________________
૨૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા હય તે સુનય ચલાયા, એકત્વ અભેદે થાય; તે સવિ પરમાર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા
| મનમેહના જિનરાયા.” આ નયવાદ માત્ર શાસ્ત્રીય રસને કે વાદવિવાદ માટે વિષય નથી, પણ વસ્તુસ્વરૂપ સમજવા અને પરમાર્થ પામવા
માટેની અનુપમ યુક્તિવાળી સર્વ તવિનિશ્ચય માટે સમન્વયકારી સુંદર યોજના છે, નયવાદની વ્યવહાર અને એ જ એની વ્યવહારુ ઉપયોગિતા ઉપગિતા (Practical utility)
છે. દા. ત. સપ્તભંગી નય, એ કંઈ કંઈ ભંગાલમાત્ર નથી, પણ તત્ત્વનો અવિસંવાદી યથાર્થ વિનિશ્ચય દઢ કરાવનારી પરમ સુંદર યુક્તિ છે. તેનું અધ્યાત્મ પરિશીલન કરી આત્મા પર ઉતારીએ તો આત્મા
હવે અતિ, પરખ નાસ્તિ, આત્મા સ્વરૂપથી છે, પરરૂપથી નથી, ઈત્યાદિ પ્રકાર ફલિત થાય છે. અર્થાત સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ– ભાવથી આત્મા નથી; આમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી આત્મા ભિન્ન છે એવું તત્ત્વવિનિશ્ચયરૂપ ભેદજ્ઞાન આથી વજલેપ દઢ થાય છે.
તેમજ-નય શબ્દના પરમાર્થ પ્રમાણે આગળ ને આગળ વસ્તુસ્વરૂપ પ્રત્યે દેરી જાય તે નય અને નૈગમાદિક
x एषु पूर्वः पूर्वो नयः प्रचुरगाचरः परः परस्तु परिमितविषयः ।
– શ્રી નવપ્રદીપ