________________
(૮૧) પુસ્તકમાં વિષયો ગહન છે, તેમાંથી સમજાય તેટલું વાંચજો. મોટા પંડિતોને પણ સમજવું મુશ્કેલ થાય તેવી વાતો પણ છે, તે હાલ ન સમજાય તે પડી મૂકવી. “આત્મસિદ્ધિ’નો વિચાર કરશો, વીસ દોહરા વગેરેથી ભક્તિભજનમાં રહેશો. સહનશીલતા, સંતોષ ધારણ કરશો. જિજ્ઞાસાની તથા વૈરાગ્યની વૃદ્ધિ
કરી, પ્રમાદ તજવાયોગ્ય છે). (બો-૩, પૃ.૫૪, આંક ૩૯). D આ વચનામૃત છે, તે નિઃસ્પૃહ પુરુષનાં વચનો છે. અશરીરી ભાવ પામીને આ વચનો પરમકૃપાળુદેવે લખ્યાં છે. આશાતના ન કરવી. લોકોના કહેવાથી આડાઅવળી પુસ્તક નાખી ન દઇએ. પુસ્તક કોઈ જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તો લાભ થાય. (બો-૧, પૃ.૨૨૭, આંક ૧૬૦) જેની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે, પણ જીવની યોગ્યતા પ્રમાણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છેજી. નદીમાં પાણી ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય, તેટલું પાણી તે લઈ શકે છે. માટે યોગ્યતા કે આત્માર્થીપણું પ્રાપ્ત થાય, તેવો પ્રયત્ન કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૮૬, આંક ૧OO૨) | પૂ. ....એ વચનામૃત વાંચવું શરૂ કર્યું છે, તે વિષે સૂચના કરવાની કે આપણી અલ્પબુદ્ધિ હોવાથી,
મોક્ષમાળામાં શિક્ષણ પદ્ધતિ નામથી શરૂઆતમાં સૂચનાઓ કરી છે, તે લક્ષમાં રાખીને વાંચવા, વિચારવાની ટેવ રાખી હશે તો કલ્યાણકારક છે. (બી-૩, પૃ.૧૯, આંક ૧૯૮). D તમે વચનામૃત વાંચવાનું શરૂ કર્યું છે, તો મોક્ષમાળાની શરૂઆતમાં પરમકૃપાળુદેવે મોક્ષમાળા કેવી રીતે
વાંચવી, તે વિષે સૂચના લખી છે તે સમજી, તે પ્રકારે ધીમે-ધીમે, વિચારપૂર્વક, યથાર્થ સમજાય તેમ વાંચન કરવા સૂચના છે. ઘણું વાંચવાની ઉતાવળ કરવા કરતાં જેટલું વંચાય તેટલું પોતાની શક્તિ પ્રમાણે વિચારાય, તેની તુલના ભલી રીતે થાય તથા તે વાંચ્યા પછી આપણને કયા પ્રકારે હિતમાં ઉપયોગી થાય તેમ તે વાંચન છે તેની શોધ કરી, એકાદ વચન પણ જો ઊંડું દયમાં ઊતરી જાય તો જેમ ચોમાસામાં ઊંડું ખેડીને બીજ વાવે છે તે સારી રીતે ઊગીને પાક આપે છે, તેમ કાળે કરીને તે વચન ઊગી નીકળે અને પોતાને તેમ જ પોતાના સમીપવર્તી જીવોને હિતમાં વૃદ્ધિ થાય, સર્વ સુખી થાય, તેવું ફળ તેનું આવે છે. સપુરુષનાં વચન વિચારતાં, આપણી બુદ્ધિ પ્રમાણે સમજાય છે; પણ તેટલો જ તેનો અર્થ છે અને મને બધું સમજાઈ ગયું, એમ માનીને પણ સંતોષ વાળવા જેવું નથી. પરમકૃપાળુદેવે પોતે જ લખ્યું છે કે ““સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં (સમાયાં) છે, એ વાત કેમ હશે?” (૧૬) શ્રી મહાવીરસ્વામીએ આદિ-ગુરુ શ્રી ગૌતમસ્વામીને “ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા'' આ ત્રણ શબ્દો, ત્રિપદી કહેવાય છે તે, આપ્યા. તે ઉપરથી તેમણે દ્વાદશાંગીની એટલે સકળ શાસ્ત્રોની રચના કરી. જે વાંચીએ તે આત્મા પ્રગટાવવા, સર્વ ક્રિયા એક આત્માર્થે કરવા યોગ્ય છેજી.
(બી-૩, પૃ. ૨૦૦, આંક ૨00) 'T આપે પુસ્તકમાંથી વાંચવા સંબંધી પુછાવ્યું. તેના ઉત્તરમાં જણાવવાનું કે થોડું વંચાય તેની હરકત નહીં,
પણ વારંવાર વાંચી, તેમાં કહેલો અર્થ વિચારવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે.