________________
(૧૭)
જેમ છે તેમ જ રહેવાનો છે, પણ પોતે સમજી ગયો તો મુક્ત થતાં વાર ન લાગે. બીજ વગર થયેલા વૃક્ષની માફક, ફક્ત કલ્પનાથી સંસાર ઉત્પન્ન થાય છે. અહંભાવ મટે તો પછી આત્મા પ્રાપ્ત થાય. અહંભાવ મટયા પછી જીવને સંસાર છૂટી જાય છે. પોતાને સમજણ આવી ગઇ તો પછી સંસારના પદાર્થો કલ્પના માત્ર જ લાગે. કલ્પનાથી જ સંસાર-પરંપરા ચાલ્યા કરે છે. (બો-૧, પૃ.૧૨, આંક ૧૫)
આવ્યું બહુ સમદેશમાં, છાયા જાઈ સમાઈ;
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઇ. (૯૫૪) માથા પર સૂર્ય સીધી લીટીએ ઊંચે તપતો હોય ત્યારે પૃથ્વી, માથું અને પગ એક સમદિશામાં, સમદેશમાં આવે છે, ત્યારે છાયા (શરીરનો પડછાયો) પગમાં પેસી જાય છે, સમાઈ જાય છે; તેમ આત્મા, પરમાત્મા અને સદ્ગુરુકૃપાની એકતા કે સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રની એકતારૂપ સમભાવ કે સ્વભાવમાં પ્રવેશ થાય, ત્યારે મનનું સ્વરૂપ, જે સંકલ્પ-વિકલ્પ કરવાનું તે, દૂર થઈ જાય છે, અથવા સંકલ્પ-વિકલ્પો સમાઈ જાય અને નિર્વિકલ્પ - પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સહજસ્વરૂપે પ્રકાશે. આવી અનંતકૃપા કરી, જ્ઞાની પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે એક દોહરામાં, સાગરને ગાગરમાં સમાવે તેમ, પરમ રહસ્ય - મોક્ષનું સાક્ષાત્ કારણ, ચૌદપૂર્વના સારરૂપ પોતાના છેલ્લા કાવ્યમાં, દેરાસર ઉપર પૂર્ણ કળશ ચઢાવે તેમ, પરમ મંગળરૂપ સર્વોપરી ઉપદેશ તેમાં સંક્ષેપ કહ્યો છે.
જહાં કલપના - જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના - જલપના, તબ વસ્તુ તિન પાઈ.”
(બો-૩, પૃ.૧૪૩, આંક ૧૬૬) | | આત્મા આ હશે? તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મોહનીય.” “આત્મા આ છે' એવો નિશ્ચયભાવ તે
“સમ્યકત્વ.” (ઉપદેશછાયા પૃ.૭૦૯). તેમાં શો ફેર છે? તેના ઉત્તરમાં જણાવવાનું કે કોઈ તમારું ઘર બાવરમાં ક્યાં છે, તે શોધતો શોધતો બીચરલી મહોલ્લામાં આવે અને તમારા ઘર આગળ આવી, આ જુગરાજભાઈનું ઘર હશે ? એમ અનુમાન કરે પણ નિર્ણય ન થાય કે આ જ છે, ત્યાં સુધી તે તમારા ઘરમાં પ્રવેશ કરે નહીં અથવા તેને નિરાંત વળે નહીં, પણ શોધ્યા કરે; તેમ આત્મા વિષે વાંચી, વિચારી તેનાં લક્ષણો ઉપરથી, આ આત્મા હશે એવું લાગે પણ કોઈ સંતના યોગ વિના તેને, આ જ આત્મા છે એવો નિર્ણય ન થાય, ત્યાં સુધી સમકિતમોહનીય અસ્થિર પરિણામ કરાવે છે; અને જ્યારે સદ્ગુરુ યોગે આ જ આત્મા છે એમ દૃઢ થાય, તો તેને આત્મસ્થિરતાનું કારણ થાય છે. માટે જ્યાં સુધી ચંચળ વૃત્તિ રહ્યા કરે છે અને પ્રતીતિ નિર્ણયાત્મક નથી બની, ત્યાં સુધી યોગ્ય જીવને પણ સપુરુષના યોગે આત્મપ્રતીતિ દ્રઢ કરવી ઘટે છે, એમ કહેવાનો આશય સમજાય છેજી,
સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી.” (૧૨૮) એમ પણ પોતે જણાવ્યું છેજી. (બી-૩, પૃ.૫૩૨, આંક ૫૮૧)