________________
૩જર
પરિશિષ્ટઃ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત– તેને સહેષતા હોય, અને જેને એ બને હોય તેને ક્રોધ, માન, માયા, લેભ આદિ સર્વ દોષનું પણ સંભવિતપણું છે. જેથી યથાર્થ રીતે જોતાં તે લીલા દેષને જ વિલાસ છે, અને એ દેષવિલાસ તે અજ્ઞાની જ ઈચછે. વિચારવાને મુમુક્ષુઓ પણ તે દેષવિલાસ ઈચ્છતા નથી, તે અનંત જ્ઞાનમય ભગવાન્ તે કેમ છે? જેથી તે ભગવાનનું સ્વરૂપ લીલાના કર્તૃત્વપણાથી ભાવે જે સમજે છે તે બ્રાંતિ છે, અને તે ભ્રાંતિને અનુસરીને ભગવાનને પ્રસન્ન કરવાને તે જે માર્ગ લે છે તે પણ ભ્રાંતિમય જ છે, જેથી તે ભગવાનરૂપ પતિની તેને પ્રાપ્તિ થતી નથી પ. - હે સખી ! પતિને પ્રસન્ન કરવાના તે ઘણા પ્રકાર છે. અનેક પ્રકારના શબ્દસ્પર્ધાદિ ભેગથી પતિની સેવા કરવામાં આવે છે એવા ઘણા પ્રકાર છે, પણ તે સૌમાં ચિત્તપ્રસન્નતા એ જ સૌથી ઉત્તમ સેવા છે, અને કયારે પણ ખંડિત ન થાય એવી સેવા છે. કપટરહિત થઈને આત્મા અર્પણ કરીને પતિની સેવા કરવાથી ઘણા આનંદના સમૂહની પ્રાપ્તિને ભાગ્યોદય થાય.
ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર ઘણું છે. દ્રવ્ય પૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્ય પૂજાના પણ ઘણું ભેદ છે. પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તે ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમહર્ષથી એકવને પ્રાપ્ત કરવી તે જ છે, તેમાં જ સર્વ સાધન માય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે ચિત્ત ભગવાનમાં લીન હોય તે બીજા વેગ પણ ચિત્તાધીન હેવાથી ભગવાનને આધીન જ છે, અને ચિત્તની લીનતા