________________
(૧૪૭ એવી માન્યતા હોય કે અમુક આવું હોય તેથી ધર્મધ્યાન થાય, તો પછી પ્રતિકૂળ સંયોગો આવતાં ખાસ વસ્તુ છે તે વિસારી દે; કારણ, તેવો તેનો અગાઉ અભિપ્રાય હતો; પરંતુ એમ જ નિશ્ચય થઇ ગયો હોય કે જે કંઈ, આ આત્માને આનંદ અથવા સુખ મળે છે, તે પોતાથી જ મળે છે, પરવસ્તુથી નથી મળતાં; જો એમ જ નક્કી કરી દીધું હોય કે મોક્ષ મેળવવામાં અસંગતા આવવી ખાસ જરૂરની છે; તો પછી ગમે તેવા સંયોગો આવી પડે તોપણ નિશ્રયમાં ફરક પડે નહીં. (બો-૧, પૃ.૪, આંક ૩) T સત્પષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે
છે; જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે. (૨૫૪) અલ્પ મતિથી પરમ ગંભીર જ્ઞાનાવતાર મહાપુરુષના એ વાક્યનો સંક્ષેપાર્થ સમજાય તે પ્રકારે લખવા પ્રયાસ કરું છું. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે.' (૭૬) તથા ““હે પુરુષપુરાણ ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સપુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણે અમને પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ ?' (૧૩) આ અને આવાં અનેક વાક્યો, સદ્ગુરુ દ્વારા દેવ ઓળખાય છે, એમ જણાવે છે.
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમજ્ય જિનસ્વરૂપ.” સદ્ગુરુપદમેં સમાત હૈ, અરિહંતાદિ પદ સર્વ;
તાર્ત સદ્ગુરુ-ચરણ કો, ઉપાસો તજી ગર્વ.” એ સર્વ સાક્ષી પૂરે છે કે આત્મજ્ઞાનરૂપ પરમ ધર્મ સપુરુષ કે સદ્ગુરુની ભક્તિથી પ્રાપ્ત થાય છે. છ પદના પત્રમાં અંતે જણાવે છે : “જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !' પરાભક્તિ વિષે પોતે લખે છે : “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઇ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. .... પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના દ્ધયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે