________________
(૨૨)
આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. આ વાત સૌને ચેતવા જેવી છે. (બી-૩, પૃ.૫૮૯, આંક ૬૬૭) D જેને ધર્મની ગરજ જાગી છે, તેનું કલ્યાણ થવા યોગ્ય છે. (બો-૩, પૃ.૫૩૯, આંક ૫૮૯) I પાણી વલોવવાથી જેમ ઘી ન નીકળે કે રેતી પીલવાથી જેમ તેલ ન નીકળે તેમ આ દેહ કે દેહનાં
સગાંસંબંધીઓની ચિંતા કરવાથી આત્મકલ્યાણની ઉત્પત્તિ સંભવતી નથીજી; એમ વિચારી સંસાર ઉપરથી અને સાંસારિક પ્રવૃત્તિ ઉપરથી વૃત્તિ ઉઠાવી લઈ આત્મકલ્યાણને અર્થે પુરુષનો સમાગમ, તેનો બોધ, તેની આજ્ઞાની પ્રાપ્તિ, વ્રતનિયમ આદિ પ્રાપ્ત થાય તેવી ભાવના વિશેષ કર્તવ્ય છેજી. માથે કાળ ભમે છે, તેનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. કાળનો ભરોસો રાખવા યોગ્ય નથી. લીધો કે લેશે થઈ રહ્યું છે. મોટા-મોટા પુરુષો, સનકુમાર ચક્રવર્તી જેવા પણ છ ખંડનું રાજ્ય તજીને ચાલી નીકળ્યા અને આત્મકલ્યાણમાં તત્પર થઈ ગયા તો આત્મસિદ્ધિ સાધી શક્યા; અને બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તી પડ્યા રહ્યા સંસારમાં, તો અધોગતિએ ગયા. આપણને આપણી યોગ્યતા પ્રમાણે, જે આત્મકલ્યાણનું સાધન સદ્ગુરુની અનંત દયાથી પ્રાપ્ત થયું છે, તેમાં લોકલાજ કે પ્રમાદાદિ કારણે ઢીલ કરવી નહીં; તેને લઈ મંડવું; અને જેમ ખોદતાં-ખોદતાં પાતાળુ પાણી નીકળે છે તેમ આત્માની શાંતિ તે વડે, આ ભવમાં પ્રાપ્ત કરી લેવી છે એવો વૃઢ નિશ્ચય કરી, તેને નિરંતર આરાધવો. જેમ ગયા ભવની અત્યારે કંઈ ખબર નથી, તેમ મરણ પછી અત્યારનું કંઈ સાંભરવાનું પણ નથી, બધું ભુલાઈ જવાનું છે, તો તેને માટે આટલી બધી ફિકર-ચિંતા શાને માટે કરવી ? મનુષ્યભવ, ઉત્તમ કુળ, સપુરુષનાં દર્શન, શ્રદ્ધા, સસાધનની પ્રાપ્તિ અને નીરોગી શરીર, ધારે તો પુરુષાર્થ કરી શકે તેવી વેળા પ્રાપ્ત થયા છતાં જીવ જો આત્મકલ્યાણ અત્યારે નહીં કરે તો જ્યારે શરીરમાં વ્યાધિ-પીડા હશે, આંખ-કાનમાં શક્તિ નહીં હોય, શ્વાસ પણ પૂરો લેવાતો નહીં હોય ત્યારે શું બનશે? અથવા એવું-એવુંય નરભવનું ટાણું લૂંટાઈ જતાં, કીડી-મકોડી કે કાગડા-કૂતરાના ભવ મળ્યા પછી શું સાધન જીવ કરવાનો છે? આ કળિકાળ મહા ભયંકર છે, તેમાં કોઈ વિરલા જીવો સપુરુષનાં વચનોને વિચારીને ચેતી જશે, તે જ બચશે. સમજ્યા ત્યાંથી સવાર ગણીને એક લક્ષ આત્મકલ્યાણનો નજર આગળ રાખીને, પોતાના
આત્માના ઉદ્ધારના કાર્યમાં કમર કસીને મંડી પડવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૧૭૭, આંક ૧૮૧) D જો કોઈ જોષીએ હાથ જોઇને કહ્યું હોય કે આ મહિનામાં તમારી વાત છે તો કેટલી બધી ચેતવણી જીવા રાખે છે ! દેવું કરે નહીં; કોઇ મોટાં કામ હાથમાં લે નહીં; કંઇક નિવૃત્તિ મેળવી દાન, પુણ્ય, જપ, તપ, સારા કામમાં ભાવ રાખે; પાપ કરતાં ડરે કે પાપ કરીને હવે મરી જવું નથી. આટલો વિશ્વાસ અજ્ઞાની એવા જોષીનો જીવને આવે છે; પણ પુરુષો પોકારી-પોકારીને કહે છે તે જ માનવા યોગ્ય છે કે આ અનિત્ય અસાર સંસારમાં જીવ મહેમાન જેવો છે; બે દહાડો રહ્યો, ન રહ્યો ત્યાં તો મરણ ઝડપીને ઉપાડી જશે, કોઈ તેને અંત વખતે બચાવનાર કે દુઃખમાં ભાગ પડાવનાર નથી. એકલો આવ્યો છે અને નહીં તે તો ખાલી હાથે એકલો ચાલ્યો જશે.