________________
૧૩૯) T વિશાળબુદ્ધિ.(૪૦) વિશાળબુદ્ધિવાળા જાણે કે જન્મમરણ દુઃખરૂપ છે. એ રોગ અનંતકાળથી લાગ્યો છે. હું ક્યાંથી આવ્યો?
ક્યાં જવું? તેની, ટૂંકી બુદ્ધિ છે તેથી ખબર નથી. ગાડું ચલાવે છે, પણ શું કરવું છે? તેનું ધ્યેય નથી. સત્સંગમાં સાંભળવાનું, વિચારવાનું, નિર્ણય કરવાનું મળે છે. (બો-૧, પૃ.૧૬૫). ઉપેક્ષાભાવના. (૫૭) ઉપેક્ષા = મધ્યસ્થતા, સમતાપરિણામ થાય તેવા વિચાર. જે વિચારનું ફળ સમદ્રષ્ટિતા કે સમભાવ, તેવી ભાવના તે ઉપેક્ષાભાવના છે. મૈત્રી આદિ ભાવનાની ટોચ એ છે. (બી-૩, પૃ.૭૫, આંક ૮૧૦) T નિગ્રંથ સદ્ગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. જેવા ભાવથી પડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા
માટેની વિચારણા પ્રથમ કરી લે. (૮૪). “ચઢાય'ને બદલે ‘પડાય છે, તે વધારે યોગ્ય લાગે છે અને જેમ પડાય તેમ ટકી રહેવાય તો ચઢાય, એમ સમજવા યોગ્ય છે.જી.
સુલભ દેહ-દ્રવ્યાદિ સૌ, ભવભવમાં મળી જાય;
દુર્લભ સદ્ગુરુયોગ તે, સદ્ભાગ્ય સમજાય. વિચારણા પોતાની શક્તિની, સંયોગોની કરવાની છે. મુખ્ય વાત ચારિત્રની આમાં છે. ચારિત્ર યથાશક્તિએ ગ્રહણ કરવું. દેશચારિત્ર એટલે ગૃહસ્થપણે પણ પાળી શકાય છે અને સંપૂર્ણચારિત્ર એટલે સર્વસંગપરિત્યાગીદશા. હાથીના દાંત બે ફૂટે છે, તે નીકળ્યા તે નીકળ્યા, પછી પાછા પેસે નહીં; તેમ સ યોગે અલ્પ પણ ત્યાગ જીવ લીધો, તે પ્રાણત્યાગ જેવા પ્રસંગે પણ ચૂકવો નહીં. આજના જીવોની મનોદશા તથા વર્તન, કાચબાની ડોકની પેઠે બહાર નીકળે અને અંદર પેસી જાય તેવાં અસ્થિર છે, તેમ નહીં કરવા માટેની વિચારણા પ્રથમ કરી, પછી સગુરુના ચરણમાં જઈને પડવું અને જેવા ભાવથી પડાય તેવા ભાવ, છેક મરણપર્યત ટકાવી રાખવાના નિશ્રય અર્થે તે વાક્યો લખાયાં છે. તે વાંચી, વાસનાઓની તપાસ કરી, વાસનારહિત થવા પુરુષાર્થ અને નિર્ણય કરવો ઘટે છેજી. પોતાના હૃયને અનેક બાજુથી વિચારી પોતાના ભાવની ઓળખાણ કરી, દોષો દેખી દોષો ટાળવા તત્પર થવા યોગ્ય છે. (બો-૩, પૃ.૬૧૫, આંક ૭૧૩) જ્ઞાનીનું શરણ લે, તે તો અત્યાગી, દેશયાગી કે સર્વસંગત્યાગી સાધુ ગમે તે થઇને લેવાય. તેમાં દોષ ન આવે, તેવા ભાવે સદા રહેવાય તેવી વિચારણા પહેલી કરવાની છે. પોતાનું જીવન કેમ ઘડવું, તેને માટે શિખામણ-સલાહ છે. ઉતાવળ કરવા જેવું નથી. “આમ કરું, તેમ કરું, આવો થાઉં, સાધુ બની જાઉં.' ત્યાગ કર્યો મોહ જતો રહેતો નથી, મોહ છેતરાતો નથી. સાંભળ્યું તેવું ઝટ ઊતરી જતું નથી. એકદમ મોહ જતો રહેતો નથી, વિચારવું પડે. (બો-૧, પૃ.૩૧, આંક ૩૯).