________________
(૧૩૧ વિભાગ-૫ વચનામૃત વિવેચન 0 રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. (૨-૧)
આપણે જેને રાત્રિ કહીએ છીએ, તે એમને નથી કહેવી; પણ ગંભીર આશયવાળા શબ્દો છે. રાત્રિમાં કંઈ કામ થાય નહીં, રાત્રિમાં રસ્તો દેખાય નહીં, એવી પરાધીનદશાને રાત્રિ કહે છે. રાત્રિ ગઈ એટલે જે વખતે કંઈ કામ ન થાય એવો ભવ છૂટી, મનુષ્યભવ મળ્યો. સવારમાં જે કંઈ કામ કરવું હોય તે થઈ શકે. આ મનુષ્યભવ મળ્યો, તે પ્રભાત થયું. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, આદિરૂપ રાત્રિ વ્યતીત થઈ. મોક્ષમાર્ગ સમજાય એવો લાગ આવ્યો. તેમાં શું કરવાથી મોક્ષ થાય ? એ બધા રસ્તા દેખાય. નિદ્રાથી મુક્ત થયા એટલે બેઇન્દ્રિય, ઇન્દ્રિય આદિ પરાધીનદશા છૂટી ગઈ. ભાવનિદ્રા એટલે મોહ. મોહમાં જીવ ઊંધે છે. દર્શનમોહ, દેહને આત્મા અને આત્માને દેહ મનાવે છે. એ મોટી ભૂલ છે. ભાવનિદ્રા દૂર થાય ત્યારે દેહ અને આત્મા ભિન્ન લાગે. જેમ છે તેમ પદાર્થને જાણે તો ભાવનિદ્રા દૂર થઈ કહેવાય. (બો-૧, પૃ.૧૮૨, આંક ૫૪) D ભક્તિકર્તવ્ય અને ધર્મકર્તવ્ય. (૨-૭)
જ્ઞાનીની આજ્ઞા મળી તે વીસ દોહરા, ક્ષમાપના વગેરે મોઢે કરેલું ફેરવીએ, તે ભક્તિ. ધર્મ તો આત્મસ્વભાવ છે, પોતાના સ્વભાવમાં રહેવું, તે ધર્મ છે; તે આગળ ઉપર ખબર પડશે. કષાય મંદ પડે, તેથી સ્વભાવમાં રહેવાય. ધર્મનું સ્વરૂપ અનુભવ થશે ત્યારે સમજાશે. (બો-૧, પૃ.૧૪૩, આંક ૫૪) મેં પ.પૂ. પ્રભુશ્રીજીને પૂછેલું કે ભક્તિ અને ધર્મકર્તવ્યમાં ભેદ શો છે? તેનો ઉત્તર આપવા પૂ. મોહનલાલજી મહારાજને તેઓશ્રીજીએ જણાવ્યું. તેમણે કહ્યું કે જે મંત્ર મળ્યો છે તે તથા પુરુષની મુખાકૃતિ વગેરે ચિતવવું, વીસ દોહરા, ક્ષમાપના વગેરે કહ્યું હોય તે બોલવું, તે ભક્તિ અને સ્વરૂપનું ચિંતવન તે ધર્મ. પછી પોતે, પ્રભુશ્રીજીએ, પરમકૃપાળુદેવ સાથે ગાળેલા દિવસોમાં કેવો ક્રમ હતો, તે લંબાણથી વર્ણવ્યું હતું (હાલ આશ્રમમાં જે ક્રમ છે તેથી ઘણો વધારે, સાધુને યોગ્ય ક્રમ હતો) અને તે વખતે વૃત્તિઓ કેવી રહેતી, તે સંબંધી પોતાનો અનુભવ કહ્યો હતો. જુદા-જુદા ગ્રંથો વાંચ્યા હોય, તેની બધા મુનિઓ રાત્રે ચર્ચા કરતા; દિવસે ઊંઘવાની મના હતી એટલે રાત્રે સૂવાનો વખત થવાની રાહ જોતા. બે પ્રહર (છ કલાક) નિદ્રાના વચનામૃતમાં છે, પણ એક જ પ્રહર ઊંઘવાનો મળતો. ચાર વાગ્યે તો ઊઠતા. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કરી, સૂર્યોદય પછી કેટલાક ગોચરી જતા, પોતે વાંચતા વગેરે. પછી મને કહ્યું કે જેમ બને તેમ ઘડી-બે ઘડી નિયમિત રીતે એમાં (વચનામૃતમાં, ભક્તિમાં) કાળ ગાળવો, આખો પ્રહર ન બને તો. ધર્મનું સ્વરૂપ તો અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વચ્છંદ ટાળવા અને એ ટળશે.
ધર્મ કહે આત્મસ્વભાવકું, એ સમતકી ટેક.”
(બો-૩, પૃ.૬૭૧, આંક ૮૦૫)