________________
(૧૩૫
નથી ધર્યો દેહ વિષય વધારવા,
નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. (૧૫) આટલું જો સાચા અંતઃકરણે જીવ ધારી રાખે તો તે જીવ પરમકૃપાળુદેવને શરણે આખરે ઘણી શાંતિ પામે, એમ સમજાય છેજી. પરિગ્રહની બળતરા કષાયના પોષણનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત જીવો, પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પેઠે તરફડે છે; અનેક કુતર્કો, અનાચાર અને અશાંતિ અનુભવે છે. તે બળતી હોળીમાંથી સત્પરુષના આશ્રિત જીવો બચવા પ્રયત્ન નહીં કરે તો બીજા શું કરી શકશે ? મનમાં જે લોભવૃત્તિ છે, મૂછભાવ છે, મમત્વ છે, તે મંદ ન થાય તો તે મુમુક્ષતા કેમ ટકે ? કંઈ પણ ગ્રહણ કર-કર કરવાની વૃત્તિ રહે, ત્યાં મૂકવાની વૃત્તિનો અવકાશ કેટલો રહે? તે સર્વ વિચારશોજી. વિચારીને આત્મહિત, અસંક્લેશભાવ પ્રગટે તેમ વર્તવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૫૩૯, આંક પ૯૦)
નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો,
ભજીને ભગવંત ભવંત લો. (૧૭-૧૫) પરમકૃપાળુદેવે પોતાને ઉદ્દેશીને લખ્યું છે કે કે નૃપ (રાજ) ચંદ્ર ! આ અનંત પ્રપંચ (સંસાર) હવે બાળી નાખો, ભગવંતની ભક્તિ કરીને ભવ તરી જાઓ. આ માત્ર શબ્દાર્થ છે. તમે પણ તેટલી વાત તો સમજયા હશો; પણ વિશેષ યોગ્યતાએ, એની એ જ વાત વિશેષ પુરુષાર્થપ્રેરક નીવડવા યોગ્ય છે. માટે વારંવાર ધૂન લગાવે તેમ તેના જ વિચારમાં રહેવાથી, તે મહાપુરુષે કેવા ઉપાયે ભવનો અંત આણ્યો તે સમજાયે, તે કડી આપણા આત્માને ઉપકારી બનશેજી, ભક્તિ પણ જાગશે અને ભવનો અંત આણવા નિશ્ચય વધશેજી. પ્રપંચ શબ્દ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિસ્તાર અર્થે વપરાય છે. સંસારનું મૂળ મોહના વિકલ્પો છે અને તે ઉત્પન્ન થવામાં પાંચ ઇન્દ્રિયોના વિષયો, મુખ્ય નિમિત્તભૂત છે. ભક્તિ એ જ એક એવું ઉત્તમ સાધન છે કે જે જીવને ઇન્દ્રિયોની જાળમાંથી મુક્ત કરી, પ્રશસ્તભાવ દ્વારા, છૂટેલા પુરુષમાં વૃત્તિ રખાવી રક્ષા કરે છે. “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે “શ્રી રામચંદ્ર' તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ.'' (૩૭૬) (બી-૩, પૃ.૩૨૩, આંક ૩૧૪). 0 રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો
જાણવા અવશ્યના છે. (૧૭-૨૮) રાત્રિભોજન એ આગળની પ્રતિમાઓમાં ત્યાગ કરાય એમ છે, માટે પહેલાં રાત્રિભોજનનો ત્યાગ ન કરવો એમ નથી. પહેલાં એ સામાન્યપણે પળાય છે; પણ જ્યારે પ્રતિમારૂપે રાત્રિભોજનનો ત્યાગ કરે છે ત્યારે બહુ કડકપણે પાળે છે. રાત્રિભોજન ત્યાગની જે પ્રતિમા ધારણ કરે છે, તે રાત્રે રાંધેલું હોય, પીસેલું હોય, વલોવેલું હોય, તે ન ખાય. તેઓ રાત્રે આરંભરૂપે કરેલું લેતા નથી. (બો-૧, પૃ.૧૬૯, આંક ૩૮)