________________
૧૦૯
પ્રેરેલો. એક વખત તો રાત્રે ત્રણ વાગ્યે બાંધણીથી લોટો લઇને કોઇને કહ્યા વિના નીકળી પડેલો, તે એવા વિચારથી કે ચાલતાં-ચાલતાં કોઇ જંગલ આવે તો તેમાં સંતાઇ રહેવું અને ઉત્તમ જીવન માટે તૈયાર થવું; પણ બે કલાક સીમમાં આડાઅવળી નડિયાદ ભણીના કાંસે ફરતાં-ફરતાં સવાર થવા આવ્યું ત્યારે ઘુંટેલીની ભાગોળ આવી, એટલે લાગ્યું કે હજી તો હું બાંધણીની પાસે જ છું અને કોઇ મારે માટે તપાસ કરવા આવે તો મને પકડી પાડવો સહેલું થઇ પડે તેમ છે. તેથી એક ગાઉને દીઠેલે રસ્તે અડધા કલાકમાં, મનની વૃત્તિઓને દબાવીને ઘેર પાછો આવતો રહ્યો.
આવી ત્યાગવૃત્તિ તો ઘણી વાર ઊછળી આવતી, પણ સંસાર છોડીને કયે રસ્તે આગળ વધવું એની દિશાનું ભાન નહીં હોવાથી અંધારામાં કૂદકો મારવા જેવી મૂર્ખાઇ લાગતાં કોઇ સારી તકની રાહ જોવામાં વખત ગાળતો. તેની સાથે તેટલા જ વેગથી કે તેથી વધારે વેગથી જીવ સંસાર ભોગવવાનું પણ કર્મ ખપાવતો, તેમ કંઇક લાગે છે.
એ દીકરો ત્રણ વર્ષ જ જીવેલો, પણ તમે એક છોકરો ઉછેરી ત્રીસ વર્ષનો મોટો કરો ત્યાં સુધી જે ચિંતાઓ કરો, તેટલી ચિંતાઓ તેણે કરાવેલી અને તેની કેળવણી માટે શું શું કરવું, શી શી ગોઠવણ કરી મૂકવી, મારે કેવી રીતે પિતા તરીકે તૈયાર થવું વગેરે બન્યું તેટલું વિચાર્યું હતું અને દુનિયાની કોઇ વસ્તુ કરતાં તેના ઉપર વિશેષ મોહ રાખેલો; તેમ છતાં તેનું શરીર ક્ષણભંગુર છે એટલુંય સમજાયેલું નહીં; એ જ દીવા તળે અંધારું. આપણાં સંસારીનાં બધાં કામોમાં આ જ ધબડકો હોય છે. વાતો ડાહી-ડાહી કરીએ પણ અંતરમાં અનુભવરૂપે કાંઇ મળે નહીં, માત્ર પોપટિયું બોલવું હોય છે.
તેને વારસામાં શું આપી જવું તેનો વિચાર પણ મેં કરી મૂક્યો હતો. ઉત્તમ જીવન પિતા ગાળે એ પુત્રને માટે જેટલું ઉત્તમ છે, તેના જેટલો ઉત્તમ વારસો કોઇ પણ પિતા પોતાનાં છોકરાં માટે મૂકી શકતો નથી; એ મારા મનમાં સ્વાભાવિક રીતે કોઇ પૂર્વકર્મના બળે સ્ફુરેલું અને જાગ્રત રહેલું. તેથી તેને પૈસાદાર થયેલો જોવાનાં કે પરણીને મોટા કુટુંબવાળો થઇ સુખી ગણાય એવાં પણ મેં સ્વપ્નો ઘડેલાં નહીં; કારણ કે મેં જેને સારું માનેલું તેવું ઉત્તમ જીવન જ તેને વારસામાં મળે એવી મારી ઇચ્છા હોય જ. મારું અધૂરું રહેલું કામ પૂરું કરે તેવો પુત્ર થાય એવી ઇચ્છા રાખેલી; તેની સાથે મારે પણ આપણા પિતાએ અધૂરું મૂકેલું કામ પૂરું કરવું, એમ પણ મનમાં હતું અને હજી છે.
આપણાં ‘‘કા'' (પિતા), તેમને જે ધર્મ ઉપર શ્રદ્ધા હતી તેમાં વખત ગાળવા, પ્રભુ-ભક્તિમાં જિંદગીનો પાછળનો વખત જાય તે હેતુથી ‘મસ્જીદ' પાળી સંસારથી છૂટા થયા હતા અને તે ‘મર્ઝાદામાં જ' તેમણે શરીરનો ત્યાગ કર્યો હતો. સંસારને તદ્દન ભૂલી પ્રભુમય જીવન ગાળવા જેટલી તૈયારી તેમની મેં દીઠેલી નહીં, પણ આયુષ્ય થોડું બાકી રહ્યું હતું ત્યારથી તે ચેતી ગયા હતા અને જેમ બળતા ધરમાંથી બચાવાય તેટલું બચાવી લઇએ છીએ તેમ દૃઢતા રાખીને બાકીની જિંદગીના દિવસો બચાવવા ‘મર્ઝાદા’ પાળી કુટુંબથી દૂર જઇને બેઠા હતા. આ વાત પણ મારા મનમાંથી દૂર થઇ નથી અને થઇ
શકે તેમ નથી.
તમે આજ સુધી ઘરખટલો ચલાવ્યો છે, સાંસારિક બોજો ઉપાડયો છે અને હજી ઉપાડો છો. હું પહેલેથી સદ્ભાગ્યે તેથી દૂર રહ્યો છું, અને પરમાર્થની શોધમાં અને તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નો માટે જીવું છું. તમે તમારાથી બનતું લોકલાજ વધારવા કે ટકાવવા પ્રયત્નો કરો છો અને ઇચ્છો છો; તેવી રીતે મેં જે વારસા માતા, પિતા અને ગુરુ તરફથી મેળવ્યો છે તેને વધારવા પ્રયત્ન કર્યા કરું છું અને તેને માટે