________________
(૨૩૫ પરહિત એ જ નિજહિત સમજવું.” (૮) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પણ આત્મહિત ચૂક્યા વિના કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૭૭૪, આંક ૯૯૦) D ગમે તેમ થાય તો પણ પરમકૃપાળુદેવનાં વચનામૃત વાંચવા-વિચારવાનો અને કષાયનો અંત આણવાનો નિશ્ચય કર્તવ્ય છેજી. જેટલી આમાં ઢીલ થાય છે, તેટલી આત્મહિતમાં હાનિ થાય છે.
(બો-૩, પૃ.૭૨૯, આંક ૮૮૯) I એક પુરાણી દંતકથા સ્મૃતિમાં આવવાથી લખું છું. તે વિષે સર્વ, વિચાર કરીને, પોતાનાથી બને તેટલું પોતાનું હિત કરવા ચૂકશો નહીં. એક રાજા હતો. તેણે પોતાની રાજધાનીમાં રહેતા અમીર ઉમરાવોને કોઈ ઉત્સવના પ્રસંગે જમવા આમંત્રણ આપ્યું. પરંતુ તેમને ડર લાગ્યો કે રાજાના આમંત્રણમાં જઇશું તો તે કોઈ કીમતી વસ્તુ માગશે તો આપવી પડશે એમ વિચારી, દરેકે કંઈ ને કંઈ બહાનું કાઢી પરગામ જવાનું નક્કી કર્યું. રાજાએ રસોઈ તથા વરઘોડાની તૈયારી કરાવી, છતાં કોઈ અમીર ઉમરાવ કે તેમના પરિવારમાંથી જણાયા નહીં. તેથી નગરજનોને રાજાએ કહેવડાવ્યું કે બધા સામાન્ય માણસોને વરઘોડામાં આવવાનું તેમ જ રાજાને ત્યાં જમવાનું આમંત્રણ છે, તેથી લોકો રાજી થઈ વરઘોડામાં જવા લાગ્યા. પરંતુ કેટલાક લોકો ફાટેલાં અને કાળાં કપડાં પહેરી આવ્યા હતા, તેમને વરઘોડાની શોભા બગાડનારા છે એમ જાણી, રાજાએ કેદમાં પૂર્યા. બીજા બધાને જમાડી, વિદાય કર્યા. આ સાદી દંતકથામાં જણાવ્યા પ્રમાણે ઉમરાવો ન આવ્યા તો બીજા બધાને ઉત્તમ જમણનો લાભ મળ્યો; તેમ પૂર્વના પુણ્યને લઈને જેમને વિશેષ લક્ષ્મી મળી છે, તેવા મોટા શેઠિયા ધામણ રાજમંદિરના કામમાં ભાગ ન લે તો સામાન્ય ત્યાંના રહેનારને ઉત્તમ જમણની પેઠે તેમને માટે કરેલી રસોઈ આરોગવાનો લાભ મળી ગયો છે એમ જાણી, પોતાની પાસે જે સારાં કપડાંરૂપ યથાશક્તિ સામગ્રી હોય, તે ધારણ કરીને વરઘોડામાં જવું અને એ મહાકલ્યાણકારી પુણ્યનાં કામમાં બને તેટલો ટેકો કરવો. તેથી મોટા માણસોને મળવાનો લાભ, આપણને અનાયાસે મળી જશે; પણ મેલાં કપડાં પહેરીને જનારથી રાજા નાખુશ થયા અને તેમને કેદમાં પૂ, તેમ તે કામ કરતાં મન મેલાં રાખનારને હાનિ થવાનો સંભવ છે એમ જાણી, ઉજ્વળ અંતઃકરણે છે. કામ કરવા લાગશો તો શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના મંદિરનું ઉત્તમ પુણ્યદાયક કામ કરવાને સદ્ભાગી થશો. ફરી-ફરી આવાં કામ થતાં નથી અને જ્યાં સુધી તેમાં ભક્તિ કરનારા લાભ લેશે, ત્યાં સુધી તેમાં મદદ કરનારને પુણ્યનો હિસ્સો મળ્યા કરશે. આવા સત્કાર્યમાં પોતાના ઘરનાં કામ કરતાં વધારે કાળજી રાખવી ઘટે છેજ. કાવિઠામાં કાળજી રાખીને કામ કરનાર મુમુક્ષુઓએ કેવું પ્રભાવનાયોગ્ય દેરાસર કરાવ્યું, તે દરેકની નજર આગળ ખડું છે. માત્ર સંપ અને સાચા દિલની લાગણીથી કામ કરનારને, પોતાનું અને ઘણા જીવોનું હિત થાય, તેવું કામ સભાગ્યે મળી આવ્યું છે, તે આપણા જીવતા કરી લેવું; એવો ઉત્સાહ દરેક મુમુક્ષુના મનમાં વસતાં, એ કામ તો રમતમાં થઈ જવા જેવું છેજી. પરમાર્થના કામમાં મન પાછું પડે, તે પોતાના હિતમાં હાનિ કરવાતુલ્ય છે એમ સમજી, આવેલા અવસરનો પૂરેપૂરો લાભ લઈ લેવા આગળ થવું, તત્પર થવું. આમાં કોઈને કહેવું ન પડે તેમ પોતાનું