________________
(૧૧૪) બ્રહ્મચારીજીના પ્રસંગો
પહેલાં પ.પૂ. પ્રભુશ્રીજીની હયાતીમાં તેઓશ્રીની સમીપે પ્રથમ રહેવું થયું ત્યારે એટલો ઉત્સાહ મનમાં રહેતો કે પરગામ રહેતા બધા મુમુક્ષુઓ – આફ્રિકા આદિ દૂર દેશના - સમાગમનો લાભ ન લઇ શકે તેમને નિયમિત પત્રવ્યવહારથી સત્પષનો બોધ પત્ર દ્વારા જણાવતા રહી, એકતા સર્વેમાં સાધવી. જેમ પત્ર દ્વારા અમુક વિષયોનું શિક્ષણ આપી પરીક્ષા પાસ કરાવનારી સંસ્થા પરદેશમાં હોય છે તેમ ધર્મસંસ્થાઓ તેવું કામ કરી શકે એવા ઘણા ખ્યાલ આવતા; પણ માથે પુરુષ હોવાથી બધી કલ્પનાઓ આપોઆપ શમાઈ ગઈ અને પોતાના આત્માને તારવાનું કામ ઘણું અગત્યનું અને અત્યંત વિકટ છે એમ લાગવાથી, હવે તો કોઈ પત્ર આવે તો તેનો ઉત્તર પણ મોડો અને બીજાં કામને આઘાપાછાં કરી, માંડ આપી શકાય છે. હજી વૈરાગ્યની જોઇએ તેવી ઉત્કટતા નહીં હોવાથી, આવાં પાન ચીતરવાનો પ્રસંગ આવે, હડકાયા કૂતરાની પેઠે લખ-લખ લખાઈ જાય છે.
અચળરૂપ આસક્તિ નહીં.' હજી વ્યસનીની પેઠે પરમાત્મામાં અચળ પ્રેમ થયો નથી ત્યાં સુધી રમતિયાળ મન ખેલતું ફરે છે; પરંતુ વિશેષ અંકુશની હજી જરૂર છે. કોઇનું ભલું કરવા ગમે તેવાં સંકટ વેઠવા જીવ તૈયાર થઈ જાય છે, પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનું અને તેને દુર્ગતિમાંથી બચાવવાનું કામ કેટલું વિકટ છે અને કેટલું અગત્યનું છે, તે તેને અત્યારે ખબર નથી. (બી-૩, પૃ.૧૯૬, આંક ૧૯૮) ભાઈ નો પત્ર મળ્યો. તે ઉપરથી એક જૂનો પ્રસંગ યાદ આવ્યો. શ્રી સુખલાલ પંડિત પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શનાર્થે આવેલા. દર્શન કરી તેમની ઓરડીએ તે ગયા, ત્યારે મારે તે તરફ જવાનું થયું એટલે તેમણે મને પ્રશ્ન પૂછયો : “જીવન એટલે શું?'' તેમની સાથે બેસી, મેં તેમને પૂછયું : “જીવન એટલે તો જીવવું એમ સામાન્ય અર્થ થાય છે, પણ આપ કેવા જીવન સંબંધી પૂછો છો ? વિદ્યાર્થીજીવન, વાનપ્રસ્થજીવન, ગૃહસ્થજીવન કે ત્યાગીજીવન, એમ વિશેષતાથી પૂછવાથી વિશેષતાનો ઉત્તર મળે.'' એવામાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસેથી મને બોલાવવા માણસ આવ્યું એટલે હું તેઓશ્રીની સેવામાં હાજર થયો અને નકામા વિકલ્પોથી છૂટ્યો. આજે લગભગ દસ-પંદર વર્ષે, આ પત્રમાં તે જ પ્રશ્ન હોવાથી, તે સ્મૃતિ તાજી થઈ અને તે મહાપ્રભુનો મારા ઉપર કેટલો બધો ઉપકાર તથા મારી કેટલી કાળજી રાખતા, તેની સ્મૃતિનું કારણ ભાઈ બન્યા છે. તેમના મનનું સમાધાન તેવા મહપુરુષોનું યોગબળ કરશે. હું તો પામર પ્રાણી છું. આજનો પત્ર વાંચતાં મને ફુરી આવ્યું:
નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ;
સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” તે ઉપરથી હું કેવા દોષમાં (પંડિતાઇમાં) દોરતો હતો ત્યાંથી બચાવી, મને મારી સાધનામાં સદ્ગુરુએ
જોડયો હતો, તે તે વખતે સમજાયું નહોતું. (બી-૩, પૃ.૪૭૯, આંક ૫૧૦) | તમે જે શુભ ભાવનાઓ મારા પ્રત્યે પ્રાર્થનારૂપે જણાવી છે તે પરમકૃપાળુદેવ પ્રત્યે નિરંતર કરતા રહેવા યોગ્ય છે. એ પરમપુરુષનું યોગબળ આપનું અને અમારું, સર્વનું કલ્યાણ કરવા સમર્થ છે.