________________
(૧૯૮) તત્ત્વાર્થસૂત્ર D તત્ત્વાર્થસૂત્ર વાંચવા યોગ્ય છે. તત્ત્વાર્થસાર પછી તત્ત્વાર્થસૂત્ર વાંચવા જેવું છે. ટીકા સહિત વાંચવું, નહીં તો
સૂત્રો બધાં સંક્ષેપમાં છે, તેથી સમજાય નહીં. મોઢે કરવા હોય તો થાય. તત્ત્વાર્થસૂત્ર ઉપર ઘણી ટીકાઓ લખાયેલી છે. “શ્લોકવાર્તિક' ટીકા બહુ લાંબી છે. એમાં ન્યાયનો બહુ વિસ્તાર કર્યો છે. પૂજ્યપાદસ્વામીની
સર્વાર્થસિદ્ધિ' નામની ટીકા સારી છે. તે વાંચવા જેવી છે. (બો-૧, પૃ.૨૮૨, આંક ૨૨) દશવૈકાલિકસૂત્ર 0 આઠ વર્ષના સાધુ થયેલા મનક નામના બાળકને શીખવા દશવૈકાલિકસૂત્ર (a collection from Purvas) સંગ્રહાયેલું છે. છ માસનું તેનું સાધુ જીવન ટૂંકુ જાણી આચાર્યે સાધુચર્યા ટૂંકામાં તેમાં વર્ણવી છે. (બો-૩, પૃ.૫૨૭, આંક ૫૭૫)
ભક્તામર 1 ભોજરાજાએ ચમત્કાર જોવા માનતુંગસૂરિને એક ઓરડામાં પૂરી, અડતાલીસ તાળાં માર્યા. બધા લોકો
ત્યાં એકઠાં થયા. તે વખતે આ ભક્તામરની એક-એક ગાથા સૂરિ બોલતા ગયા, તેમ તેમ એક-એક તાળું તૂટતું ગયું. એમ બધાં તાળાં તોડીને બહાર આવ્યા. ગમે તેમ હો, પણ શુદ્ધભાવથી ભરેલું આ ભગવાનનું સ્તોત્ર છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્મસિદ્ધિ અનેક લબ્લિસિદ્ધિઓથી ભરપૂર છે, એવું આ ભક્તામર પણ અનેક લબ્ધિસિદ્ધિઓથી ભરપૂર છે. (બો-૧, પૃ. ૨૭૫, આંક ૧૩) ભગવતી આરાધના T બને તો ત્યાં વાંચનમાં પરમકૃપાળુદેવના વચનામૃત ઉપરાંત, દિગંબરી ભગવતી આરાધના થોડી-થોડી વંચાય તો લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે એ એક જ પુસ્તક જીવ કાળજી રાખી, આત્માર્થે વાંચે તો બીજું કંઈ વાંચવાની જરૂર નથી. પ.પૂ. પ્રભુશ્રીજી પણ બહુ વખાણ કરતા હતા.
સમાધિમરણ અર્થે તે છે. (બી-૩, પૃ.૫૪૮, આંક ૬૦૩) મોક્ષમાર્ગપ્રકાશક [ અહીં મોક્ષમાર્ગપ્રકાશક હમણાં વંચાય છે. તેમાં, સંસારમાં કર્મથી જીવો દુઃખી છે તે કર્મની માહિતી
આપી, કર્મબંધનનાં કારણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ કહી, તેનું સ્વરૂપ જણાવ્યું છે. તે દુ:ખનાં કારણ નહીં જાણવાથી જીવ અયથાર્થ ઉપાય કરે છે તે બતાવી, સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર દ્વારા મોક્ષની પ્રાપ્તિ, એ જ મનુષ્યભવની સફળતા જણાવી છે. મિથ્યાત્વનું સ્વરૂપ જણાવતાં, અન્ય ધર્મોની માન્યતા ભૂલભરી જણાવવા, અન્યમતખંડન દર્શાવ્યું છેજી. પરમકૃપાળુદેવનાં વચનો સમજવામાં સહાયભૂત થાય તેવો મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથ છે જ, તે સહજ જાણવા લખું છું. યોગ્યતા વધવા માટે, ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ કરવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૭૭૨, આંક ૯૮૫).