત થાય. દ્રષ્ટિ ન ફરે તો સમ્યક્ત્વ શાનું? દેહદ્રષ્ટિ છૂટી આત્મદ્રષ્ટિ થાય તો સમ્યકત્વ કહેવાય. સમકિતીને જડ અને ચેતન સેળભેળ ન થઇ જાય. વચ્ચે વજની ભીંત પડી છે, તેથી આ બાજુનું આ બાજુ અને પેલી બાજુનું પેલી બાજુ થઈ જાય. (બો-૧, પૃ.૨૪૦, આંક ૧૩૦) અનુભવ અર્થે જ જ્ઞાની પુરુષોએ ધર્મ પ્રરૂપ્યો છે. માંદો માણસ ઇચ્છે કે “હવે રોગ મટવો જોઇએ' તો વૈઘ શું કહે ? દવા લેશો અને તે જેમ જેમ તેની અસર રોગ ઉપર કરશે તેમ તેમ આરોગ્યતા વધતી જશે; પણ પથ્ય, દવા નિયમિત લીધા કરવી પડશે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેલ્લે કહ્યું છે :
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.' સદ્દગુરુ વૈધે પોતે અનુભવેલી, ખરેખરી ફાયદો કરે તેવી દવા “વિચાર કરવારૂપ ધ્યાન''ની બતાવી છે. “કર વિચાર તો પામ.” સાથે પથ્ય પણ બતાવ્યું કે સદ્ગુરુએ કરેલા બોધને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે, તો આત્મભ્રાંતિરૂપી મહારોગ મટે અને સમ્યફદર્શનરૂપ નેત્ર ઊઘડે, તો સર્વજ્ઞ ભગવાને કહેલું યથાર્થ સમજાય. છે પદના પત્રમાં પણ અનુભવ થવા અર્થે લખ્યું છે : ““અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ (હું સ્ત્રી છું, પુરુષ છું, બ્રાહ્મણ છું, વાણિયો છું, ગરીબ છું, ધનવાન છું આદિ), મમત્વભાવ (મારો દેહ છે, સગાં છે, ધન છે, ઘરેણાં છે, કપડાં છે, ઘર છે, વેપાર છે આદિ) તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે.'' (૪૯૩) આથી વધારે જ્ઞાની પુરુષ શું કહે ? જીવ પોતાની કલ્પનાઓ મૂકીને “જ્ઞાનીએ કહ્યું છે તે સત્ય છે, જરૂર મારે તે જ માનવું છે, નથી મનાતું તે મારો દોષ છે.' એમ માની, વારંવાર જ્ઞાનીપુરુષનાં વચનો વિચારવાથી, “તે સાચાં છે.' એમ ભાસ્યા વિના નહીં રહે. આત્મા, આંખ આદિ ઇન્દ્રિયોથી દેખાય તેમ નથી, માટે તેવી જોવાની કલ્પના મૂકી દઈ, જ્ઞાનીએ જેવો જામ્યો છે તેવો આત્મા મારે