________________
(૧૭૪).
છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન (નહીં ઈચ્છવા યોગ્ય) જાણે છે, એવી જેની રીતિ હોય, તેને બનારસીદાસ વંદના કરે છે.'' આ પત્ર સ્ટીમરમાં અને તે પહેલાં તથા પછી, વારંવાર વિચારી, મહાપુરુષની દશા ગૃહસ્થાવસ્થામાં પણ કેવી હોય છે ? તે આપણને પ્રાપ્ત થાઓ. પરમકૃપાળુદેવની તેવી જ દશા હતી, માટે આપણે તેમને પરમાત્મા માની, પૂજીએ છીએ, તેમને પગલે-પગલે ચાલી આપણે પણ તેમના જેવા થવું છે, એવી મહત્ત્વાકાંક્ષા પોષતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૭૮૮, આંક ૧005)
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ
તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” પરિણામમાં તો જે અમૃત જ છે, પણ પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેઠે મૂંઝવે છે, એવા શ્રી સંયમને નમસ્કાર. (૮૦૮). એમ પરમકૃપાળુદેવે લખ્યું છે કારણ કે જીવને બાહ્ય વસ્તુઓની પરાધીનતા મટી નથી, ત્યાં સુધી સંયમમાં ઇશ્કેલી વસ્તુ મળે નહીં, અને ઈચ્છા ટળે નહીં એવી અવસ્થામાં સદ્ગુનો બોધ જીવને પ્રાપ્ત ન થતો હોય તો ઝેર પીવાથી મૂંઝવણ થાય, તેવી મૂંઝવણ જીવને સંયમમાં પણ થાય છે. શ્રી કુંદકુંદાચાર્યું પણ કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોશો. સમજણ સાચી થયા પહેલાંનો ત્યાગ, અને તે દિગંબર દીક્ષાનો ત્યાગ, જીવને ઝેર જેવો લાગે છે. કળિકાળ વિષે પરમકૃપાળુદેવે ઘણા પત્રોમાં જણાવ્યું છે કે જીવને પરમાર્થની જિજ્ઞાસા ઘટી ગઈ છે. તેથી સપુરુષનું ઓળખાણ પડવું પણ દુર્લભ થઈ પડયું છે અને તે યોગ વિના જીવને સાચું સુખ કદી પ્રાપ્ત થાય તેમ નથી, તેથી જે જે સુખો જીવ પ્રાપ્ત કરે છે તે ઝેરરૂપ પરિણમે છે. જ્યાં શ્રદ્ધા કરે છે, સુખ શોધે છે, તે સર્વ નિરાશામાં પરિણમે છે. સાચો આધાર પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી જીવને અમૃત સમાન મીઠું લાગતું હોય તોપણ તે રાગની વૃદ્ધિ કરાવી, કડવું ફળ ઉત્પન્ન કરાવનાર હોવાથી, સર્વ ઝેરરૂપ જ છે.
(બી-૩, પૃ.૬૮૩, આંક ૮૨૧). I પત્રાંક ૮૪૩.
આ પત્રમાં સર્વ શાસ્ત્રનો સાર છે. સાચું શરણ અને કરવા યોગ્ય સમજણ (દહાદિ સંબંધી હર્ષ-વિષાદ દૂર કરવાની) તથા અસંગ, અવિનાશી આત્મામાં વૃત્તિ, પરમપુરુષને શરણે દૃઢ કરવાનો ઉત્તમ ઉપદેશ છેજી. વેદનાદિ કારણે વૃત્તિ મંદ પડે, ચલાયમાન થાય તો પરમપુરુષનાં અદ્ભુત ચરિત્રમાં (શ્રી ગજસુકુમાર, શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આદિનાં ચરિત્રમાં), એકતાનતામાં વૃત્તિ જોડી, વૃત્તિને અપ્રમત્ત કરવાની શિખામણ આપી છે, તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજ. એ જ કલ્યાણકારી છે. જેટલી આત્મામાં શક્તિ હોય, તેટલી બધી શક્તિથી સાચા પુરુષ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રની અદ્ભુત દશાનું ચિંતન કરવું, તેની વિદેહદશાની ભાવના કરવી અને તેના પરમ ઉપકારમાં લીન થવું. તેના અભેદ, સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન કર્તવ્ય છે અને તેનું સાધન કેવળજ્ઞાનસ્વરૂપ એવું સહજાત્મસ્વરૂપનું ચિંતન, તન્મયતા, તેની સાધના યથાશક્તિ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૭૧, આંક ૯૮૪)