________________
તીર્થકર દેવ ભૂતપ્રજ્ઞાપનીય નયથી સ્તુતિ ૪૩ અતિશય અસામાન્ય હોય છે, અને પરમાર્થ તત્વના સદુપદેશદાનથી જગજને પર તેઓને ઉપકાર અનન્ય હોય છે. એક અર્ધ કાળચક્રમાં એવા ચોવીશ જિનેશ્વરે થાય છે. આ વર્તમાન અવસર્પિણું કાળમાં પણ એવા વીશ તીર્થક થયા છે–શ્રી ઋષભદેવથી શ્રીવર્લ્ડ માનસ્વામી પર્યત.
તે અહેતે પણ પિતાને તે ચરમ દેહપર્યાય પૂર્ણ થતાં સિદ્ધ થાય છે, તેમ આ તીર્થકર ભગવંતે પણ
* વર્તમાનમાં સિદ્ધાલયમાં બિરાજે ભૂતપ્રજ્ઞાપનીય છે. પણ ભૂતપ્રજ્ઞાપનીય નથી નયથી સ્તુતિ શ્રી આનંદઘનજીએ તે જિનેશ્વર
ભગવંતની અત્ર સ્તુતિ કરી છે. અર્થાતુ ભૂતકાળમાં બની ગયેલા તે બનાવનું વર્તમાનમાં તાટસ્થપણે સ્મરણ કરી તે ભગવાનની તે જિનદશારૂપે સ્તવના કરી છે. રાગદ્વેષાદિ અરિદલને સર્વથા સંહાર કરી, સકલ ઘાતિ કર્મકલંકને સંક્ષય કરી, તે ભગવંતોએ શુદ્ધ સહજ આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું હતું, અને દેહ છતાં દેહાતીત એવી પરમ ઉદાસીન કાર્યોત્સર્ગ દશાએ શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં બિરાજમાન તે પ્રભુ નિષ્કારણ કણથી આ જગતીતલ પર વિહાર કરી, જગજનને પરમ કલ્યાણમાર્ગને ઉપદેશ દેતા હતા, પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી પરમ શાંતિપ્રદ ધર્મામૃતને પ્રવાહ વહાવતા હતા.
એવા પરમ ઉપકારી સદેહે વિચરતા તે જિન ભગવતેને શ્રી આનંદઘનજીએ જ્ઞાનદષ્ટિથી સાક્ષાત્ દશ્ય કરી