________________
૧૭૭) કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં. (વ્યાખ્યાનસાર ૧-૧૨૬) કેવળજ્ઞાન એટલે એકલું જ્ઞાન. મોહ નહીં. રાગ-દ્વેષ વગરનું જ્ઞાન. આત્માની વિચારણા પરમકૃપાળુદેવે કેવી કરી છે ! વિચારતાં-વિચારતાં એમણે સહજસ્વરૂપ શોધી કાઢયું. સહજસ્વરૂપમાં કશો વિકલ્પ ન આવે, એવી ચમત્કૃતિ છે. ઉપાધિમાં પણ એમણે સમાધિ ભોગવી છે. (બો-૧, પૃ. ૨૨૧, આંક ૧૧૦)
હે જીવ! ક્યા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખ મૂલ;
જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. (હાથનોંધ ૧-૧૨) જીવનું પરિભ્રમણ તૃષ્ણા, લોભ-કષાયને લઇને છે. જેને તૃષ્ણા વધારે તેના ભવ વધારે, એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. ઇચ્છા એ લોભનો પર્યાય છે. લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. લોભ પાપનો બાપ કહેવાય છે. ધર્મ પામવામાં પણ, દાનાદિથી જેનો લોભ મંદ પડયો હોય, તે યોગ્ય ગણાય છે. જીવની સમજણ વિપરીત થવામાં, લોભ-કષાય મુખ્ય કારણ છે. અગિયારમે ગુણસ્થાને મહામુનિને પાડનાર મોહ, લોભનું રૂપ લે છે. જીવ શાતાનો ભિખારી છે. આત્માના સસુખનું ભાન નથી થતું અને દેહાધ્યાસ ટકી રહે છે, તેમાં પણ મુખ્ય કારણ પૌલિક સુખનો લોભ છે. બાહ્ય સુખની ઇચ્છાઓ જાય, આ લોકની અલ્પ પણ ઇચ્છા ન રહે તો તીવ્ર-મુમુક્ષુતા સદગુરુયોગે પ્રગટે અને મોક્ષ થાય. જીવની મોટામાં મોટી ભૂલ કે મોટામાં મોટો દોષ તીવ્ર-મુમુક્ષતા કે મુમુક્ષતા નથી, તે છે; અને તેને મોટો આધાર, ગ્રહણ કરવાની ઇચ્છા, એ છે. તે વિપરીત બુદ્ધિ કે વિપર્યાસ પણ કહેવાય છે. વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થયે, તે વિપર્યાયબુદ્ધિ ટળે છે. એટલો લક્ષ રાખી, વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા હાલ પુરુષાર્થ કર્તવ્ય છે. તેમાં નિષ્કામબુદ્ધિ, કે બીજી ઇચ્છાઓનો ત્યાગ કરી “માત્ર મોક્ષ અભિલાષ'' પોષાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજ. (બી-૩, પૃ. ૫૯૦, આંક ૬૬૯)
હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ;
માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. (હાથનોંધ ૧-૧૪) આસ્રવ એટલે કર્મ આવે તેવા ભાવ અથવા તેવાં બાહ્ય નિમિત્તો. કર્મ આવે તેવા ભાવ થાય તો-તો જરૂર જ્ઞાની કે અજ્ઞાનીને કર્મ આવે જ, એવો સિદ્ધાંત છે; પણ નિમિત્તો પૂર્વકર્મના યોગે, કર્મ બંધાય તેવાં મળી આવે તોપણ, જ્ઞાની પુરુષો જાગ્રત રહેતા હોવાથી, તે નિમિત્તોમાં તદાકાર નહીં થતાં, મનને પલટાવી સમભાવ કે શુભભાવમાં લઈ જાય છે. તેથી શુભાશુભ કર્મનો કે અશુભ કર્મનો આસ્રવ થતો રોકાય છે, તેવી દશાને પરિસવા અથવા સંવર કહેવાય છે. નવાં કર્મ ન બંધાય તેવા ભાવ થાય ત્યારે, પહેલાં બાંધેલાં કર્મ ઉદયમાં આવી નિર્જરી જાય છે. આ પ્રકારે જ્ઞાની પાસે એવી યુક્તિ છે કે તેના બળે તે બંધન થાય તેવા પ્રસંગોમાં પણ, બંધન છૂટે અને નવો બંધ ન પડે, તેવા ભાવમાં રહી શકે છે. બંધન થવાનું કારણ દ્રષ્ટિની ભૂલ છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.' (પુષ્પમાળા-૩૫) આમ ઝેરવાળી દ્રષ્ટિ, કષાય અને