________________
(૧૭૮ )
અજ્ઞાનદશાની દ્રષ્ટિ બંધન કરાવનાર છે, તે ભૂલ છે. આત્મદ્રષ્ટિ થાય તો દેહાદિક પર્યાય તરફ જોવાની ભૂલ, રાગ-દ્વેષ-અજ્ઞાનની ભૂલ ટળે. જેને સત્સાધન સ્મરણમંત્ર વગેરેની આજ્ઞા મળી છે, તે જો પરમગુરુની દશામાં વૃત્તિ રાખી, વૈરાગ્યદશા વધારે તો તે પણ અનાદિ પર્યાયવૃષ્ટિ ઘટાડી, સ્મરણ આદિ સાધનમાં રહેવાથી અશુભ ભાવ થવા ન દે અને પોતાના દોષ જોવાની ટેવ પાડી, તેથી બચવા સરુની અદ્ભુત દશાની સ્મૃતિમાં રહે તો આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થવાનો યોગ બની આવે; દૃષ્ટિની ભૂલ છે, તે ભૂલ ગયે તે આમ્રવના નિમિત્તોમાં ન લેપાય અને સંવરમાં વૃત્તિ પ્રેરાય. તેથી નિર્જરા થાય એવી દશા (ગત = ગતિ) પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવનું જીવન જાણ્યું હોય, તેને પ્રત્યક્ષ સમજાય એવું છે કે ભારે ઉપાધિનાં કામ તેમને કરવાં પડતાં. માંડ વખત પત્રવ્યવહારનો પણ બચતો. તેવાં આસ્રવનાં નિમિત્તોમાં તેમણે આત્મઆરાધના સાધી, તે આસ્રવમાં સંવરનો જ્વલંત દાખલો છે. માત્ર દેહવ્રુષ્ટિની ભૂલ ટાળી, તેમણે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી હતી, તેથી આમ્રવમાં સંવર તેમને થતો. પર્યાયવૃષ્ટિ ટાળી દ્રવ્યવૃષ્ટિ જેને પ્રાપ્ત થાય છે, તેને આમ્રવના સ્થાનમાં સંવર, નિર્જરા થાય છે. એ બંને લીટીનો ટૂંકો અર્થ છેજી. જેમ બને તેમ જ્ઞાની પુરુષ, પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ રાખી, બને તેટલો ભક્તિભાવ, સ્મરણ, વાંચન, વિચાર, ભાવના કર્યા કરવી. સાચને આશ્રયે વર્તનાર, સાચની પ્રાપ્તિના માર્ગમાં વર્તે છે જી. (બો-૩, પૃ.૬૭૯, આંક ૮૧૬) | મોહદયા. (હાથનોંધ ૨-૧૯) પૂજ્યશ્રી : મોહ પોષાય અને કહે કે આ છોકરાં છે, તે બિચારાંને કમાઈ આપું, નહીં તો તેઓનું શું થશે? એવી દયા, તે મોહદયા છે. બૈરાં-છોકરાંને માટે કરવું પડે છે, તે મોહદયા છે. મારી સાથે પેટલાદમાં એક છોકરો ભણતો હતો. હું અહીં આશ્રમમાં રહ્યો; પછી એક વાર તે મને મળવા આવ્યો, ત્યારે તેણે કહ્યું કે તમે ત્યાગ કર્યો અને મેં ત્યાગ ન કર્યો, તો શું? મારે કંઈ સાથે આવવાનું નથી અને તમારે પણ આવવાનું નથી. એમ મોહદયા છેતરે છે. વ્રતનિયમ લીધાં હોય, તો તે મોહદયાથી ઢીલાં પડી જાય. (બો-૧, પૃ.૧૪૭, આંક ૨૦)