________________
૭૯
આમ આપણાં અંતઃકરણ સાચી શ્રદ્ધાવાળાં બનશે તો જરૂર સ્વપરની પ્રગતિનું કારણ બનશે; અને જો એકબીજાની નિંદા, ઇર્ષ્યા અને લોભ, અતિ સ્વાર્થલંપટતા અને સંસારવાસનાથી ગંધાતા રાખીશું તો ત્યાં સત્પુરુષનો બોધ પરિણામ પામવો દુર્લભ થઇ પડશે. બીજા આપણી, આપણા ધર્મની નિંદા કરશે અને સ્વપરને અહિતનું કારણ આપણું વર્તન બનશે. માટે પ્રભાવના કરવી હોય તેણે, પોતાના દોષો દેખી, પરમકૃપાળુદેવની સમક્ષ પોતાના દોષો નિંદી, હ્રદયથી દૂર કરવા વારંવાર લક્ષ રાખવાની જરૂર છેજી. (બો-૩, પૃ.૬૦૦, આંક ૬૮૮)
D પૂ. જેસંગભાઇના આપે ગુણગ્રામ લખ્યા તે યથાર્થ છે. પ.પૂ. પ્રભુશ્રીજીના યોગે તેમનો આત્મા પરમાર્થપ્રેમી બન્યો હતો. ઘણી, દૃષ્ટાંત લેવા જેવી લઘુતા તેમણે આરાધી હતી. ટૂંકામાં, પાછલું જીવન તેમણે સુધારી લીધું.
હું અમદાવાદ ગયો ત્યારે તેમનું ચિત્ત ઠેકાણે નહીં રહેતું હોવાથી, એક દિવસ રોકાઇ પાછો અગાસ ગયેલો; પણ પછી પત્ર હતો તેમાં તેમની આખર અવસ્થા વિષે પૂ. .એ લખેલું કે તમારા ગયા પછી ચિત્તની અસ્થિરતા ઓછી થયેલી અને છેલ્લા બે-ત્રણ દિવસો તો શાંતિમાં ગયા. આહાર, પાણીનો છેલ્લા ત્રણ દિવસ તેમણે ત્યાગ રાખેલો. બીજાં સગાંવહાલાં આગ્રહ કરે તો હાથ જોડી ના પાડે. બોલાતું નહીં, કંઇ લખતા પણ પછી લીટા થઇ જતા. પોતે ભાનમાં ઠેઠ સુધી હતા. માળા વગેરે ફેરવતા. ભક્તિમાં ધ્યાન રાખતા. છેવટના ભાગમાં આંખે વધારે દેખાતું હતું.
બે દિવસ ઉ૫૨ એક મુમુક્ષુભાઇ ૮૫ વર્ષની ઉંમરે ખોજ-પારડીમાં ગુજરી ગયાના સમાચાર હતા. તેમને ઘણો થોડો સમાગમ છતાં એક અઠવાડિયું બેભાન (ચિત્તભ્રમ) જેવું રહેલું અને છેલ્લે દિવસે આખો દિવસ ચિત્ત ઠેકાણે આવ્યું. ભક્તિભાવમાં વૃત્તિ રાખતા અને શાંતભાવે દેહ છોડયો. આમ પરમકૃપાળુદેવનું યોગબળ આખર વખતે હાજર થાય છે અને શરણરૂપ બને છે; તો પૂ. શેઠજીને તો ઘણા કાળનું આરાધન હતું, તે કેમ છૂટે ? (બો-૩, પૃ.૬૧૩, આંક ૭૧૧)
પૂ. અંબાલાલ મારવાડીનો દેહ તેના ગામે છૂટી ગયો છે. તેના ભાવ છેવટ સુધી સારા રહેલા એવા સમાચાર હતા. પરમકૃપાળુદેવનું યોગબળ આમ પાંચ-સાત વર્ષના નવા સમાગમીના મરણપ્રસંગે પણ પ્રગટ જણાય છે, તો જેને પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનાં સાક્ષાત્ દર્શન, ઉપદેશ, સ્મરણ, સમાગમનો લાભ મળ્યો છે તેનાં તો અહોભાગ્ય માનવાં ઘટે છેજી.
પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે ‘‘તારી વારે વાર.'' તે તદ્દન સાચું જણાય છેજી. જીવ બળ કરે તો પરમકૃપાળુદેવની પ્રગટ અનંત દયા અનુભવાય તેમ છેજી. પ્રમાદ અને પરભાવે જીવનું ભૂંડું કર્યું છેજી. ખંભાતમાં પરમકૃપાળુદેવે જણાવેલું, પૂ. ત્રિભોવનદાસે અહીં આવ્યા ત્યારે જણાવ્યું હતું, કે તમે છ આની મહેનત કરો તો અમે દશ આની ઉમેરી આપીશું. આ વાત કેટલી અદ્ભુત છે; અને પુરુષાર્થપ્રેરક છે, તે કરી જોયે ખબર પડે.
આપણામાં તો અનંત દોષો ભરેલા છે; પરંતુ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો યોગ થયા પહેલાંની અને અત્યારની અવસ્થા તપાસીએ તો તેમાં આભ-જમીન જેટલો ફેર સ્પષ્ટ સમજાય તેવો છે; તેમાં મુખ્ય કારણ તે પરમકૃપાળુનું યોગબળ મને તો સમજાય છેજી; નહીં તો આ જીવનું વીર્ય આ કાળમાં કેવું અને કેટલું તથા કંઇ પણ તેણે, માથું મૂકીને ક૨વા જેવો, પુરુષાર્થ પણ કર્યો નથી છતાં જે કંઇ રંગ બદલાયો છે