________________
R)
(૯૪)
દોષ પ્રત્યે વાત નથી પણ બનેલો પ્રસંગ, પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના ગુણગ્રામ તરીકે સ્મૃતિમાં
આવવાથી, લખી જણાવ્યો છે. (બી-૩, પૃ.૫૯૩, આંક ૬૭૨) 0 પ્રભુશ્રીજીએ તેઓનો દેહ છૂટતાં ચાર-પાંચ દિવસ અગાઉ મને કહેલું કે જેની ભાવના હોય, તેને આ વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના – એ ત્રણ પાઠ, અને સાત વ્યસનનો ત્યાગ તથા મંત્રસ્મરણ આપવું. તેથી હું આપું છું. પ્રભુશ્રીજીએ મને મંત્ર આપ્યો ત્યારે કહ્યું હતું કે “કોઈને કહીશ નહીં.''; કારણ કે જીવ ડાહ્યો થવા જાય છે, તેથી પોતાનું ચૂકી જાય છે. પ્રભુશ્રીજી એક દિવસે પાટ ઉપર ચાદર ઓઢીને સૂતા હતા. તે વખતે મને સેવામાં રહ્યું થોડા જ દિવસ થયા હતા. હું પાસે ઊભો હતો. તેઓએ મને કહ્યું, “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ'' એમ બોલતાં-બોલતાં સેવા કર. તે વખતે મને બરાબર યાદ ન રહ્યું, પણ મનમાં એમ હતું કે જ્ઞાનીએ કહ્યું છે તે સાચું છે. પછીથી પ્રભુશ્રીજીએ છત્રીસ માળામાં અઠ્ઠાવીસ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ''ની ફેરવવા કહ્યું. (બો-૧, પૃ.૧૨૧, આંક ૩૨)
પ્રભુ ગુણગાન પૂજા કરું, વવાય બીજ સચિત;
નંદનવન સમ મમ ઉરે, વર્ષા ભક્તિ ખચીત. પર્યુષણના પવિત્ર દિવસોમાં પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીના યોગે કેવા ભાવ ઉલ્લાસ પામતા, તે દરેકના અનુભવની વાત છે. તેની સ્મૃતિ પણ જીવને તે વાતાવરણમાં લઈ જાય છે. તે મહાપુરુષોનો આપણા ઉપર અથાગ ઉપકાર થયો છે. તેના યોગ પછી જ જીવને નવજીવન મળ્યું ગણવા યોગ્ય છેજી. તેની આજ્ઞા ભવજળ તરવામાં આપણને નાવ સમાન છે. ગમે ત્યાં રહ્યો પણ જીવ તે ઉઠાવશે, તો જીવને ઊંચે આવવાનું બનશે; અંધારા ખૂણામાં પણ ગોળ ખાશે તેને ગળ્યો લાગ્યા વિના નહીં રહે. તેમ તે પુરુષની સ્મૃતિ, ભક્તિ, તેના ગુણગ્રામ, તેમાં ચિત્તની ઉલ્લાસવૃત્તિ રમતી હશે, તેનું કલ્યાણ જ
છે). (બી-૩, પૃ.૫૯૮, આંક ૬૮૨) | એક પર્યુષણમાં પ્રભુશ્રીજીએ કહેલું કે આ છેલ્લો દિવસ પર્યુષણનો છે. હવે બીજા પર્યુષણ આવે ત્યાં
સુધી, એક બોલ કહું છું, તેનો બાર મહિના વિચાર કરીને લાવજો, તે એ કે “થી પરમ કુ ." (બો-૧, પૃ.૨૦૭, આંક ૯૧) [ આ કળિકાળ જેવા દુષમકાળમાં, આપણા જેવા રંક જનોને, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણ મળ્યું છે, તે ચમત્કારી અલૌકિક વાત છે; પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો તે પરમ ઉપકાર છે. બાકી તે મહાપ્રભુની હાજરીમાં હોત તોપણ આપણા જેવા પામર, જ્ઞાનીને ઓળખી, તેનું શરણ ગ્રહણ કરી શક્યા ન હોત. તે તેની ગેરહાજરીમાં પણ આપણને, જાણે સમીપ બિરાજતા હોય તેવી શ્રદ્ધા તે મહાપુરુષના ઉપદેશથી, તેનાં પ્રબળ વચનબળથી આપણને સહજ સમજાયું છે; તે અપાર ઉપકારનો બદલો આપણાથી કોઈ રીતે વાળી શકાય તેમ નથી. ગુરુકૃપાબળ ઔર છે :
જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર; એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર.'
(બી-૩, પૃ.૪૭૦, આંક ૪૯૬)