________________
(૨૨૧)
માટે આ નાશવંત દુ:ખની મૂર્તિ જેવા દેહમાં મોહ રાખીને, આત્માને ઘણા કાળ સુધી રિબાવું પડે તેવાં કામમાં, મોહમાં ચિત્ત રાખવા જેવું નથી. આખા લોકમાં ચોરાસી લાખ જીવાયોનિમાં જીવ રઝળ્યો, અનંત દુઃખ ભોગવ્યાં પણ પોતાનો આત્મા, સમીપ, છતાં તેનું ઓળખાણ થયું નહીં, આત્માના સમાધિસુખનું ભાન થયું નહીં, દુર્લભ મનુષ્યદેહ, ઉત્તમ કુળ, સત્સંગ અને સત્સાધન પામ્યાં છતાં,
જીવ પ્રમાદ છોડે નહીં તો કોઈ કાળે કલ્યાણ થાય નહીં. (બો-૩, પૃ.૫૧૦, આંક ૫૫૧) || આ મનુષ્યભવ બહુ દુર્લભ છે. આયુષ્ય અલ્પ અને જીવને વિદ્ગો, કલ્યાણનાં કારણોમાં, ઘણાં આવવા
સંભવ છે માટે પ્રમાદ કર્તવ્ય નથી. લોકો આપણને ધર્માત્મા કહે તેથી કલ્યાણ થવાનું નથી; પણ આપણા આત્માને સાચું શરણ મળ્યું, સત્સાધન મળે અંતરથી શાંતિ પ્રગટે તો જ કલ્યાણ છે. માટે જગતની ચિંતા તજી, આત્માની કાળજી પોતાની શક્તિ પ્રમાણે અહોરાત્ર કર્તવ્ય છેજી. આવો કલ્યાણ કરવાનો લાગ ફરી-ફરી મળવો મુશ્કેલ છે એમ વિચારી, બીજી અડચણો દૂર કરી આત્મહિત સાધવા તત્પર થવું ઘટે છે. (બી-૩, પૃ. પર, આંક ૭૭૦) | ગોશાળાની પેઠે પોતાનાં માનપૂજામાં મહાપુરુષને વિઘ્નરૂપ ગણી, તેમના વધ માટે તૈયાર થઈ જવા
જેવા ભાવ તથા લોભના દૃષ્ટાંતમાં ઇસુ ખ્રિસ્તને તેના શિષ્ય જ લાંચની ખાતર પકડાવી, ક્રોસ ઉપર ચઢાવ્યો હતો. આ બધાં ગમે તેવાં દ્રષ્ટાંતો તો પણ આપણે આપણો વિચાર કરવો કે મને કલ્યાણ કરવામાં શું આડે આવે છે? ક્યો કષાય વધારે નડે છે? તેની મંદતા કેમ થાય? આદિ પ્રશ્નો એકાંતે વિચારી હિત સાધવું. (બી-૩, પૃ.૧૪૪, આંક ૧૪૪) આત્મહિત
૫..૫.પૂ. પ્રભુશ્રીજીનું એક વચન અનેક રીતે વિચારી, આત્મહિતમાં આવવા અર્થે ઉપદેશેલું, તે લખું છું; તે વ્યવહાર, પરમાર્થ બંનેમાં ઉપયોગી છે : “શું કરવા આવ્યો છે? અને શું કરે છે?” તે રોજ વિચારશોજી. (બી-૩, પૃ.૪૨૬, આંક ૪૩૭) D જેમ પૈસાની, કુટુંબની, દેહની અને પોતે ધારેલી બાબતો સફળ કરવા આવે કાળજી રાખી છે અને રાખે
છે, તેવી કાળજી આત્માની, આત્મહિતનાં સાધન માટેની રાખી નથી. તે ભૂલ હવે વારંવાર ન થાય તે અર્થે, “શું કરવા આવ્યો છું? અને શું કરું છું?' તેનો વારંવાર વિચાર કર્તવ્ય છેજી. પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી. પ્રમાદ ઓછો કરવાનો નિશ્ચય કરી, તેની વારંવાર સ્મૃતિ રાખવાથી, પરમાર્થના વિચારનો અવકાશ મળે છે, અને પરમાર્થનો વિચાર થાય તો પરમાર્થમાર્ગમાં પ્રવેશ થાય છે.
આ લક્ષ રાખવા ભલામણ છે). (બી-૩, પૃ.૭૩૧, આંક ૮૯૨) D આપણે આપણું હિત ન ચુકાય, તેમ પ્રવર્તવું ઘટે છેજી. દરરોજનો કાર્યક્રમ તપાસી, મુમુક્ષુજીવે દિવસે-દિવસે આત્મા શાંત થાય, તે ક્રમમાં આવવું ઘટે છેજ. ઉત્તાપનાં કારણો તપાસી, ઓછાં કરવા ઘટે છે. શું કરવા આવ્યો છું અને શું કરું છું એ લક્ષ, બધું કરતાં, ન ચુકાય તેમ હાલ તો પ્રવર્તવું ઘટે છે.