________________
(૨૨૮)
આવો યોગ, આત્મહિત સાધવાનો, વારંવાર બીજા ભવમાં પણ મળવો મુશ્કેલ છે એમ વિચારી, આ જ ભવમાં પરમપુરુષને શરણે બને તેટલું આત્મહિત સાધી લેવાનો નિર્ણય કરી, સમાધિમરણને અર્થે સપુરુષાર્થ કર્તવ્ય છે.
ભજવા પરમકૃપાળુને, સહજ સુખે ભરપૂર; એ આદર્શ ઉપાસવા, બન તન્મય, હે શૂર !
(બી-૩, પૃ.૬૭૫, આંક ૮૦૯) 0 જેટલી આપણી યોગ્યતા-પાત્રતા હશે તેટલો આપણને લાભ થશે. “વાતો કર્યો વડાં નહીં થાય, ઘૂંકે પૂડા ન થાય.” તેલ જોઈએ; તેમ જીવમાં મહાપુરુષો પ્રત્યે અચળ પ્રેમ અને સભ્યપ્રતીતિ આવશે, ત્યારે જીવનું હિત થશે. સાચા ભાવથી જ્ઞાની પુરુષે કહેલા માર્ગે ચાલીશું તો મોક્ષ વિશેષ દૂર નથી, પણ તેનું કહેલું કરવું ન હોય અને જગતના તુચ્છ સુખોનો જ ભિખારી હોય, તે આગળ વધી શકે નહીં. વિષય એટલે પાંચ ઇન્દ્રિયોની મીઠાશ અને પરિગ્રહ એટલે ધન, અલંકાર, સગાં, આદિની મમતા. તે અર્થે દેહ ધર્યો નથી. આમ પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જીવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને પુરુષનાં વચનો સમજાય, અને
સમજાય તેટલું થોડું-થોડું અમલમાં, આચરણમાં મુકાય. (બો-૩, પૃ.૪૯૬, આંક ૮૩૬) | આત્મહિતને ઇચ્છનાર સરળભાવી, ભદ્ર-પરિણામી જીવે મનમાં એવી ગાંઠ વાળી દેવા યોગ્ય છે કે
આટલો ભવ તો આ પરમપુરુષની ઉપાસના કરવા દે. ભલે લોકો નિંદે, ભલે ભીખ માગવી પડે, ભલે વ્યાધિ-પીડા આવી પડે, ભલે મરણતુલ્ય સંકટ આવી પડે, પણ જો આત્માનું હિત જરૂર થાય એવું મનમાં લાગ્યું છે, તો તે માર્ગ અર્થે આટલો ભવ તો ગાળી નાખું. બહારની અનુકૂળતાઓ, સત્સંગ, પુસ્તક આદિ સાધનો મળો કે ન મળો, પણ મન તો મારું એ પરમપુરુષની આજ્ઞામાં, સ્મરણમાં, ભક્તિ-ભજનમાં સર્વ શક્તિએ રાખીશ. આવો દ્રઢ નિશ્વય કરી થોડા માસ વર્તાય તો ચિત્ત ચંચળતા તજી, સ્થિરતા ભજવા લાગે એમ સંભવ છે. (બી-૩, પૃ.૩૩૯, આંક ૩૪૨) D પૂ. ..ને જગતની ચિંતાઓ તજી એક આત્મહિતના વિચારો તથા સત્પરુષનાં વચનો વાંચવા, વિચારવા તથા મુખપાઠ કરી, ફેરવતા રહેવા ભલામણ છેજી. છૂટવા માટે જ જીવવું છે, બંધનાં કારણોમાં આનંદ માનવો નથી અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેમ
અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં.” (૧૦૮) એ માન્યતા દૃઢ કરી, સંસારને પૂંઠ દઇ, એક આત્મહિતમાં જ સુખની માન્યતા થાય તેમ વર્તવા વિનંતી છેજી.
જ્યાં સુધી યુવાવસ્થા છે, જ્યાં સુધી રોગ આદિનો ઉપદ્રવ નડતો નથી, બધી ઇન્દ્રિયો કામ આપે છે, ત્યાં સુધી પ્રમાદ તજી, આત્મહિતમાં વિશેષ કાળ ગાળવાનો વિચાર કરશો તો થઈ શકશે. પછી જ્યારે રોગ આવી પડે, ઇન્દ્રિયો બગડે, ઉપાધિ વધે અને વૃદ્ધાવસ્થા કે મરણ નજીક આવે ત્યારે કંઈ બનશે નહીં. માટે પહેલેથી ચેતતા રહે તેને પાછળ પસ્તાવો કરવો ન પડે, અને સમાધિભાવમાં દેહ છૂટે. સત્સંગનો જોગ ન હોય તો સક્શાસ્ત્રમાં મનને રોકવા, ભક્તિ આદિ વડે પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ રાખવા, ફરી ભલામણ કરું છુંજી. (બી-૩, પૃ.૬૭૩, આંક ૮૮૭)