________________
(૧૧) D તમે બંનેના પત્રો મળ્યા. જે જે ભાવો પ્રદર્શિત કર્યા છે તે પ્રશસ્ત છે; પણ તે ભાવપૂર્વક પરમકૃપાળ,
શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે કરવા યોગ્ય છે. એ તરણતારણ સદ્દગુરુની ભક્તિ ૫.૧,૫.૫. પ્રભુશ્રીજીએ કરવા જણાવી છે તે વિષે, આપને કોઈ-કોઈ પ્રસંગે જણાવવું થયું છે. હું તો માત્ર ચિઢિનો ચાકર છું. મારા પ્રત્યે જે ભાવ દર્શાવ્યો છે, તે અસ્થાને છે. હું હજી સાધક છું; જે પરમ પાવન પરમાત્માનું પરમ ધામ છે તેનો પ્રવાસી છું. આપણે એક જ માર્ગે જવાનું છે. જે તમને બતાવ્યો, તે રસ્તો સાચો છે. હવે પુરુષાર્થ જેનો જેટલો વિશેષ, તેની વિશેષ પ્રગતિ. જે રસ્તામાં સૂઈ રહેશે તે આગળ વધી શકશે નહીં, પણ એ જ માર્ગે વહેલેમોડે ચાલ્ય મોક્ષનગરે જવાશે. (બી-૩, પૃ.૩૨૦, આંક ૩૧૨) આપે મારા પ્રત્યે જે સદ્ગુરુ શબ્દાદિ વડે વિનંતી કરી છે, તે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે તેવા દિનભાવે કર્તવ્ય છેજી. હું તો તે મહાપ્રભુના ચરણની રજનો પણ અધિકારી નથીજી. કોઈ પ્રારબ્ધયોગે જાણે કે આપણા માટે જ દેહ ધર્યો હોય તેવા કરુણાસાગર પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની અનંત કૃપાથી તે મહાપુરુષ આશ્રય કરવા યોગ્ય છે એમ સાંભળી તેના શરણે, તેના બહાના ઉપર વિશ્વાસ રાખી, તેનો બનવા ઈચ્છતો એક દીન સાધક છું; એટલે સર્વ પ્રેમ પરમકૃપાળુ જગદ્ગુરુ સમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે વાળવા આ દીનની વિનંતી છેજી. માટે આપની અરજ પરમકૃપાળુદેવ સ્વીકારે એવી ભાવના સહ જણાવવા રજા લઉં છું કે સત્સંગની ભાવના વર્ધમાન કરતા રહેશોજી. (બી-૩, પૃ.૧૫૦, આંક ૧૫૦) કલ્પનામય, માયાપૂર્ણ, આ જગતમાં સદ્દગુરુની ભ્રાંતિ જેવું બીજું કોઈ દુઃખ આત્માને જણાતું નથી. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રગટાવેલી દશાનો શતાંશ પણ મારામાં નહીં હોવા છતાં, કોઇ મને સગુરુ કે ત્રિકાળજ્ઞાની માને, તે તેનો સ્વછંદ મને તો સમજાય છે. તે પોષવા મારી ઇચ્છા નથી. આપ તો સમજુ છો, પ્રમાણવિરુદ્ધ બાબતને પોષવા ઈચ્છતા નથી, એમ જાણું છું. ૫.ઉ. શ્રીમદ્ લઘુરાજસ્વામીએ તેમના આયુષ્યના છેલ્લા દિવસોમાં સ્મરણમંત્ર આદિ મુમુક્ષુઓને જણાવવા મને આજ્ઞા આપી, તે તેમના અતિ ઉદાર અને સત્યપ્રિય હૃયનું ફળ છે. તેમાં મારું કોઈ પ્રકારે મહત્ત્વ હું માનતો નથી. ચિઠ્ઠિના ચાકરની પેઠે તે વાત આપના આગળ રજૂ કરી, તે તમને રુચિકર લાગતાં તમે સ્વીકારી; પણ જ્ઞાનીપુરુષના ઘરની તે વાત છે એટલું જ મહત્ત્વ જો આપના બ્દયમાં રહેશે અને તે દ્રષ્ટિએ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ગુરુભાવ રાખી, તે આજ્ઞાનું આરાધન કરશો તો તે આપને આત્મશાંતિનું અને આત્મઅનુભવનું કારણ છે, એ સરળભાવે જણાવું છુંજી. (બી-૩, પૃ.૬૩૫, આંક ૭૫૦) પોતાની કલ્પનાથી કોઈને જ્ઞાની માની લેવામાં માલ નથી. હું તો પરમકૃપાળુદેવનો દાસાનુદાસ છું. હું તેવું કોઈ જ્ઞાન ધરાવતો નથી કે આપને ભવિષ્યમાં આ કાર્યથી આ જ ફળ આવશે તેવું નિશ્ચયપૂર્વક કહી શકે. પરમકૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાની, ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી દ્વારા જાણી, ભાવના છેજી. (બો-૩, પૃ.૨૫૩, આંક ૨૪૬) D આઠ-દસ દિવસ આહાર તરફ હવાફેર કરવા વિચાર થાય છે; પણ નીચેની બાબત તરફ આપનું લક્ષ
ખેંચવાની જરૂર છે. જો તે પ્રમાણે વર્તાય તો મને અને આપ સર્વેને ચિત્તપ્રસન્નતાનું કારણ છે; હિતનું કારણ છે.