________________
(૧૫૯) દરેક મુમુક્ષુએ કલ્યાણમાં વિઘ્ન કરનાર શું છે? તે જાણીને દૂર કરવું. એ પહેલું કરવાનું છે. વિચારે તો મને આ નડે છે, એમ સમજાય, અને તેને કાઢવાનો ઉપાય પણ જડે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન - એ અનાદિના સામાન્ય ત્રણ દોષ છે. મળ એટલે કષાય, વિક્ષેપ એટલે મન બીજે ખેંચાય અને અજ્ઞાન એટલે પોતાનું ભાન નહીં. જ્ઞાનીનાં વચનોનો યથાર્થ વિચાર થાય તો અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન એ અંધકાર જેવું છે. જ્ઞાનદીવો આવે તો અજ્ઞાનઅંધારું દૂર થાય. અજ્ઞાનનું બળ બહુ છે. અજ્ઞાન દૂર કરવા મળ અને વિક્ષેપ પહેલાં ટાળવા પડે. તેને માટે સત્સંગ એ ઉત્તમ સાધન છે. મળ એટલે કષાય મટવા, પહેલું સાધન સરળતા. જીવ સરળસ્વભાવી હોય તો જ્ઞાનીનાં વચનો ન સમજ્યો હોય તો હું સમજ્યો, એમ ન માને. ક્રોધને દૂર કરવા ક્ષમા ગુણ હોય. ક્ષમા એટલે ખમી ખૂદવું. માન હોય તો જીવ પોતાના દોષ દેખે નહીં. માન મૂકવા વિનય કરે. લોભને દૂર કરવા આરંભ-પરિગ્રહ દૂર કરવો. જેમ જેમ ઉપાધિ ઓછી કરે, તેમ તેમ જીવને સમાધિ સુલભ થાય. ભટકતું ચિત્ત છે. તે જ્ઞાનીની ભક્તિમાં જોડાય તો બધા જગતનો ત્યાગ થાય, એથી વિક્ષેપ મટે. જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિ થઈ હોય તો જીવનું ચિત્ત જ્ઞાનીમાં રહે. દોષોને કહી, તે દૂર કરવાના ઉપાય પણ બતાવ્યા. હવે જેટલી ગરજ હોય તેટલું કામ કરે. વિયોગમાં જ્ઞાનીની દશા લક્ષમાં આવી હોય તે ચિંતવવી, એમની ચેષ્ટાઓ સંભારવી, હાથ કે આંખની ચેષ્ટાથી જ્ઞાનીએ કંઈ કહ્યું હોય તે સંભારવું. એમનાં વચનો યાદ કરી વિચારવા અથવા તો વાંચીને વિચારવાં, સમજવાં. જ્યારે પુરુષનો યોગ ન હોય અને પ્રવૃત્તિનો યોગ હોય, તે વખતે વધારે સાવચેતી રાખવી. સત્પષના વિયોગમાં બહુ સાવચેતી રાખવાની છે. જ્ઞાનીને યોગે જે સાંભળ્યું હોય, તે ભૂલી ન જવાય તેમ વર્તવું. ઘરનું, જ્ઞાતિનું કે બીજાનું કામ હોય, તેમાં મોટા થઈ આગળ ન પડવું. પ્રવર્તન કરવું પડે તો માંડમાંડ કરવું. નિવૃત્તિની ખેંચ રાખવી. અનેક ભવમાં ધર્મના વિચાર ન થયા પણ આ મનુષ્યભવ મળ્યો છે અને જ્ઞાનીનો યોગ થયો છે, તો ધર્મ કરી લેવો. આત્મા ઓળખવામાં શું નડે છે ? તે કહે છે. લોકસંજ્ઞા એટલે ઘણા લોકો જેમ કરે તેમ કરવું, ઓuસંજ્ઞામાં વિચાર નથી અને અસત્સંગે અવળા-વિપરીત વિચાર થાય. એ બધાં કારણો જીવને આત્મા ઓળખવામાં નડે છે. નકામાં છાપાં, પુરાણો વગેરેમાં કેટલો નકામો કાળ ગાળે છે ! જેમાં આત્માનું કંઈ કલ્યાણ ન હોય, એવી નિઃસત્ત્વ ક્રિયામાં ખળી રહે તો મનુષ્યભવ નકામો જતો રહે. અસત્સંગ, અસલ્ફાસ્ત્ર, અસગુરુ એથી જીવ પાછો ન વળે, એને આત્મઘાતી ન જાણે ત્યાં સુધી જીવને આત્મસ્વરૂપ ન સમજાય. જ્ઞાનીનું એક-એક વચન કલ્યાણ કરનાર છે; પણ જીવમાં બીજા સંસ્કાર પડ્યા છે, તેથી સમજાતાં નથી. બહુ સાવચેતીથી વર્તવાનું છે, તેને બદલે જીવ અભિમાનમાં તણાઈ જાય છે. આત્મસ્વરૂપની વાતો કરનાર તો ઘણા મળે; પણ જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે, તેમનાથી આત્મા જાણ્યા વિના આત્મા પ્રાપ્ત થાય નહીં. જ્યાં આત્મસ્વરૂપ પ્રગટ છે, ત્યાંથી જ પ્રાપ્ત થાય, એવો દૃઢ નિશ્રય કરવાનો છે. જગતમાં ચમત્કારવાળા હોય, તેમની પાછળ લોકો ફરે છે; પણ આત્માનું કલ્યાણ કરવું હોય તો જ્ઞાની વિના થાય નહીં. જ્ઞાનીથી જ કલ્યાણ થાય છે, માટે તેમના સત્સંગની નિરંતર