________________
જેમ શ્રી નેમિનાથ ભગવાને, પશુઓ મારવા માટે વાડામાં પૂરેલાં જોઇ, દયા આવવાથી, છોડી મુકાવ્યાં હતાં; તેથી વિશેષ કરુણા આ કાળનું સ્વરૂપ જોઈ, પરમકૃપાળુદેવના દ્ધયમાં ફુરી છે.
કોઇ ક્રિયાજડ થઇ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઇ;
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.” આમ તેમનું સ્ક્રય રડી ઊઠયું. તેના ફળરૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્પષ્ટ માર્ગ – જે લોપ થઈ ગયો હતો, તે પ્રગટ કર્યો છે. (બી-૩, પૃ.૨૬૫, આંક ૨૬૦).
નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૭૧૮-૩૨) કષાયની ઉપશાંતતા ન હોય; અને અંતરવૈરાગ્ય નહીં એટલે બહારથી વૈરાગ્યનો ડોળ કરે પણ અંતરથી વૈરાગ્યભાવ ન હોય, બીજાને દેખાડવા માટે ડોળ કરે. સરળપણું ન હોય, માયા કરે; મધ્યસ્થભાવ એટલે આગ્રહરહિતપણું ન હોય. તે દુર્ભાગ્ય છે. મધ્યસ્થતા આવવી બહુ અઘરી છે. આગ્રહ હોય તેથી જ્ઞાનીનું કહેવું મનાય નહીં. જ્ઞાની કહે ત્યારે એમ વિચાર કરે કે એમાં મારો ધર્મ તો આવ્યો નહીં. હું કંઈ જાણતો નથી, એમ થવું બહુ મુશ્કેલ છે. “હું સમજું છું, હું જાણું છું.” એમ કરે છે; પણ
“જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખદુઃખ આવ્યું જીવન, હર્ષશોક નવિ થાય.'
(બો-૧, પૃ.૧૫૦, આંક ૨૩) કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. (૭૧૮-૩૮) જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કે તેના કારણરૂપ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થારૂપ લક્ષણો કહ્યાં છે, તેના સારરૂપ આ ગાથા છે. તે વિષે પરમકૃપાળુદેવે પત્રાંક ૧૩૫ લખેલો છે. તે વારંવાર વાંચી, બને તો મુખપાઠ કરી, તેની ભાવના કર્તવ્ય છેજી. ઘણી વાર વાંચીએ છીએ, સમજીએ છીએ, સમજવા પુરુષાર્થ કરીએ છીએ; છતાં તેમાં કહ્યું હોય તેમ નહીં કરીએ ત્યાં સુધી, જેમ દવા ખાધા વિના ગુણ કરે નહીં, તેમ જ્યાં સુધી કષાયાદિ ઓછા નહીં કરીએ, મોક્ષ સિવાયની બીજી ઇચ્છાઓ ઓછી નહીં કરીએ તથા ભવભ્રમણનાં કારણો નહીં ટાળીએ અને એ રીતે પરમકૃપાળુનાં પરમ ઉપકારી વચનોમાં આસ્થા રાખી, આ જીવને કર્મક્લેશથી બચાવવાની દયા નહીં રાખીએ, ત્યાં સુધી આપણે જાણેલું, ભણેલું કે સમજેલું શા કામનું? માટે હવે તો બને તેટલી શાંતિ યમાં વસતી જાય; દિન-દિન તેમાં વૃદ્ધિ થતી જાય; મોક્ષ માટે ખરા જિગરથી ઝૂરણા જાગે; સંસારની મોહજાળથી મૂંઝાઈ જીવ કંટાળતો જાય; લાખો રૂપિયા કમાય તોપણ સંતોષ ન થાય, પણ કરવા યોગ્ય છે તે પડયું રહે છે તે દયમાં સાલતું રહે, ખટક્યા કરે; અને પરમકૃપાળુએ અનંત દયા કરી, આ જીવને મંત્રસ્મરણાદિ નિરંતર સ્મૃતિમાં રાખવા યોગ્ય આજ્ઞા કરી છે, તેનું ક્ષણ પણ વિસ્મરણ ન થાય તેવી જાગૃતિ રહ્યા કરે; તેમાં જ તલ્લીનતા વધતી