________________
(૧૬)
એક મુનિ અકાળે, પરોઢિયે શાસ્ત્ર ભણવા બેઠા. શાસનદેવીએ તે વાત જાણી અને તેના મનમાં થયું કે હું મુનિને ન ચેતાવું તો એવી પ્રથા પડી જશે. તેથી તે ભરવાડણનો વેશ લઈને મુનિના ઉપાશ્રય પાસે અંધારામાં છાશ લઈને વેચવા આવી, અને છાશ લો, છાશ લો.” એમ બોલે. મુનિને થયું અત્યારમાં કોણ છાશ વેંચવા આવ્યું છે? પછી તે મુનિએ બહાર આવી ભરવાડણને કહ્યું, આ અકાળ વેળાએ છાશ વેચાતી હશે? ત્યારે ભરવાડણે કહ્યું કે આ અકાળ વેળાએ શાસ્ત્ર ભણાતું હશે ? એટલે મુનિ સમજી
ગયા. (બો-૧, પૃ.૧૦૧, આંક ૧૯) || નિર્ધ્વસ પરિણામ. (૨૨)
જે જે પદાર્થોનો જીવે ત્યાગ કર્યો છે કે તેની મર્યાદા કરી છે, છતાં તેને ન છાજે તેવી રીતે તે જ વસ્તુઓમાં અત્યાગી જીવો જેવી આસક્તિ રહ્યા કરે તો તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ સમજ્યો નથી. વૃત્તિને રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું છતાં વૃત્તિ વ્રતની મર્યાદા ઓળંગી, અવ્રત-અવસ્થા મનથી સેવા કરે છે. પાપની વાંછા કર્યા કરે છે, તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકયો કહેવાય; તે નિર્ધ્વસ એટલે આત્મઘાતી, હિંસકપરિણામ ગણાય એવો પરમાર્થ સમજાય છે. (બી-૩, પૃ.૩૫૧, આંક ૩૫૩) 1 જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે. (૨૨) ઉપરના વાક્યના પરમાર્થ સંબંધી પૂછયું, તે વિષે જણાવવાનું કે પરમકૃપાળુદેવના &યમાં વાત રહી છે, તે સત્ય છે. “ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો.' (૩૭) આટલું લખ્યું છે, તે કરતા રહેવાની જરૂર છે.
અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) આ વાક્યોના અનુસંધાને વિચાર કરવા વિનંતી છે.
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” જ્ઞાનીપુરુષનાં સર્વ વચનો એક આત્મા દર્શાવવા અર્થે છે તે લક્ષ રાખી, વાંચવા-વિચારવાનું થશે તો હિતકારી છે.જી. આત્માર્થે તે વચનોના અવલંબને જે પુરુષાર્થ થશે, તે સવળો થવો સંભવે છેજી. (બો-૩, પૃ.૫૮૧, આંક ૬૫૫) U જ્ઞાની પુરુષનો નિશ્વય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. (૬૪૨)
આ જ્ઞાની પુરુષ સાચા મોક્ષમાર્ગના ઉપદેશનાર છે; જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય - તે જ્ઞાની પુરુષનો નિશ્રય છે; અને તે પુરુષ પ્રત્યે અર્પણભાવ થવો, તેનું કહેલું સર્વ સંમત કરવું, તેમાં કંઈ સંશય કે ભેદભાવ ન રહેવો, ગમે તે કસોટીના પ્રસંગે પણ વિષમભાવ ન ઉદ્ભવે, તેનું નામ “અંતર્ભેદ ન રહ્યો’ ગણાય; અને જ્ઞાનીના ઉદયાદિ કર્મ પ્રત્યે દ્રષ્ટિ જતાં, જો મનમાં એમ થાય કે ઉપદેશ તો સારો કરે છે પણ