________________
(૧૯૪)
લગ્ન આદિ પ્રસંગોમાં જીવ મોહને વશ થઈને, ઉજાગરા વેઠીને પણ તનતોડ મહેનત કરે છે, તો સમજ જીવે આત્મહિતના કારણમાં વિશેષ ઉલ્લાસિત બનવું યોગ્ય છે. દુઃખથી કંટાળવું યોગ્ય નથી. મરણનો પ્રસંગ પણ મહોત્સવતુલ્ય ગણવા યોગ્ય છે, પણ તે ક્યારે બને? કે મોહ મંદ થાય તો. તે અર્થે જ સત્સંગ, સલ્લાસ્ત્ર આદિ આરાધવાનાં છે. શું કરવા યોગ્ય છે તેનું ભાન નહોતું, ત્યાં સુધી તો જીવે ઘણાં નિરર્થક કર્મ બાંધ્યાં છે; પણ હવે પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ ત્યારથી તો કર્મ છોડવાં છે, એ જ નિશ્વય કરવા યોગ્ય છે. ગમે તેવી વિકટ વાટે પણ, સમતાથી આકરાં કર્મનો ઉદય પણ નાશ કરવો છે, “હિંમતે મરદા, તો મદદે ખુદા.' હિંમત હારવા જેવું નથી. દહાડા આવે તેવા જોયા કરવાનું છે. ગભરાવા જેવું નથી. મનુષ્યભવ છે, સદ્ગુરુનું શરણ છે અને ભાન છે ત્યાં સુધી સપુરુષાર્થ છોડવા યોગ્ય નથી. (બી-૩, પૃ. ૨૭, આંક ૭૩૩) | સાયંકાળની સ્તુતિઃ પ્રશ્ન: ‘ત્રિગુણરહિત' એટલે શું? પૂજ્યશ્રી સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો કહેવાય છે. બીજાને દુ:ખ દેવાના ભાવ તે તમોગુણ છે; પોતાને મોજ-શોખ કરવાની વૃત્તિ તે રજોગુણ છે; અને જે ભાવો મોક્ષના કામમાં આવે, સાધુતા, સજ્જનતા તે સત્ત્વગુણ છે. એ બધા શુભાશુભ ભાવો છે, તે સારી-ખોટી ગતિનાં કારણ છે. એ ત્રણેથી આત્મા રહિત છે. તામસીવૃત્તિ અને રાજસીવૃત્તિ બેય અશુભ છે. સાત્ત્વિકવૃત્તિ એ શુભભાવ છે. શુદ્ધભાવથી મોક્ષ છે. શુદ્ધભાવ સમકિતીને આવે છે. (બો-૧, પૃ.૧૮૫, અંક ૫૭).
રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ;
જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ-છેદ. બાહ્યદ્રષ્ટિથી “રાજ' શબ્દનો પરમાર્થ સમજવો મુશ્કેલ છે. જેને તે સમજાય છે, તેનો સંસાર ક્ષય થશે એમ ઉપરના કાવ્યમાં છે. ઉપશમ-વૈરાગ્યવંત મુમુક્ષજીવને શુદ્ધ આત્મસ્વરૂપ એવા “રાજની શ્રદ્ધા, ઓળખાણ, પ્રેમભક્તિ પ્રગટે છે અને એવાં મોક્ષનાં કારણ પ્રાપ્ત કરી, જે તેની સેવા-ઉપાસના કરે, તે મોક્ષ પામે એ નિઃસંશય છે. (બો-૩, પૃ.૧૩૧, આંક ૧૩૧)
તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યફવંત;
નહિ બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. આપની મુદ્રા અને વાણીને સમ્યફદ્રષ્ટિ આદરે છે. બીજાને એ ગમે નહીં. જેનું ભલું થવાનું હોય, તેને જ ગમે. મૂર્તિ એ ભગવાન જ છે, એમ લાગે છે. બીજા જીવોનું એટલું ગજું નથી, કે મૂર્તિ જોઈને કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાય. સમ્યક્દર્શન થવાનું એ કારણ છે, ધ્યાનનું કારણ છે. ભગવાન છે તે ચૈતન્યની મૂર્તિ છે.
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો.'