________________
૩૧૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
અનિવાર્ય આવશ્યકતા છે, એ આ મહાનુભાવા ભૂલી જાય છે. પ્રભુસેવા એ આત્મારૂપ ઉપાદાનને ઉપાદાનકારણે પ્રગટાવવા પુષ્ટ આલંબનરૂપ પુષ્ટ નિમિત્ત છે. ઉપરમાં કહ્યું તેમ શાસ્ત્રકારે તેા પાકારી પાકારીને કહ્યુ છે કે–સમતા અમૃતની ખાણ એવા જિનરાજ જ પરમ નિમિત્તેહેતુ છે, અને તેના અવલ બને જ ‘નિયમા’ સિદ્ધિ હાય છે.
૩, ભકિતમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભકિત
આવા પ્રખલ નિમિત્ત અવલંબન વિના સીધેસીધું (Directly ) સ્વરૂપશ્રેણીએ ચઢવુ અતિ અતિ દુષ્કર છે. પશુ જેને પ્રગટ આત્મસ્વરૂપ પ્રગટયું છે એવા સાક્ષાત્ સહજાત્મસ્વરૂપી અંત-સિદ્ધ પ્રભુના ધ્યાનાલંબનથી તે શ્રેણીએ ચઢવુ સુગમ થઈ પડે છે; કારણ કે શ્રીમદ્ રાજચ'દ્રજીએ કહ્યું છે તેમ ‘ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમા ષ્ટિવાન પુરુષાને ગૌણુતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જેવુ સિદ્ધ ભગવંતનુ આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવનું આત્મસ્વરૂપ છે; તે માટે, ભવ્ય જીવાએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી જો યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઇએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનુ પુજન છે. ’
શ્રી દેવચ'દ્રસ્વામીએ કહ્યુ છે કે ‘ જિનવર પૂજા ૨ તે નિજ પૂજના રે. ’ કાઇ કહેશે કે આ નિમિત્તનું શું કામ છે ? આપણે તે સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મસ્વરૂપનું જ ચિંતન કરીએ. પણ આ તેમનુ માનવું ભૂલભરેલું
નિરાલંબન અધ્યાત્મચિંતનના ભયસ્થાને