________________
૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
શ્રી આનંદશંકર ધ્રુવ કહે છે કે— “ કેટલીક વાર ભૂલ તા એ થાય છે કે તે શ્રવણને અર્થ બ્રહણ સાથેના તાત્ત્વિક સંબંધ વસ્તુત: ધ્યાનમાં લેવાતા જ નથી. શ્રવણ '. એટલે સાંભળવું અને સાંભળવું એટલે કાનમાં શબ્દો પડવા દેવા; અને આટલું થતાં શ્રવણું થયું એમ ઘણીવાર કૃતકૃત્યતા માની લેવાય છે. × ×× શબ્દને કર્ણમાં લઈ તેની સાથે અગ્રહણ પણ કરી લેવુ તેનું નામ શ્રવણુ ', એમ શ્રવણુ શબ્દના વાસ્તવિક અને પ્રાચીન શાસ્ત્રસ’મત અર્થ છે. ”
*
અને આ જે શ્રવણુ છે તેમાં પરની અપેક્ષા રહે છે, કારણ કે સાંભળવાનું બીજાના મેલ્યા કે ઉપદેશ્યા વિના સંભવે નહિ; માટે શ્રવણ અન્યદ્વારા, અન્ય મુખે હાય છે. એટલે કે મુખ્યપણે તે તે ‘શ્રુત ’ શ્રવણ પુરુષવિશેષરૂપ બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ મુખે કરવાનું હોય' છે; અને તેના જોગ ન હાય તા પૂ`કાલીન મહાત્માએના સાસ્રમુખે શ્રવણુ કરવાનું છે, કારણ કે મહાયે ગમલસંપન્ન એવા તે તે મહાગુરુના ચૈતન્યસ્વરૂપ આત્મા ‘ અક્ષર ’ સ્વરૂપે વ્યક્ત થઇ, તેમની કૃતિઓમાં પ્રગટપણું અક્ષર સ્વરૂપે રહ્યો છે. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદ્ગુરુના અભાવે, આવા પરાક્ષ આત્મારામી સદ્ગુરુના વચનનું અવલંબન જ શ્રેયસ્કર થઈ પડે છે, પરમ ઉપકારી આધાભૂત થઈ પડે છે. સાચા સદ્ગુરુના અભાવે, અન્ય સામાન્ય ક્રાટિના જે તે પ્રાકૃત જનને ગુરુ
સદ્ગુરુમુખે વા સાસુખે
શ્રવણ