________________
(૧૩૩ પાપરૂપ જ ગણાય. તેથી પગ મૂકતાં પાપ છે એમ કહ્યું, તે એમ જણાય છે કે મિથ્યાત્વી જીવ પાપમાર્ગમાં જ પગલાં ભર્યા કરે છે; એ રસ્તો સરુની કૃપાથી બદલાશે ત્યારે મોક્ષમાર્ગ ઉપર દ્રષ્ટિ પડશે અને પછી મોક્ષમાર્ગમાં પગલાં ભરશે એટલે પાપ સદાયને માટે ટળી જશે અને પુણ્ય-પાપથી જુદા ભાવ - આત્મભાવના ભાવવાથી નિર્જરા થશે. બીજું, જોતાં ઝેર કહ્યું, તે એમ સમજાવવા કહેલું લાગે છે કે જ્યાં જ્યાં નજર પડે છે, ત્યાં ત્યાં અજ્ઞાની જીવ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કર્યા વિના રહેતો નથી અને એ રાગ-દ્વેષવાળી કલ્પનાથી કર્મબંધન થયા કરે છે; તે કર્મબંધનથી જન્મમરણ થયા કરે છે; એટલે ઝેર તો એક ભવમાં મરણ પમાડે અથવા કોઈ દવાથી તે ઝેર ઊતરી પણ જાય; પણ આ કર્મબંધનરૂપ ઝેર અનંતકાળથી જન્મમરણ કરાવ્યા કરે છે, પણ એ ઝેર હજી ઊતર્યું નહીં એમ વિચારી, એ બાહ્યદૃષ્ટિ ઉપર કટાક્ષભાવ રાખી, સમતા સહનશીલતા શીખવાની જરૂર છે. માથે મરણ રહ્યું છે, એમાં ઘણો વૈરાગ્ય ભર્યો છે. ઘણા પુરુષો માથામાં ધોળો વાળ દેખાતાં વૈરાગ્યના વિચાર આવવાથી રાજપાટ છોડી, આત્મકલ્યાણ કરવા તત્પર થઇ ગયા છે. તેમને એમ વિચાર આવ્યો કે મોતની ફોજના વાવટા દૂરથી ધોળા દેખાય છે, તેવા ધોળા વાળ એમ સૂચવે છે કે મરણ હવે બહુ દૂર નથી તો ચેતવું હોય તો ચેતી લે. તેથી પ્રમાદ છોડી તેઓ અમર થવા તૈયાર થયા. આપણે પણ મરણના મોઢામાં બેઠા છીએ, લીધો કે લેશે થઇ રહ્યું છે, તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા યોગ્ય છે. આજનો દિવસ આપણા હાથમાં છે, ત્યાં સુધી જે સારું કામ - આત્માનું હિત થાય તેવું, સત્પરુષે જણાવેલું કામ કરી લેવું. કાળનો કોને ભરોસો છે? ગયો કાળ પાછો આવતો નથી. (બો-૩, પૃ.૬૩, આંક પ૨). આરોગ્યતા, મહત્તા, પવિત્રતા અને ફરજ. (૨-૭૩) આરોગ્યતા માટે ખાવાપીવામાં વિવેક રાખવો. ખાવાનું કરતાં પહેલાં વિચાર રાખવો. જીભના સ્વાદને લઈને અપથ્ય ન ખાય, વધારે ન ખાય. ખાવા માટે જીવવું નથી. સંસારમાં જે કંઈ મહત્તા કહેવાતી હોય, તેને કલંક ન લાગે તેવી રીતે વર્તે. પવિત્રતા એટલે દોષો દેખીને ટાળવા. પવિત્ર પુરુષોનું સ્મરણ, એથી પવિત્ર થવાય છે. જેવા થવું હોય, તેવાને સંભારવા. પવિત્રતા ઓળખવી. મલિન ભાવો અને મલિન વર્તનથી ડરતા રહેવું. વિવેકી જીવ મૂળ વસ્તુ પર લક્ષ રાખે છે. પોતાની ફરજ જે કામ કરવાની હોય, તે ચૂકે નહીં. વિવેકબુદ્ધિથી વર્તવાનું છે.
પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં વચનો લખ્યાં છે, તે બહુ ગંભીર છે. (બો-૧, પૃ. ૧૮૪, આંક ૫૫) 10 દેશ, કાળ, મિત્ર એ સઘળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. | (૨-૮૮). કયો દેશ છે? કયો કાળ છે? કયું ક્ષેત્ર છે? તેનો વિચાર કરીને કામ કરવાનું છે. સવારમાં ઊઠી વિચારવું કે આ પંચમકાળમાં શું શું કરવા યોગ્ય છે? કામ કરવામાં શક્તિ આદિકનો, સહાયક મિત્રનો, બધાનો વિચાર કરવો. વિચાર કરીને કામ કરે તો હિતકારી થાય. (બો-૧, પૃ.૧૮૫, આંક ૫૬)