________________
૮૮ ) દીકરાના લગ્નપ્રસંગે ઉલ્લાસ આવે તેથી વિશેષ ઉલ્લાસ જ્યારે આપણા પરમ ઉપકારી પુરુષના જન્મદિવસે આવે ત્યારે જીવને ધર્મનું માહાભ્ય લાગ્યું છે, એમ કહેવાય.
“ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.”
(બો-૩, પૃ.૪૩૬, આંક ૪૫૫) | આસો વદ એકમ ઉપર શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ બહુ ઉલ્લાસભાવે અપૂર્વ આનંદ સાથે થઈ
હતીજી. ઘણા જીવો એ નિમિત્તે પુણ્યોદયથી આવી ગયા હતા. સભામંડપ અને તેની બહારની ખુલ્લી જગામાં પણ માઈ શક્યા નહોતા. તેથી કેટલાક તો દેરાસરમાં રહીને નમસ્કાર કરતા હતા. આ કાળના જીવોના કલ્યાણને અર્થે રચાયેલ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અગમ્ય માહાત્ય તો, પૂ. શ્રી લઘુરાજસ્વામીએ યથાર્થ જાણેલું અને તેથી ઘણા ઉલ્લાસથી તેનાં વખાણ કરતા. “જાણે તે જ માણે, માણે તે જ વખાણે.” તે ભક્તિનો કંઈક રંગ, ભવિષ્યમાં જીવોને લાગવાનું નિમિત્ત બને તે અર્થે, એકમના દિવસને પોતાનો જન્મદિવસ જણાવી, તે તિથિને બમણા યોગબળવાળી બનાવી છે. તેનો અનુભવ જે હાજર હોય તે જ જાણી, ચાખી શકે તેમ છે). આ તો માત્ર શબ્દ દ્વારા દિગ્દર્શન કરાવ્યું.
શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદુન, ધ્યાન |
પુતા, સમતા, છતા, નવધા ભવિત પ્રમાણ |’ આપે ઉપરના દોહરાના પાંચમા પ્રકાર વંદનભક્તિ વિષે પુછાવ્યું, તેનો કંઈક ખ્યાલ એકમને દિવસે હાજર રહી શક્યા હોત તો પ્રત્યક્ષ સમજાત; પણ તેવો સુયોગ પ્રાપ્ત થયો નથી એટલે શબ્દથી સંતોષ માનવો રહ્યો. (બો-૩, પૃ.૪૩૯, આંક ૪૫૯).