________________
પરિશિષ્ટઃ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણત
સ્વરૂપ મળદ્રષ્ટિથી તે તેવું જ દુર્ગમ્ય છે, પણ સગીપદના અવલંબનપૂર્વક ચિંતવતા સામાન્ય જીવને પણ વૃત્તિ સ્થિર થવાને કંઈક સુગમ ઉપાય છે, જેથી અહંતુ ભગવાનની સ્તવનાથી સિદ્ધપદની સ્તવના થયા છતાં, આટલે વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ વીશી ચેતવીશ તીર્થંકરની સ્તવનારૂપે રચી છે. નમસ્કારમંત્રમાં પશુ અર્વપદ પ્રથમ મુકવાને હેતુ એટલે જ છે કે તેમનું વિશેષ ઉપકારીપણું છે.
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. સિદ્ધપ્રાભૂતમાં કહ્યું છે કે
जारिस सिद्ध सहावो, तारिस सहायो सय जीवाणं; तमा सिद्धतरुई, कायव्वा भव्व जीवेहि.
જેવું સિદ્ધભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીનું આત્મસ્વરૂપ છે, તે માટે ભવ્ય જએ સિદ્ધત્વને વિષે રુચિ કરવી.
તેમજ શ્રી દેવચંદ્ર સ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે જિનપૂજારે તે જિનપૂજના.
જે યથાર્થ મૂળ દૃષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિનભગવાનની તથા સિદભગવાનની ઉપાસના સ્વરૂપપ્રાપ્તિને હેતુ જાણે છે. ક્ષીણમેહ ગુણસ્થાનક પર્યતા તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે.