________________
૧૯૫) એવું સ્થિર, ભગવાનનું સ્વરૂપ છે. શુક્લધ્યાનથી કેવી દશા થાય છે, તે બતાવવા માટે પ્રતિમા છે. બીજા જીવો મૂર્તિ દેખીને કેવળજ્ઞાનનું સ્વરૂપ ન સમજી શકે. ભગવાનની મૂર્તિ ચૈતન્યસ્વરૂપ છે અને તે અડોલ એટલે અચળ છે. “એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા' એવું સ્વરૂપ જાણે, તે સંત છે. (બો-૧, પૃ.૧૪૮, આંક ૨૨)
જે શ્રદ્ધાએ જગ તજી, ગયો સદ્ગુરુ-ધાર;
તે શ્રદ્ધાએ પાળીએ, ગુણ ગુરુ-આજ્ઞાધાર. સંસારથી વૈરાગ્યવૃત્તિ પ્રાપ્ત થતાં, જે ભાવના તથા શ્રદ્ધાએ કરીને સર્વસંગ ત્યાગ કરીને જીવ સદ્ગુરુશરણે ગયો છે, તે જ ભાવ-શ્રદ્ધા સહિત, સંગુરુની આજ્ઞાના આધારે મૂળગુણ-ઉત્તરગુણ (રાગ-દ્વેષના ત્યાગરૂપ અને તેનાં સાધનરૂપ સર્વિચાર – સદ્વર્તન) પાળવા આચાર્ય શિખામણ દે છેજી. (બો-૩, પૃ.૫૬૪, આંક ૪૩૨)
પરમાર્થ દ્રષ્ટિ શીખવે હણત ન કોઈ કોઈને, ખમવું બધું પરમાર્થ અર્થે ક્લેશ-કારણ ખોઇને; સંયોગ સર્વે છૂટશે, પણ જાણનારો જોઇ લે,
સમજુ જનો ના શોક કરતા, લાભ સાચો લઈ લે. નિશ્ચયનયથી એટલે વસ્તુના મૂળસ્વરૂપનો વિચાર કરતાં, પરમાર્થને પામેલા પુરુષોની એવી શિખામણ છે કે કોઈ જીવ બીજા જીવને હણી શકતો નથી, મારી નાખતો નથી; કારણ કે આયુષ્યકર્મ કોઈ ફેરવી શકતું નથી. (પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા : ““જીવને મારી નાખો જોઈએ ? મરી શકશે ? અમર આત્મા મરે નહીં.''). ત્યારે હિંસા શું છે? તો કહે પ્રમાદને આધીન થઈ અન્ય પ્રાણીના પ્રાણનો વધ કરવો, નાશ કરવો. બીજા જીવનાં પરિણામ ક્લેશિત દુઃખી થાય છે, તે તેની હિંસા છે અને આપણે ઉપયોગ ચૂકી પ્રમાદને વશ થયા, તે આપણા આત્માની ઘાત છે. ““ઉપયોગ એ ધર્મ.” એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. તે શુદ્ધ ઉપયોગ, જ્ઞાનીએ જેવો જામ્યો છે તેવો મારો આત્મા છે, તેનો લક્ષ ચુકાય છે, ત્યાં આપણા આત્માની હિંસા થાય છે. બીજા જીવના પ્રાણ ન દુભાય તોપણ આપણા આત્માની વાત થાય છે, તે પાપ છે.
આત્મધાતી મહાપાપી, '' “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' એમ કહેલું છે ત્યાં પણ ઉપયોગ ચૂકી જીવ પરભાવમાં રમણ કરી રહે છે, તે પોતાનું ભાવમરણ છે. તેને માટે આપણને સ્મરણમંત્ર મળ્યો છે, તેનો અહોરાત્ર જાપ થયા કરે એવી ટેવ પાડી, વૃત્તિ જ્ઞાનીની આજ્ઞામાં રાખવાથી, ભાવમરણ કે આત્મઘાત - પોતાની હિંસા થતી જીવ બચાવી શકે. આમ થવા માટે બીજા ગમે તે કહે, દુઃખ દે, વ્યાધિ-પીડાથી વિપ્ન આવે પણ સ્મરણમાં લક્ષ રાખી, બધું ખમી ખૂંદવું. પોતાનાં પરિણામ ક્લેશિત ન કરવાં. શા માટે ? પરમાર્થ - આત્માર્થ સાધવા માટે. ક્લેશનાં કારણોથી દૂર રહેવું અને આવી પડે તોપણ ક્લેશિત પરિણામ એ જ આત્માની વાત છે એમ જાણી, તેવા ભાવ ભૂલી જઇ, આત્મા પરમાનંદરૂપ જ્ઞાનીએ કહ્યો છે તેવો મારે રાખવા પ્રયત્ન કરવો છે. ભૂંડું કરે તેનું પણ મારે ભલું ઇચ્છવું.