________________
૧૬૪
વિચાર યથાર્થ થાય તેનું ફળ કહે છે) શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે (દીવાસળીની પેટી પાસે પડી હોય અને કોઇ કહે દીવા વિના અંધારું છે, તેને કોઇ કહે કે તારી પાસે દીવાસળીની પેટી છે તે સળગાવી દીવો કર, તે સાંભળી તેને જેમ સ્મૃતિમાં આવી જાય કે હા, હવે ગભરાવાની જરૂર નથી, જરૂર દીવાસળી ઘસી કે અંધારું જતું રહેશે.) (પરમકૃપાળુદેવે પત્રાંક ૧૫૨માં લખ્યું છે કે આજે પદ કર્યું ‘‘કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું, પામશું રે.''), શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે (આત્માની જેને પ્રતીતિ થઇ તેને આત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની પણ પ્રતીતિ થાય છે. ‘‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.'' (૯૫) એમ પરમકૃપાળુદેવે સમકિતની વ્યાખ્યા કરી છે તો સમ્યક્ત્વને કેવળજ્ઞાનનો અંશ પણ કહેવાય. ‘‘વહ કેવલકો બીજ જ્ઞાની કહે.''), વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે (પૂ. સોભાગભાઇ તથા પૂ. ડુંગરશીભાઇ ઉપરના પત્રોમાં કેવળજ્ઞાનની જે ચર્ચા કરેલી છે, તે કેવળજ્ઞાન સંબંધી વિચારોનું ફળ છે. જેને જેવા થવું હોય તેનો તે વિચાર કરે છે, સમ્યદૃષ્ટિ પ્રાપ્ત કરવી છે તે તેના વિચાર કરે છે, મુનિ થવું હોય તે તેના વિચાર કરે છે અને જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે તે તેના વિચારમાં રહે છે. ‘“કોઇ બ્રહ્મરસના ભોગી, કોઇ જાણે વિરલા યોગી.'' એમ જેની મુમુક્ષુદશા વર્ધમાન થઇ સમૃતિદશા પ્રગટી અને સ્થિતપ્રજ્ઞદશા પહેલાં વિચારદશા હોય છે, તે વિચારદશામાં જેને કેવળજ્ઞાનના જ વિચાર રહ્યા કરે છે), ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે (ભાવના જેના હૃદયની બીજી નથી, માત્ર કેવળદશાની જ ભાવના રહે છે), મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે (નિશ્ર્ચયનય તે મુખ્ય નય છે, આત્માને નિર્વિકલ્પદશા તરફ દોરી જનાર અને સૃષ્ટિને સમ્યક્ કરનાર નિશ્ર્ચયનય છે, તે મુખ્ય નયનો અભ્યાસ થઇ જતાં, માત્ર આત્મા જ શુદ્ધ રીતે જેની દૃષ્ટિમાં રમ્યા કરે છે અને સર્વ અવ્યાબાધ સુખ - મોક્ષનું કારણ પણ તે જ છે એટલે કેવળજ્ઞાનની સડક જેવા નિશ્ચયનયથી કેવળજ્ઞાન વર્તે છે), તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર (સાચું આત્મજ્ઞાન, શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન), જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો (સત્પુરુષનો પ્રભાવ કેવો છે ? કેવળજ્ઞાનની નજીક, કેવળજ્ઞાનને યોગ્ય બનાવી, સમીપમાં મૂકી દે), તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! !'' (બો-૩, પૃ.૨૧૧, આંક ૨૦૯)
D ‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તુ છું', એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે. (૫૦૧)
પંચમહાવ્રત લે ત્યારે પ્રાણાતિપાતનો ત્યાગ કરે છે, તોપણ નદી ઊતરવાની આજ્ઞા કરી છે. પેલી બાજુ નદી અને આ બાજુ પણ નદી હોય તથા વચ્ચે ગામ હોય તો વિહાર થઇ શકે નહીં, કેમકે મુનિ કાચા પાણીને અડે નહીં; અને વિહાર ન કરે, એના એ સંગમાં રહે તો ગૃહસ્થ જેવો થઇ જાય. તેથી ભગવાને હિંસા કરતાં સંગથી વધારે હાનિ થશે, એમ જાણીને નદી ઊતરવાની આજ્ઞા આપી છે. (બો-૧, પૃ.૧૮૦)
જ્ઞાનીપુરુષની આશા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. (૫૧૧)
જીવ આગલા દેહમાં હતો ત્યાં તેણે સાધન કર્યાં હતાં, પણ ફરી જન્મવું ન પડે એવું સાધન કર્યું નથી. જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. દૂધ વધારે વાર પડયું રહે તો બગડી જાય અને જો મેળવણ નાખે તો દહીં થઇ જાય; તેમ જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તો સવળું થાય, નહીં તો કેટલાય ભવ બગડી