________________
(૯૯) સમાધિમરણ જરૂર થાય એવો નિયમ છે, તો આ લાભ લેવાનું ચૂકવું નથી એમ નક્કી કરી, વહેલેમોડે મરણ પહેલાં આશ્રમમાં રહેવાનું બને તેમ કર્તવ્ય છેજી; તો જ આરંભ-પરિગ્રહ અને અસત્સંગનો ત્યાગ થઈ, આત્મજ્ઞાન થવાનું કારણ બને અને સમ્યક્દર્શન પામી મોક્ષ-પુરુષાર્થ અચૂકપણે થાય તેમ છે.જી. પરમકૃપાળુદેવે ઝૂરણા કરી છે : “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઇને એ (રાગ-દ્વેષરહિત) દશામાં બેસી તેનું પોષણ પામીએ ?'' (૧૨૮) આપણે માટે તો ૫.પૂ. પ્રભુશ્રીજીએ એવું સ્થાન બનાવી સમાધિમરણનું થાણું થાપ્યું છે. હવે જેટલી ઢીલ કરીએ, તેટલી આપણી ખામી છે. તેઓશ્રી કહેતા કે “તારી વારે વાર, થઇ જા તૈયાર.'' હવે બધી વાતો ભૂલી, અનેક પાપોને ધોવાનું તીર્થ પ.પૂ. પ્રભુશ્રીજીએ સ્થાપ્યું છે, ત્યાં નિવાસ કરવાની ભાવનામાં કાળ ગાળવો. તે ભૂલવું નહીં. મંત્રનું સ્મરણ રાતદિવસ રહ્યા કરે, તેવો પુરુષાર્થ કરવા કેડ બાંધી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તોપણ બીજી આડાઅવળી વાતોમાં આપણું કીમતી જીવન વહ્યું ન જાય. એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છેજી. રોજ વાંચવાનો-વિચારવાનો, કંઈ ન બને તો, અડધો કલાક રાખશો તો ઉપર જણાવેલા ભાવનું પોષણ થયા કરશેજી. પુસ્તકનું પાનું ફરે અને સોનું ઝરે.' તેમ જીવન પલટાવી, સંત બની આ દેહ છોડવાની
ભાવના દિવસે-દિવસે પ્રબળ કરવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૭૮૪, આંક ૧૦૦૧) D આપની માનસિક અશાંતિના સમાચાર વાંચ્યા. અત્યારે એમ વિચાર ફરે છે કે આવા વખતમાં આપની
આશ્રમમાં હાજરી હોય તો અનેક પ્રકૃતિના મુમુક્ષુઓરૂપી ફુલઝાડવાળા સુંદર બાગમાં જેમ મગજ શાંત થાય છે, તેમ આશ્રમમાં વસવાથી અનેક પ્રકારના ઉત્તાપો શાંત થવા સંભવે છે. એવા અનેક ઉદેશોથી પ.ઉ.પ.પૂ. કરણાસાગર પ્રભુશ્રીજીએ આ આશ્રમજીવન સમાધિમરણને પોષે તેવું યોક્યું છે. તેનો અનેક ભવ્ય જીવોએ લાભ લઈ સમાધિમરણ સાધ્યું છે, સાધે છે અને ભવિષ્યમાં સાધશે; તો તમારા જેવા તેથી દૂર રહે એ ઘટતું તો નથી, પણ આપ જેવા સમજુને શું કહેવું? બધી દવા વગેરેની કે શારીરિક અનુકૂળતાઓ શહેરમાં સુલભમાં હોય તે ગૌણ કરી, સમાધિમરણનું મહત્ત્વ જો દયમાં વસે તો અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં ક્યાં મળે ? પૈસાદારને વિલાયત જવું ગમે, પણ પરમકૃપાળુદેવના ભક્તને તો આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી, મારી અલ્પમતિમાં સમજાય છે. દવા માટે મુંબઈ જવું પડે, દવાખાનામાં રહેવું પડે, તો પરમકૃપાળુદેવની દવા જ્યાં વધારે ગુણ કરે, તે લક્ષ હવે તો વિશેષ-વિશેષ વિચારી, લોકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી, જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમકૃપાળુ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના અથાગ શ્રમ અને યોગબળે વિદ્યમાન છે, તો આ પાછલા દિવસો તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા ? બીજાને રાજી રાખવા ઘણું આ ભવમાં કર્યું, હવે તે ગૌણ કરી, આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવો તો સ્વપરના હિતનું કારણ સમજાય છે. લેશ્યાઓનો આધાર ભાવ ઉપર છે અને ભાવો નિમિત્તાધીન છે; તો સારાં નિમિત્તોમાં સારા ભાવ સહેજે થવા સંભવે છેજી.