________________
શ્રી ગષભજિન સ્તવન વિવેચન
૩૪૧ ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધ ચૈતન્યવૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂળ સ્વભાવ નિવૃત્તવાથી ઐકય થવાને સંભવ છે અને તે જ ધાતુમેલાપથી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિને કોઈપણ કાળે વિયેગ થવાને નથી ૪.
હે સખી ! કેઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા, ભગવાનની લીલા છે; અને તે અલક્ષ ભગવાન સૌની ઇચ્છા પૂર્ણ કરે છે, તેથી તે એમ સમજીને આ જગત , ભગવાનની લીલા માની, તે ભગવાનને તે સ્વરૂપે મહિમા ગાવામાં જ પોતાની ઈચ્છા પૂર્ણ થશે, એટલે ભગવાન પ્રસન્ન થઈને તેને વિષે લગ્નતા કરશે એમ માને છે. પણ તે ખોટું છે, કેમકે તે ભગવાનના સ્વરૂપના અજ્ઞાનથી એમ કહે છે.
જે ભગવાન અનંત જ્ઞાનદર્શનમય સર્વોત્કૃષ્ટ સુખસમાધિમય છે, તે ભગવાનને આ જગતનું કર્તાપણું કેમ હોય ? અને લીલાને અથે પ્રવૃત્તિ કેમ હોય? લીલાની પ્રવૃત્તિ તે સદષમાં જ સંભવે છે. જે પૂર્ણ હોય તે કંઈ ઈ છે જ નહીં. ભગવાન તે અનંત અવ્યાબાધ સુખે કરીને પૂર્ણ છે, તેને વિષે બીજી કલ્પના ક્યાંથી અવકાશ પામે ? લીલાની ઉત્પત્તિ કુતૂહલ વૃત્તિથી થાય. તેવી કુતૂહલવૃત્તિ તે જ્ઞાનસુખના અપરિપૂર્ણપણથી જ થાય. ભગવાનમાં તે તે બને (જ્ઞાન, સુખ) પરિપૂર્ણ છે, માટે તેની પ્રવૃત્તિ જગત રચવારૂપ લીલા પ્રત્યે ન જ થાય એ લીલા તે દોષને વિલાસ છે; સરાગીને જ તેને સંભવ છે. જે સરાગી હોય