________________
આત્મસિદ્ધિના જન્મમહોત્સવને દિવસે આપણે ગાથાએ-ગાથાએ નમસ્કાર કરી તેનું બહુમાનપણું કરીએ છીએ, પણ કોઈ નવા અપરિચિત માણસને તે આત્મસિદ્ધિનું માહાત્મ ક્યાંથી સમજાય? અને આપણે પણ હજી ઘણું સમજવાનું છે. તેવાં નિમિત્તો સત્સંગાદિ મળે તો કલ્યાણ થાય છે. (બો-૩, પૃ.૭૭, આંક ૬૭)
એ પત્રાંક ૭૧૯, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ.પૂ. પ્રભુશ્રીજીને મોકલી તે સાથે મોકલેલો છે; તે મુખપાઠ કરી,
પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મુખપાઠ કરવા ભલામણ છેજી. આસો વદ એકમને દિવસે શ્રી આત્મસિદ્ધિ લખાઈ છે. તે દિવસ પ.પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિનો પણ છે. તે દિવસે અહીં શ્રી આત્મસિદ્ધિની એક ગાથા બોલી પરમકૃપાળુદેવને એક નમસ્કાર કરાય છે, બીજી ગાથા બોલી ફરી નમસ્કાર કરવો, એમ ૧૪૨ ગાથાના ૧૪૨ નમસ્કાર બધા કરે છે, તે તમે જોયું હશે. વખત મળે ત્યારે, તે દિવસે તેવી ભક્તિ કરવા ભલામણ છેજ.
નમસ્કાર કરતાં સુધી તે ગાથાના વિચારમાં ચિત્ત રહે અને ધર્મધ્યાન થાય તે અર્થે, ૫.પૂ. પ્રભુશ્રીજીએ
એ પ્રથા શરૂ કરેલી છેજી. (બી-૩, પૃ.૭૫૬, આંક ૯૪૮) | આસો વદ એકમનો દિવસ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચાયાનો શુભ દિવસ છે તથા તે જ તિથિએ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો જન્મદિવસ છે. તે દિવસે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ શ્રી સરુપ્રસાદમાંથી આત્મસિદ્ધિ કાઢી, ખુલ્લી મૂકીને કે તત્ત્વજ્ઞાનમાંથી આત્મસિદ્ધિ કાઢી, ચિત્રપટ આગળ મૂકી મોઢેથી એક-એક ગાથા બોલતા જઇ, એક-એક નમસ્કાર કરતો જવો; એમ શરીર ઠીક હોય તો ૧૪૨થી ૧૫૦ સુધી નમસ્કાર ભાવપૂર્વક કરવા ઘટે છેજી.
તેટલી શક્તિ ન હોય તો બને તેટલા શરૂઆતની ગાથાએ નમસ્કાર કરી, પછી બેઠા-બેઠા બોલતા જવું અને હાથ જોડી ચિત્રપટ આગળ નમસ્કાર કરતા જવું. આમ આખી આત્મસિદ્ધિની ભક્તિ બને તો દિવસે, અને દિવસે વખત ન મળે તો ગમે ત્યારે રાત્રે પણ, તે દિવસે ભક્તિ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૩૭૬, આંક ૩૮૧) 0 ઘણી વખત તમે આશ્રમમાં આસો વદ એકમ ઉપર હાજર હશો એટલે વિશેષ સૂચના આપવા જેવું નથી પણ જીવને સત્સંગનો યોગ ન હોય ત્યારે પ્રમાદમાં, પર્વના દિવસે પણ ઉલ્લાસ રહેવો મુશ્કેલ થઈ પડે છેજ. તેથી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર કાઢી, સારી રીતે બિરાજમાન કરી તથા તે ગ્રંથ ન હોય તો શ્રી તત્ત્વજ્ઞાન જે ૫.૩.૫.પૂ. પ્રભુશ્રીજીએ આપેલું હોય તેમાંથી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રાખી, એક-એક ગાથા બોલી કુટુંબના બધા ભક્તિ કરવાનો ક્રમ એક-બે કલાકનો સવાર-સાંજ ગમે ત્યારે રાખશો એવી ભલામણ છેજી. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિ પણ તે જ દિવસે છે. આવા ઉત્તમ દિવસનો લાભ પોતે લેવો, અને જે પોતાને મળતા હોય તેમને આમંત્રણ આપીને જમણવાર વગેરેથી પ્રભાવના કરીને પણ લઈ શકાય. જેવો અવસર હોય તેમ સ્વપરના હિતનો વિચાર કરી પ્રવર્તવું યોગ્ય છેજી.