________________
( ૯ ) T ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની દવા આદિ માવજત અર્થે મુમુક્ષુ, ડોક્ટરો આદિ હાજર રહેતા, પણ તેઓશ્રી
કહેતા : અમને દવા અને ડોક્ટરોની શ્રદ્ધા હોય? પોતાને પરમકૃપાળુદેવે સમજાવેલું તેની પકડ થયેલી, તે જ લક્ષ અહોરાત્રિ તેમને રહેતો. બીજું જે થતું હોય તે થવા દેતા, પણ તે લક્ષ ચુકાય તો અમારો દેહ ન રહે, એમ કહેતા. મૃત્યુને મહોત્સવ માનતા અને જણાવતા હતા. ઘણી વખત, શરીર સારું હતું ત્યારે ફરવા જતા તો એકલા બોલતા :
“સુખદુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં.
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.'' આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' એ કહેવત પણ ઉપદેશમાં ઘણી વખત જણાવતા. પ્રથમથી જે સહનશીલતા, ધીરજ, સમતા, શાંતિ જીવે સેવી હશે, તે આખરે જીવને મિત્ર સમાન મદદ કરશે. માટે પહેલેથી તે અભ્યાસ પાડી મૂકવાની ટેવ રાખવી. સ્મરણમાં ચિત્ત રહ્યા કરે કે પરમકૃપાળુદેવનાં વચનના વિચાર મનમાં રહ્યા કરે, એ લક્ષ રાખ્યો હશે તો આખરે બીજું કોઈ વિઘ્ન નહીં નડે. નડે તોપણ તેમાં લક્ષ ન રહે, તે અર્થે આગળથી પુરુષાર્થ કર્તવ્ય છેજી, પાણી પહેલા પાળ બાંધી રાખી હોય તો તે પાળીએ-પાળીએ પાણી ચાલ્યું જાય. (બી-૩, પૃ.૫૯૧, આંક ૬૭૦) I પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને આત્મસિદ્ધિ આપ્યા પછી પૂછયું કે કેમ રહે છે? પ્રભુશ્રીજીએ કહ્યું કે આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની છબી મારા દ્ધયમાં છપાઈ ગઈ છે,
તે દેખાય છે. (બો-૧, પૃ.૩૩૩, આંક ૮૨). D પ્રશ્ન : પ્રભુશ્રીજીના બોધમાં આવે છે: “ખીચડીમાં ઘી ઢળે, તે લેખામાં.'' એટલે શું?
પૂજ્યશ્રી : આત્મામાં ભાવ જાય એ કામનો છે, એમ કહેવું છે. (બો-૧, પૃ.૩૪૯, આંક ૪૫) D પ્રશ્ન : પ્રભુશ્રીજીના બોધમાં આવે છે: “એણે કહી તે શ્રદ્ધા કરી તો તાલી.'' એટલે શું? પૂજ્યશ્રી કામ થઈ જાય. દેખાય તેમાં ઉપયોગ જાય છે. તે મટી ભગવાનની દશામાં જીવનો ઉપયોગ જાય તો કોટી કર્મ ખપી જાય. “પ્રભુ પ્રભુ લય'' ક્યારે લાગશે, એવી ભાવના થાય તોય લાભ છે. (બો-૧, પૃ.૩૪૯, આંક ૪૮) પ.ઉ.પ.પૂ. વિદેહદશાધારી પ્રભુશ્રીજીએ પોતાના મુખે કહેલાં વચનોમાંથી થોડાં લખ્યાં છે :
જેમ આત્મસિદ્ધિનો જન્મ આસો વદ એકમનો છે; પરમકૃપાળુદેવનો જન્મ કાર્તિકી પૂનમે છે, એમ એક તિથિ આ દેહ પણ પડશે ત્યારે નક્કી થશે. .... તે દિવસ ઉધાડો ફૂલ જેવો પછી તો જણાશે. તે દિવસે આત્મસિદ્ધિની ભક્તિ કરવી, ઉત્સવનો દિવસ ધર્મમાં ગાળવો, અને જમણવાર થાય તે બધા જે આવે તે જમી જાય; પણ તે દિવસે મરણતિથિએ જમણ થાય ?' એમ પોતે પ્રશ્ન ઉઠાવ્યો. પોતે જ જવાબ વાળ્યો કે “તે જન્મતિથિ કે મરણતિથિ નહીં પણ આત્માની તિથિ ગણવી; એટલે જમણ કરવામાં કંઈ બાધ નથી. તે એક દિવસે આત્મસિદ્ધિની ભક્તિ જે કરશે, તેને હજાર ઉપવાસનું ફળ થાય તેટલો લાભ થશે. તેમાં પોસહ, જપ, તપ, સંજમ બધું આવી જાય છે.'