________________
પૂનામાં પ.પૂ. પ્રભુશ્રીજીએ એક પરમકૃપાળુદેવ ઉપર જ દ્રષ્ટિ કરાવવા ઘણું, પોતાનાથી બોલાય તેટલું, એક અઠવાડિયા સુધી કહ્યું હતું, તેમાંથી થોડી લીટીઓ લખી મોકલું છું, તે ઘણું લખ્યું છે એમ વિચારી, હૃયમાં એક પરમકૃપાળુદેવ જ, સ્થાન, સદાને માટે, લે તેવું કરી લેવા વિનંતી છેજી. “અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું, તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની (પરમકૃપાળુદેવની) આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'', જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી; પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રત્નરાજને, કોઇક આ ભાઇશ્રીને (પૂ. રણછોડભાઇ નારવાળાને) અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડયા ! ઝેર પીઓ છો ઝેર; મરી જશો. ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે, તે છે. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે, વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલ-હાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ; હા, ભલે ! ઉપકારીનો ઉપકાર ન ભૂલવો - કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી; પણ પૂજા તો એ જ ચિત્રપટની થાય .... બારમા ગુણઠાણા સુધી સાધક, સાધક અને સાધક રહેવાનું કહ્યું છે, આડુંઅવળું જોયું તો મરી ગયા જાણજો.... અમે આ કહ્યું છે, તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ; પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને “આમ નહીં, આમ' કરી દ્રષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી.” (ઉપદેશામૃત પૃ.૨૭૨). (બો-૩, પૃ.૩૩૭, આંક ૩૪૦).
જ્ઞાનસ્વરૂપ ગુરુરાજ છે, કૃપા તણા અવતાર;
ભવ-ભથ્રણ મુજ ટાળશે, સૌના એ આધાર. પ્રથમ તો સંચા વગેરેનું દેવું માથે હોય તે દૂર કરવું ઘટે. પછી અનુકૂળતા પ્રમાણે આશ્રમ વગેરે તીર્થસ્થળે જવા ભાવના હોય તો તેમ કર્તવ્ય છેજી. આ માત્ર સૂચના છેજી. હાલ તો પરમકૃપાળુદેવની ભક્તિ યથાશક્તિ કરતા રહી, ઋણમુક્ત થવું એ લક્ષ રાખવા ભલામણ છેજી. જે જે ભાવો તમે પત્રમાં પ્રગટ કર્યા છે, તે પરમકૃપાળુદેવ પ્રત્યે વારંવાર વીનવવા યોગ્ય છેજી. આપણા બધાના એ નાથ છે. તેને આધારે બધો ઘર્મવ્યવહાર પ્રવર્તે છેજી. માટે પરમકૃપાળુદેવની ભક્તિ, જે પ.પૂ. પ્રભુશ્રીજીએ અમને બધાને કરવા આજ્ઞા કરી છે તે, તમને પણ જણાવી છે. માટે બીજી કોઈ જગ્યાએ દ્રષ્ટિ દીધા વિના, એક પરમકૃપાળુદેવ પ્રત્યે તુંહિ તૃહિ'ની રટના રહે એમ વૃત્તિને વાળવા, આગ્રહપૂર્વક આપ સર્વને ભલામણ છે.જી. તેમાં જ આપણું શ્રેય છેજી. ૫.પૂ. પ્રભુશ્રીજીએ એ જ માર્ગ ઉપામ્યો છે અને બોધ્યો છે. તેમાં જ આત્મહિત સમાયું છે જી.
(બી-૩, પૃ.૫૦૫, આંક ૫૪૫). ID આપે દર્શાવેલા ભાવ માટે મારી યોગ્યતા નથી. પરમકૃપાળુદેવ પ્રત્યે તે ભાવ કર્તવ્ય છે. આપણે સર્વે
પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં બાળ છીએ.