________________
(૨ ૨૭ તે પલટાવી નાખી દેહનું ગમે તેમ થાઓ, કુટુંબનું ગમે તેમ થાઓ, મનને ગમો કે નહીં, લોકો નિંદો કે વખાણો પણ મારા આત્માને અહિત થાય, આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય કે ભૂંડી ગતિમાં જવું પડે તેવા ભાવ થતા હોય તો મારે જરૂર અટકાવવા છે અને જ્ઞાનીએ કહેલે રસ્તે મારા ભાવ રાખી, મારે આ ભવમાં તો મારા આત્માની દયા પાળી, તેને ખરેખર સુખી કરવો છે. જ્ઞાની જેવા અંતરમાં શાંત, પરમ સુખી છે, તેવા સુખવાળો મારો આત્મા પરમ શાંત થાય તેવા ઉપાયો, ગમે તેટલી અડચણો, નિંદા કે કષ્ટો વેઠીને પણ કરવા છે. પછી લખચોરાસીમાં ભટકતાં કંઈ બને એવું નથી, માત્ર આટલા જ ભવમાં તે ઉપાયો લઈ શકાય એમ છે; તેમાંય જેટલાં વર્ષો ગયાં તે તો વ્યર્થ વહી ગયાં, જેટલું મૂઠી ફાકી જીવવાનું બાકી હોય તેટલામાં કંઈ ને કંઈ સત્ય ધર્મનું આરાધન, એવા બળથી આંખો મીંચીને કરી લઉં કે ધર્મ-આરાધન ન થાય તેવા હલકા ભવમાં જવું ન જ પડે. જો જ્ઞાનીપુરુષના વૃઢ નિશ્ચયે, તેને આશ્રય આ દેહ છૂટે તો જરૂર વહેલોમોડો મોક્ષ થયા વિના ન રહે, એવો સન્માર્ગ પૂર્વના પુણ્યને લઇને આપણને મળ્યો છે, તો જેટલી કચાશ રાખીશું તેટલું આખરે પસ્તાવું પડશે. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. (બી-૩, પૃ.૨૭૨, આંક ૨૬૫) આ સંસાર ઠગારા પાટણ સમાન છે. કંઈ કમાણી કરેલી હોય તે ઠગી લઈ, જીવને નિર્બળ બનાવી, લખચોરાસીના ફેરામાં ધકેલી દે, તેવું સંસારનું સ્વરૂપ વિચારી, આત્મહિતમાં અપ્રમત્ત રહેવા ભલામણ છે. જ્ઞાની પુરુષની આજ્ઞા, તેની ભક્તિ, તેનાં વચનામૃતના વિચાર અને અનુભવરૂપ પુરુષાર્થ સતત કર્તવ્ય
છેજી. (બો-૩, પૃ.૭૪૪, આંક ૯૧૮) D આપની પરમાર્થ સંબંધી ભાવના, આત્મહિત અર્થે વાંચી, તે પ્રત્યે અનુમોદનની લાગણી થઈ છેજી
જે પુરુષને આત્મજ્ઞાની ગુરુનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિ, આજ્ઞાપ્રાપ્તિરૂપ મહાભાગ્યનો લાભ આ ભવમાં થયો છે, તેણે નાશવંત, અસાર અને કર્મબંધકારી અને નિંદવાયોગ્ય અહિત પ્રવર્તનથી ભાવ ઉઠાવી, આત્મહિતકારી, શાશ્વત, પ્રશસ્ત, કર્મક્ષયકારી, જ્ઞાનીએ કહેલી પ્રવૃત્તિ આદરવા યોગ્ય છેજી. કુસંગથી અનંતકાળ પરિભ્રમણ અને અનંત દુઃખ પ્રાપ્ત કરી, પોતે પોતાનો શત્રુ બની પ્રવર્તી રહ્યો છે. હવે પરમપુરુષનાં વચનનાં વાંચન, વિચાર અને આશયમાં વૃત્તિ વાળી, બાળબુદ્ધિ ટાળી, એક આત્મહિતના ભૂલ વગરના માર્ગે જીવન વ્યતીત કરવા યોગ્ય છેજી. સમાધિમરણ જે રાહથી પ્રાપ્ત થાય, તેમાં વિશેષ શ્રમ વેઠી, આ ઉત્તમ નરભવ સફળ કરવા યોગ્ય છેજી, આવો યોગ ફરી-ફરી મળનાર નથીજી. (બો-૩, પૃ.૪૮૯, આંક પ૨૩) “આત્માથી સૌ હીન.'' એ વાક્ય વિચારી, બીજી બાબતોમાં ભટકતા ચિત્તને ઠપકો દઈ, વારંવાર પાછું વાળી, પરમકૃપાળુદેવનાં અચિંત્ય, અદ્ભુત સ્વરૂપમાં, સ્મરણમાં, ભક્તિમાં કે વાંચન-વિચાર આદિ સ્વાધ્યાયમાં જોડવું હિતકારી છે.