________________
(૮૩) જન્મજરામરણ આદિ દુઃખોને લીધે જેને સંસાર ઉપરથી અણગમો અથવા વૈરાગ્યભાવ આવ્યો હોય અને ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુઓને જેણે મંદ કર્યા હોય તથા તેમનો નાશ કરવા અને ઇન્દ્રિયોનો અને મનનો જય કરવા જેણે દૃઢ નિશ્રય કર્યો હોય, તે પાત્ર ગણાય છે. આવી પાત્રતા, યોગ્યતા ધરાવનાર મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે, તે તેવી યોગ્યતાવાળાને માર્ગદર્શકરૂપ છે. તેમાં પણ તેનો મર્મ બતાવનાર જોઇશે. (બો-૩, પૃ.૬૨, આંક પ૧) આ ચાતુર્માસમાં વચનામૃત, બને તો ક્રમપૂર્વક, પોતાને અર્થે તમે ત્રણ સાથે વાંચવા-વિચારવાનું રાખશો તો ઘણો આનંદ આવશે. પહેલાં વાંચ્યું હશે તો પણ હવે નવું લાગશે, નવું સમજાશે, વિશેષ લાભનું કારણ થશેજી. બીજા કોઈ આવી ચઢે અને સાંભળે તો હરકત નથી; પણ બીજાને વ્યાખ્યાન આપવાને બદલે પોતાને માટે સ્વાધ્યાય કરીએ છીએ, એ ભાવ સહિત થોડું પણ વિચારપૂર્વક શ્રદ્ધા દ્રઢ થાય અને વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય, તે લક્ષ રાખી વાંચન કર્તવ્ય છેજી. દરરોજ જે વાંચન કરો તે પૂરું થયે, પત્રાંક ૭૬૭ નિયમિત રીતે રોજ વાંચી જવાનો કે મુખપાઠ થઇ જાય તો એકાદ જણ બોલી જાય તેમ કર્તવ્ય છેજી. એ સમિતિ કે રહસ્યદ્રષ્ટિવાળો પત્ર સમજાયે, અંતર્મુખઉપયોગ કે આત્મપરિણતિ ઉપર લક્ષ રાખવાની કાળજી રહેશે અને આજ્ઞાનું માહાભ્ય સ્પષ્ટ સમજાશે. (બી-૩, પૃ.૫૪૦, આંક ૫૯૧) ‘વિચારસાગર' વાંચો છો પણ નથી સમજાતું, એમ લખ્યું હતું. તેના ઉત્તરમાં જણાવવાનું કે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ છપાયો નહોતો તે વખતે વિચાર કરી શકે તેવા જીવોને, સદ્ગઆજ્ઞાએ વાંચવા યોગ્ય ગણી, જેમને તે સમજાય તેવાને તેની ભલામણ કરેલી. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જણાવેલા બધા ગ્રંથો ખરીદી, વાંચવા બેસે તો પાર આવે તેમ નથી. “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ.' એ વિચારશો અને જેમાં સમજણ ન પડે અને વૈરાગ્ય-ઉપશમનું કારણ ન બને તેવું લાગતું હોય તો, તે વાંચનને બદલે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથનું વિશેષ વાંચન-વિચાર રાખશો તો વિશેષ હિતકારી છે. (બો-૩, પૃ.૩૩૫, આંક ૩૩૪) પરમકૃપાળુદેવનાં વચનો વિચારવામાં, સમજવામાં મદદગાર થાય એટલા માટે બીજાં પુસ્તકો
વાંચવાનાં છે. રોજ નિયમિત વાંચવાનું રાખવું તો આનંદ આવે. (બો-૧, પૃ.૨૭૫, આંક ૧૨) T બીજે ખોટી થશો અને જે શીખવાનું મળશે તે કરતાં મોટા પુસ્તકમાંથી જે જાણવાનું મળશે, તે અલૌકિક
અને આત્મહિતકારી વિશેષ થઈ પડશેજી. જેણે આત્મા નથી જાણ્યો, તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારમાં વીતરાગતા, નિર્મોહીપણું પ્રગટાવી ન શકે; અને જેણે આત્મા જાણ્યો છે તે પુરુષનાં થોડાં વચનો પણ, પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, ઠરે અને ભાન પણ પ્રગટે. માટે દર્શન કરવા જવું હોય તો જવું, પણ બીજો પરિચય રાખવા લાયક નથી; કારણ કે તે શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી અભિપ્રાય આપે, પણ તેમણે તમારા જેટલું શ્રીમદ્જીનું સાહિત્ય વાંચ્યું ન હોય, કહેતા-કહેતી વાતો કરે, તેમાં કંઈ માલ નથી. ત્યાં જઈ ચઢો અને વખતે બેસવું પડે તો વૈરાગ્ય જેવું સાંભળવાનું હોય