________________
(૨૧૪) T સત્સંગના જોગનો વિયોગ રહેતો હોય તેવા પ્રસંગમાં સપુરુષનાં વચન, તે પુરુષના ઉપકારની સ્મૃતિ
તથા પોતાના વિચારનું બળ તથા વૈરાગ્ય-ઉપશમ આદિ વડે થયેલી પોતાની દશા માત્ર બચાવનાર છેજી, તે આધાર પ્રત્યે વારંવાર ચિત્ત દેતા રહેવાની ભલામણ છેજી. તેમાં જેટલી ખામી પ્રમાદ, વિષય-કષાય કે દેહાધ્યાસથી થાય છે, તેટલું કલ્યાણનું દૂર થવું થાય છેજી. થાળીમાં ઉત્તમ પકવાન પીરસ્યાં હોય છતાં “હાથ ન માંડે ઘેલોજી.'' તેમ આવી ઉત્તમ સામગ્રી કલ્યાણ કરવાની પરમકૃપાળુદેવની કૃપાથી પ્રાપ્ત થઈ છે, તેનો જો લાભ ન લેવાય તો આપણા જેવા મુખે કોઈ ન ગણાય. કાંકરે-કાંકરે પાળ બંધાય છે, ટીપે-ટીપે સરોવર ભરાય છે; તેમ યથાશક્તિ થોડે-થોડે જગતભાવો ભૂલી સપુરુષ પ્રત્યે, તેનાં અમૃતતુલ્ય વચનો પ્રત્યે, તેના આશય પ્રત્યે પ્રીતિ-ભક્તિ વધતી જાય અને સમ્યક્દર્શન પ્રાપ્ત કરી આ ભવ સફળ કરી લેવાનું કાર્ય વારંવાર સાંભર્યા કરે તો જીવની પ્રગતિ જરૂર થયા વિના ન રહે. જેમ ધન-સંચય કરવા જે ધારે છે, તે પાઈ-પાઈનો હિસાબ રાખે છે, અને થોડું-થોડે તેમાં વૃદ્ધિ થયા કરે તેવો ઉદ્યમ જારી (ચાલુ) રાખે છે; તેમ ધર્મરૂપી ધન કમાવા માટે જ આ મનુષ્યભવ છે એમ જેનું સ્ક્રય દ્રઢ થયું છે, તે પણ પળેપળનો હિસાબ રાખે છે અને બચતી બધી પળો ધર્મધ્યાન અર્થે ગાળે છે. તેને માટે જેમ જેમ વિશેષ અવકાશ અને સામર્થ્ય મળે તેવો ઉદ્યમ, ખોજ, વિચાર કર્યા કરે છે. આ વાત પરમકૃપાળુદેવની ચર્યામાં કેવી પ્રગટ દીવા જેવી જણાઇ આવે તેમ છે ? આપણે બધાએ તેમને જ પગલે-પગલે ચાલી, તેમની દશા પ્રાપ્ત કર્યો છૂટકો છેજી. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” (૨-૪) એ પુષ્પમાળાનું વાક્ય વારંવાર વિચારી, આત્મજાગૃતિ અર્થે પુરુષાર્થમાં પ્રેરાવા યોગ્ય છેજી.
જબ જાગેંગે આતમા, તબ લાગેંગે રંગ.' “જાગ્રત થા, જાગ્રત થા.” ““પ્રમાદ તજી સ્વરૂપને ભજ, આત્મા છે'.” આમ .પૂ. પ્રભુશ્રીજી તત્ત્વજ્ઞાનમાં લખી દેતા, તે વિચારી ભાનમાં આવવું ઘટે છેજી. (બો-૩, પૃ.૨૫૦, આંક ૨૪૪) D જેમણે સાચા પુરુષનું શરણું ગ્રહણ કર્યું છે, તેને વહેલેમોડે આત્મજ્ઞાન થવા યોગ્ય છે. તેનું મુખ્ય સાધન
ભક્તિ છે, સ્મરણ છે, બોધનું શ્રવણ છે. એક પરમકૃપાળુદેવ ઉપર અચળ વિશ્વાસ, શ્રદ્ધા રાખી તેણે જણાવેલા મંત્રનું સ્મરણ કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. મંદવાડને વખતે કે મરણપ્રસંગે, જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી પરમકૃપાળુદેવના ચિત્રપટના દર્શન અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રનું સ્મરણ મનમાં રાખી, એક એ જ પરમપુરુષને શરણે અને તેને આશરે આ દેહ છોડવા યોગ્ય છે; તો અવશ્ય આત્મકલ્યાણ થશે. આટલી વાત Æયમાં કોતરી રાખી, વારંવાર વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૭૫, આંક ૩) D ધર્મધ્યાન થવાનું સાધન, મંત્ર, પરમકૃપાળુદેવની પરમકૃપાથી મળ્યો છે; તે આત્મા મળ્યો છે એમ
જાણી, તેને વીલો મૂકવા યોગ્ય નથીજી. એક-એક બોલના અવલંબને ઘણા ભદ્રિક જીવો તરી ગયા છે; તો આપણે પણ તેવી આત્માની દયા લાવી, નહીં જોઇતી પારકી પંચાતમાં નહીં પડતાં, આત્માને સંભાળવો ઘટે છેજી.