________________
ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા નિમિત્તની જરૂર ૩૦૯ રાખવા માટે કહી છે. તે એટલે સુધી કે શ્રુતજ્ઞાનનું–આજ્ઞાનું અથવા જિન ભગવાનનું અવલંબન મારમા ગુણુઠાણાના છેલ્લા સમય પર્યંત કહ્યું છે. તે પણ શુદ્ધ નિમિત્તનું સેવન કેટલું પ્રશસ્ત ને ઉપકારી છે એ સૂચવે છે. માટે યુક્ત પક્ષ એ છે કે—શુદ્ધ નિમિત્તના આશ્રયથી ઉપાદાનની શુદ્ધિ પ્રગટ કરતા રહી જીવે આગળ વધવુ જોઇએ, આત્મવિકાસ સાધવા જોઇએ. અને એ જ જિન ભગવાનના સનાતન રાજમાર્ગ છે. આ અંગે શ્રી વિશેષાવશ્યકમાં પ્રજ્ઞાનિધિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણુજીએ તથા શ્રી અરનાથ, મહિનાથ, મુનિસુવ્રત જિન સ્તવનામાં પરમ અધ્યાત્મરસપરિણત મહાત્મા દેવચંદ્રજી મહામુનિએ સુક્ષ્મ મીમાંસા કરી સાંગેાપાંગ નિર્ણય મતાન્યા છે, તે મુમુક્ષુને અત્યંત મનનીય છે. અત્રે વિસ્તારભયથી તેના પ્રાસ'ગિક નિર્દેશ માત્ર કર્યાં છે.
પ્રગટાવવા પણ પુષ્ટ નિમિત્તની જરૂર
કેટલાક લેાકેા સમજ્યા વિના ઉપાદાનની વાતા કર્યો કરે છે અને જાણ્યે-અજાણ્યે નિમિત્તની એકાંતે ગૌણુતા ગણી તેના અપલાપ-નિદ્ભવ કરે છે. તે ઉપાદાનને ઉપાદાનકારણપણે તેમની અણુસમજરૂપ મિથ્યા ભ્રાંતિના દોષ છે, કારણ કે ઉપાદાન અને નિમિત્ત એ કાંઈ પરસ્પર વિરાધી નથી કે પ્રતિપક્ષી નથી, પણ અવિરુદ્ધ સહકારી અને સહયેાગી છે. ઉપાદાનની જાગૃતિ અને શુદ્ધિ તેા અવશ્ય કર્ત્તવ્ય છે, અને શુદ્ધ નિશ્ચયના સેવનના ઉદ્દેશ-લક્ષ્ય પણ તે જ છે, પણ ઉપાદાનની શુદ્ધિ-જાગૃતિ અર્થ, ઉપાદાનને ઉપાદાનકારણપણે પ્રગટાવવા અર્થે પણ જિનંભક્તિ આદિ પરમ ઉપકારી નિમિત્ત કારણના અવલંબનની