________________
(૧૩) પ્રકારે જીવને કર્મનો કર્તા કહ્યો તેનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે કર્યું છે કે અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય જે છે અને વિશેષ સંબંધ જેની સાથે જીવને છે એવાં કર્મનો કર્તા, જીવ વ્યવહાર અપેક્ષાએ કહેવાય છે. હવે ત્રીજા પ્રકારે પણ જીવ કર્મનો કર્તા કહેવાય છે. જેમ કે સુથારે ઘર કર્યું, રાજાએ નગર વસાવ્યું. આ કર્મ કે ક્રિયાની સાથે જીવને આઠ કર્મની પેઠે નિકટ સંબંધ નથી એટલે દૂરનો સંબંધ છે; તેથી અનુપચરિતને બદલે ઉપચારથી તે ઘર, નગર આદિનો કર્તા કહેવાય છે. આઠ કર્મની પેઠે વિશેષ સંબંધરૂપે, આ બધાં કામ અનુભવમાં આવવા યોગ્ય નથી. માટે તે વ્યવહારને ઉપચરિત કે ઉપચાર કહ્યો છે. એ શાસ્ત્રીય નામો છે; પણ કર્મનો કર્તા જીવને કહેવાય ત્યારે અનુપચરિત વ્યવહારની અપેક્ષા ગણવી; અને ઘર, નગર, રસોઈ વગેરે કામ કરનારો જીવને
કહીએ ત્યારે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું છે એમ સમજવું. ટૂંકામાં, આત્મા શુદ્ધભાવનો કર્તા છે એમ કહીએ, તે પરમાર્થ અપેક્ષાએ છે; આઠ કર્મનો કર્તા જીવ છે એમ કહીએ, ત્યાં અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી કર્તાપણું કહ્યું છે; અને ઘટ, પટ, રસોઈ, ઘર, નગર વગેરે કામોનો કર્તા આત્માને કહીએ, તે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું, એમ સમજવું. આત્માને આત્માના ભાવનો કર્તા કહેવો, તે પરમાર્થરીતિ છે; અને જડ એવાં કર્મનો કર્તા આત્મા છે એમ કહેવું, તે વ્યવહાર છે. તે કર્મને આત્મા સાથે વિશેષ નિકટ સંબંધ હોવાથી તેને અનુપચરિત વ્યવહાર કહી, છેલ્લા ભેદથી જુદો વર્ણવ્યો છે અને કામધંધા વગેરેનો કર્તા આત્માને કહીએ ત્યારે તે ઉપચરિત વ્યવહાર કે ઉપચાર નામનો વ્યવહાર કહેવાય છે; કારણ કે આત્માથી કામધંધા દૂરના સંબંધવાળા છે. તેને તે ભોગવવા પડે જ એવો સંબંધ નથી. રસોઈ કરેલી પોતે ન પણ ખાય; પરંતુ કર્મ કરેલાં તો ભોગવવાં જ પડે. આવો ભેદ સમજવા યોગ્ય છે. આ વાત રૂબરૂમાં વિશેષ સમજી શકાય તેમ છે; પણ આ વારંવાર વાંચશો તો ત્રણ પ્રકારે કર્તાપણું કેવી રીતે કહ્યું છે, તે કંઈક સમજાશે. (બી-૩, પૃ.૩૭૮, આંક ૩૮૪). T જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારોને
શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજમાત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો! નમસ્કાર હો!! (૪૯૩) લાખો રૂપિયા ખરચીને ભક્તજનો દેરાસરની રચના કરે છે; તેના કરતાં કરોડગણી કીમતી છ પદના પત્રની રચના છે. પરમકૃપાળુદેવે યોગ્યતા દેખીને પ.પૂ. પ્રભુશ્રીજીને જ્ઞાનદાનરૂપ એ પત્ર મોકલ્યો છે. જેમ દેરાસર ઉપર સોનેરી કળશ શોભે છે તેમ છ પદના પત્રનો એ છેલ્લો ભાગ નમસ્કારરૂપે શોભે છે. સપુરુષને શા માટે નમસ્કાર કરીએ છીએ, તે વાત તેમાં જણાવી છે. સપુરુષનાં વચનો ભવસાગર તરવા માટે સફરી જહાજ છે, તે જણાવતાં કહે છે : “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી (સપુરુષની કૃપાથી સમ્યફષ્ટિ થયા પછી કેવી ભાવના આત્મા વિષે રહે છે તે કહે છે), પણ જેના વચનના વિચારયોગે (સપુરુષનાં વચનનો